NRG સંક્રાંત

♥ પંચમ શુક્લ

સોય ઝાટકે, નાકાંમાંથી પ્રકટે વિશ્વપ્રવાસી!
રણ, વાદળ ને સાગર ‘રણ્યો  શ્વાસ શ્વાસ ઉચ્છવાસી.

મરુ માયાવી છલનાઓનો ચારુ ચાકળો ચીતરવા;
તૃષિત આભલાં ટાંકી ટાંકી ત્રાહિત ચખ જઈ અંજાવા,
ગર્તાઓમાં ગુણનિધિ રચતો ભાસે અધિક બિભાસી.
સોય ઝાટકે નાકાંમાંથી પ્રકટે વિશ્વપ્રવાસી!

પવન ઓઢીને દેશાવરથી અંબર ચરખો લાવે;
જલધર કરથી મૃણ્મય કોષે નભ અંબાતું વાવે,
પછી તિલેરી-ચીકી જેવો તડકો ચણવા જાય અગાસી.
સોય ઝાટકે, નાકાંમાંથી પ્રકટે વિશ્વપ્રવાસી!

૧૪/૧૧/૨૦૧૦

Advertisements

18 Comments

  1. Posted જાન્યુઆરી 15, 2011 at 1:53 એ એમ (am) | Permalink

    વાહ, આજે મકરસંક્રાતના દિવસે લાડુ,મમરા,ચીકી અને પતંગની ઉડાન ચગાવતું કાવ્ય વાંચીને અગાસીની શીતળ હવા માણી જાણે ! બહુ સુંદર !

  2. Posted જાન્યુઆરી 15, 2011 at 2:21 એ એમ (am) | Permalink

    વાહ, આજે સંક્રાતના દિવસે અગાસીનો ઠંડો પવન માણ્યો તમારા બ્લોગ પર.સુંદર રચના! શબ્દ ભંડોળ માટે તમને દાદ દેવી પડે!
    પંચમભાઈ, મારો બ્લોગ મેં હવે પ્રાયવેટ કરેલ છે અને તમારૂં ઈ મેલ ગફલતથી ડીલીટ થઈ ગયુ છે.તમે વાંચી શકો તે માટે તમારૂં ઈ મેલ આપવા વિનંતિ જેથી સભ્યના લીસ્ટમાં ઉમેરી શકું.
    આભાર સહ…

  3. Posted જાન્યુઆરી 15, 2011 at 3:11 એ એમ (am) | Permalink

    પંચમભાઈ ની વાત નોખી,
    પંચમભાઈની રીત અનોખી,
    પંચમભાઈની રચનાઓ સુલેખી! સરસ રચના હંમેશની જેમજ …. અમારા જેવાને થોડી અઘરી પડી જાય ….. ગુજરાતી લેક્ષિકોનનો ઉપયોગ કરવો પડે . 🙂

  4. pragnaju
    Posted જાન્યુઆરી 15, 2011 at 3:38 એ એમ (am) | Permalink

    ગર્તાઓમાં ગુણનિધિ રચતો ભાસે અધિક બિભાસી.
    સોય ઝાટકે નાકાંમાંથી પ્રકટે વિશ્વપ્રવાસી!

    સુંદર

  5. Posted જાન્યુઆરી 15, 2011 at 6:52 એ એમ (am) | Permalink

    પવન ઓઢીને દેશાવરથી અંબર ચરખો લાવે;
    જલધર કરથી મૃણ્મય કોષે નભ અંબાતું વાવે,
    પછી તિલેરી-ચીકી, લાડુ-મમરા વીણવા જાય અગાસી.

    મજાનું.

  6. dhruti modi
    Posted જાન્યુઆરી 15, 2011 at 2:28 પી એમ(pm) | Permalink

    ભાષાની ભવ્યતા ગમી ગઇ. સુંદર મઝાનું ગીત. ગાામની સંક્રાત યાદ અાવી ગઇ.

  7. kishoremodi
    Posted જાન્યુઆરી 15, 2011 at 4:22 પી એમ(pm) | Permalink

    પ્રસંગોચિત્ સુંદર રચના

  8. himanshupatel555
    Posted જાન્યુઆરી 16, 2011 at 3:53 એ એમ (am) | Permalink

    પછી તિલેરી-ચીકી, લાડુ-મમરા વીણવા જાય અગાસી. અદભૂત સંક્રાંત.

  9. readsetu
    Posted જાન્યુઆરી 17, 2011 at 6:54 પી એમ(pm) | Permalink

    aghari chhe..

  10. Posted જાન્યુઆરી 18, 2011 at 5:39 એ એમ (am) | Permalink

    પવન ઓઢીને દેશાવરથી અંબર ચરખો લાવે;
    જલધર કરથી મૃણ્મય કોષે નભ અંબાતું વાવે,

    સુંદર …હંમેશની જેમ નાવિન્યથી આપતું ગીત.

    જોકે ગીતમાં પઠન કરતાં લય-માત્રા ખૂટતી લાગે છે. તમે ઓડિયો સાથે મુક્યો હોત તો વધુ સ્પષ્ટ થાત. ભારતમાં મજા માણતા હશો…

  11. Posted જાન્યુઆરી 18, 2011 at 2:21 પી એમ(pm) | Permalink

    પવન ઓઢીને દેશાવરથી અંબર ચરખો લાવે;
    જલધર કરથી મૃણ્મય કોષે નભ અંબાતું વાવે,
    પછી તિલેરી-ચીકી, લાડુ-મમરા વીણવા જાય અગાસી.
    સોય ઝાટકે, નાકાંમાંથી પ્રકટે વિશ્વપ્રવાસી!

  12. Posted જાન્યુઆરી 19, 2011 at 6:09 એ એમ (am) | Permalink

    પંચમભાઈ,
    અમે ન રહ્યા ગુજરાતી અને ન વિશ્વપ્રવાસી રહ્યા!
    અમે તો ગુજરાતી મટ્યા અને છતાં ભારતીય રહ્યા!
    અમે તો ન રહ્યા આંખ અને ન કાજળ રહ્યા!
    કેટકેટલા અવગણનાના અપમાનોને હસતાં સહ્યા!
    -’પ્રમથ’ – (એન.આર.આઈ. મટી બેંગળૂરુ સ્થાયી થયેલો એક ગુજરાતી)

  13. યશવંત ઠક્કર
    Posted જાન્યુઆરી 21, 2011 at 6:04 એ એમ (am) | Permalink

    સરસ રચના. ગમી.

  14. sudhir patel
    Posted જાન્યુઆરી 22, 2011 at 2:51 એ એમ (am) | Permalink

    વાહ, અનોખું સંક્રાન્તિ ગીત!
    ગીતનો ઉપાડ અદભૂત છે!
    આ શનિવારે કાવ્ય-ધારામાં રજૂ થવાના છો એ જાણી આનંદ સાથે અભિનંદન!
    સમગ્ર કાર્યક્રમને સફળતા માટેની શુભકામનાઓ!
    સુધીર પટેલ.

  15. Posted જાન્યુઆરી 22, 2011 at 5:02 એ એમ (am) | Permalink

    શ્રી પંચમભાઈ
    વિશ્વપ્રવાસીનું ઉદાબોધન અને સોયના નાકાનું રૂપક એટલે નાનકડી તકને પણ નાવડી બનાવી નીકળી
    પડે અને અંદરનો રંગ પાછો છોડે નહીં ..માણે તળસાંકળી.
    મજાના તરવૈયા આપ.
    રમેશ પટેલ(આકાશદીપ)

  16. Posted ફેબ્રુવારી 3, 2011 at 2:30 પી એમ(pm) | Permalink

    કેમ છો પંચમજી …
    ખુબ સરસ હો …

  17. Posted માર્ચ 1, 2011 at 12:06 પી એમ(pm) | Permalink

    “પવન ઓઢીને દેશાવરથી અંબર ચરખો લાવે;”

    સરસ વાત છે. મજાનું કલ્પન


Post a Comment to Tejas Shah

Required fields are marked *
*
*

%d bloggers like this: