થઈ ઉપાધી

♥ પંચમ શુક્લ

વિલાયતી આ ટીકડું નૈડું, થઈ ઉપાધી,
ભૂલી ગયા’તા ડોશીવૈદું, થઈ ઉપાધી!

ઘેંશ ખાઈને ઘાણી ઘુમૈડું એમ હતું પણ,
તલ ભેળું કોદરિયું  ભૈળું, થઈ ઉપાધી!

છાણે ચડાવી વીંછીને જ્યાં હરખાતા’તા,
કૈંક કોથળામાંથી કૈડ્યું, થઈ ઉપાધી!

અગ્નિ શોધી ઉત્ક્રાંત થવું’તું પણ અટકી ગ્યા,
ચીલે ચીલે ચાલ્યું પૈડું, થઈ ઉપાધી!

તન તોડીને બધી ઇન્દ્રિયું ખોડી ખાંભે,
મન મારી જ્યાં મને’ય મચૈડ્યું, થઈ ઉપાધી!

૨૨/૭/૦૯

શબ્દાર્થઃ

નૈડું= નડ્યું, ભૈળું= ભળ્યું, કૈડ્યું= કરડ્યું, મચૈડ્યું= મચેડ્યું, મને’ય=  મનનેય


40 Comments

 1. himanshupatel555
  Posted ડિસેમ્બર 15, 2010 at 12:20 એ એમ (am) | Permalink

  તમારી શબ્દનિમણૂક અને તેને વચડવું તમારી
  કાવ્યબાનીને વટ પાડી આપે છે.ગઝલ તમારી પાસે વટંતર છે અને વળતરમાં આવી
  ઉત્ક્રાંત ગઝલ મને મળે છે.
  મન મારી જ્યાં મને’ય મચૈડ્યું, થઈ ઉપાધી!
  જુઓ કેટલી થાય છે….

 2. Posted ડિસેમ્બર 15, 2010 at 12:21 એ એમ (am) | Permalink

  સરસ બહુ જ સરસ

 3. Posted ડિસેમ્બર 15, 2010 at 12:31 એ એમ (am) | Permalink

  ક્યાં બાત હૈ!ભાષા અને લયની એવી તે જૂગલબંધી ચાલે છે કે
  ફરી ફરી વાંચવાને મજબૂર કરે! મને સોગીયા ગઝલ જરાયે વાંચવી ના ગમે. મજા આવી ગઈ.

 4. Posted ડિસેમ્બર 15, 2010 at 1:25 એ એમ (am) | Permalink

  enjoyed

 5. Posted ડિસેમ્બર 15, 2010 at 1:57 એ એમ (am) | Permalink

  થઈ ઉપાધી !વાહ પંચમભાઈ આ વાંચીને તો ગઈ ઉપાધીનો આનંદ માણ્યો.

 6. Posted ડિસેમ્બર 15, 2010 at 2:56 એ એમ (am) | Permalink

  તળપદી ભાષા ને તળપદી જીવનશૈલીનો સુભગ સમન્વય ! ગઝલના સ્વરૂપનેય જાણે તળપદો વૈભવ બક્ષી દીધો છે…

  પંચમના સૂરો હવે મંદ્ર–મધ્ય –તીવ્ર એમ ત્રણેય સપ્તકોમાં વહે છે.

  અસ્સલ કાઠિયાવાડી ભાષામાં અપાયેલી આ રચના પછી (બંગાળીમાં ‘પંચમ દા’ જાણીતા છે જ)તમને કાઠિયાવાડી શબ્દથી “પંચમ ભા” કહેવાનું મન થાય જ.

 7. Posted ડિસેમ્બર 15, 2010 at 3:12 એ એમ (am) | Permalink

  પંચમભાઈ માટીની પેણીમાં ઘેંશ, તલનું કચ્ચરિયું ખાતાં કોણી સુધી નીતરતું તેલ, ભીંત પર થાપેલા છાણાં અને હોળીમાં હોમતા’તા, બળદ-ગાડાંની સવારી અને પૈડાં સાથે ઘુઘરીઓના અવાજની યાદ અપાવી, આ તો થઈ ઉપાધી. આજે તો આ પરિકથા સમાન લાગે છે. ભૂંસાયેલા શબ્દોનો આવો ઉપયોગ! કમાલ કરી છે.

 8. dhruti modi
  Posted ડિસેમ્બર 15, 2010 at 3:26 એ એમ (am) | Permalink

  લોકબોલીનો લ્હેકો અને કહેવતો દ્વારા કહેવાયેલી સુંદર ગઝલ. નવું કશુંક કરવામાં જૂની વસ્તુની સારપ ગુમાવવી પડે છે, એ વાતને સુંદર રીતે રજૂ કરી છે.

 9. Posted ડિસેમ્બર 15, 2010 at 3:28 એ એમ (am) | Permalink

  પંચમભાઈ…
  ચીલે ચીલે નહીં ચાલવાની તમારી રીત રંગ લાવી છે.
  ગઝલ ખૂબ જ ગમી.

 10. Posted ડિસેમ્બર 15, 2010 at 3:47 એ એમ (am) | Permalink

  લાજવાબ તળપદી શબ્દો…
  તન તોડીને બધી ઇન્દ્રિયું ખોડી ખાંભે,
  મન મારી જ્યાં મને’ય મચૈડ્યું, થઈ ઉપાધી!
  સ રસ
  ઉપાધી આજીવન દઈ બે ઘડીની મોજ આપીને,
  ………..
  છાણે ચડાવી વીંછીને જ્યાં હરખાતા’તા,
  કૈંક કોથળામાંથી કૈડ્યું, થઈ ઉપાધી!

  અગ્નિ શોધી ઉત્ક્રાંત થવું’તું પણ અટકી ગ્યા,
  ચીલે ચીલે ચાલ્યું પૈડું, થઈ ઉપાધી!
  સુંદર
  અખો કહે તે જ ઉપાધીનો ઉપાય
  નહિ પાપી ને નહિ પુણ્યવંત, એમ લહે તે સાચા સંત ;
  કાળચક્ર સ્વભાવે ફરે, સહેજે ઊપજે સહેજે મરે,
  એમ જાણી અખા જા ભળી, આ પુનરાપીની કચકચ ટળી.
  જગતમાં કોઇ પાપી નથી કે કોઇ પુણ્યશાળી નથી એમ જે સમજે છે તે સાચા વંત છે. કાળનું ચક્ર એના સ્વભાવ પ્રમાણે ફર્યા કરે છે અને સહુ સહજ રીતે, તેનો સમય આવતાં જન્મે છે અને મૃત્યુ પામે છે. આવું સમજીને હરિમાં ભળી જા તો જન્મમરણની ઉપાધી ટળે.

 11. pragnaju
  Posted ડિસેમ્બર 15, 2010 at 3:52 એ એમ (am) | Permalink

  તળપદી શબ્દોના મધુરા પ્રયોગ
  અગ્નિ શોધી ઉત્ક્રાંત થવું’તું પણ અટકી ગ્યા,
  ચીલે ચીલે ચાલ્યું પૈડું, થઈ ઉપાધી!

  તન તોડીને બધી ઇન્દ્રિયું ખોડી ખાંભે,
  મન મારી જ્યાં મને’ય મચૈડ્યું, થઈ ઉપાધી!
  ખૂબ સરસ
  અખાએ તેનો ઉપાય આ કહ્યો
  નહિ પાપી ને નહિ પુણ્યવંત, એમ લહે તે સાચા સંત ;
  કાળચક્ર સ્વભાવે ફરે, સહેજે ઊપજે સહેજે મરે,
  એમ જાણી અખા જા ભળી, આ પુનરાપીની કચકચ ટળી.

  જગતમાં કોઇ પાપી નથી કે કોઇ પુણ્યશાળી નથી એમ જે સમજે છે તે સાચા વંત છે. કાળનું ચક્ર એના સ્વભાવ પ્રમાણે ફર્યા કરે છે અને સહુ સહજ રીતે, તેનો સમય આવતાં જન્મે છે અને મૃત્યુ પામે છે. આવું સમજીને હરિમાં ભળી જા તો જન્મમરણની ઉપાધી ટળે.

 12. Posted ડિસેમ્બર 15, 2010 at 3:54 એ એમ (am) | Permalink

  સરસ લય અને તળપદા શબ્દોનું સુમેળ સાધતું અર્થપૂર્ણ ભાવનિરૂપણ આસ્વાદ્ય રહ્યું પંચમભાઇ….
  -ગમ્યું.

 13. deep
  Posted ડિસેમ્બર 15, 2010 at 5:44 એ એમ (am) | Permalink

  ખુબજ મનોરંજક ગઝલ બની છે…. 🙂

 14. Posted ડિસેમ્બર 15, 2010 at 6:01 એ એમ (am) | Permalink

  વાહ..પંચમભાઇ… ખૂબ સરસ…
  ખોલતી વખતે હમેશની માફક થોડો ડર હતો કે શબ્દકોષની મદદ લેવી પડશે..એકાદા શબ્દ માટે તો…
  પર્ંતુ આજે એવી કોઇ ઉપાધિ લીધા વિના ઉપાધિ માણવાની મજા કરાવી દીધી તમે…

 15. Kirtikant Purohit
  Posted ડિસેમ્બર 15, 2010 at 6:23 એ એમ (am) | Permalink

  તન તોડીને બધી ઇન્દ્રિયું ખોડી ખાંભે,
  મન મારી જ્યાં મને’ય મચૈડ્યું, થઈ ઉપાધી!

  સરસ પ્રયોગ અને માણવાલાયક નાવિન્યસભર કાફિયા-રદીફ.

 16. Posted ડિસેમ્બર 15, 2010 at 9:52 એ એમ (am) | Permalink

  વાહ પંચમભાઈ …..બહુ જ સરસ !

 17. devikadhruva
  Posted ડિસેમ્બર 15, 2010 at 1:58 પી એમ(pm) | Permalink

  Something different..nice..

 18. chandravadan
  Posted ડિસેમ્બર 15, 2010 at 7:34 પી એમ(pm) | Permalink

  Wah !
  Maza Avi !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Panchambhai….Hope to see you on Chandrapukar !

 19. kishoremodi
  Posted ડિસેમ્બર 15, 2010 at 8:48 પી એમ(pm) | Permalink

  કાઠીયાવાડી બોલીની મઝા માણી. કંઇક નવું કરવાનો તમારો સ્વભાવ શબ્દે શબ્દમાં નજરે પડે છે.અભિનંદન.

 20. Victor Macwan
  Posted ડિસેમ્બર 15, 2010 at 11:15 પી એમ(pm) | Permalink

  Panchambhai, I am very much impressed by your UPADHI..
  I felt like I am now in my own village, and I am of 5 years child…by reading this I remember all the OLD things, you have mentioned..properly…selection of Proper Words ..and Prash…ADBHUT chhe.Congratulations.

 21. Victor Macwan
  Posted ડિસેમ્બર 15, 2010 at 11:25 પી એમ(pm) | Permalink

  Snehi shri Panchambhai,
  Also I like the Comments of Shri Himanshu Patel, JJ Kishor,Jagadish Christian,Dhruti Modi,Pragnaju(2),Dr.Mahesh Rawal and Shri Kishor Modi..I like and enjoy all the comments… congratulations to all.

 22. himanshupatel555
  Posted ડિસેમ્બર 16, 2010 at 3:21 એ એમ (am) | Permalink

  વિલાયતી આ ટીકડું નૈડું,
  અહીં નૈડું શબ્દ બે રીતે કામ કરે છે
  વિલાયતી દવા નડે અને નૈડૂં નકામું બાળકના અર્થમાં પણ વપરાય છે એ દવા નકામી પણ છે
  નૈડા જેવી અને એ નૈડા જેવીજ નડે….

 23. Posted ડિસેમ્બર 16, 2010 at 4:52 એ એમ (am) | Permalink

  કવિતમાં નાવિન્ય, લોકબોલી, મંદમંદ પવનની લહેરખી જેવો લય,
  સંવેદનો રજુ કરવાની એક ધારદાર શૈલી- કહેવું પડે પંચમભાઈ !

  સુંદર મઝાની આસ્વાદ્ય ગઝલ વાંચીને આનંદ થયો.

  અભિનંદન !

 24. readsetu
  Posted ડિસેમ્બર 16, 2010 at 5:04 પી એમ(pm) | Permalink

  તમારી કવિતા તો હંમેશા લાજવાબ હોય છે.. એમ જ આ પણ… !! સલામ !!

  પણ એક વાત

  આખી ગઝલના પૂ…રા તળપદા માહોલમાં ‘ઉત્ક્રાંતિ’ શબ્દ બંધ બેસે છે ?

  લતા હિરાણી

 25. readsetu
  Posted ડિસેમ્બર 16, 2010 at 5:06 પી એમ(pm) | Permalink

  આમ તો આખું ‘અગ્નિ શોધી ઉત્ક્રાંત’

  Lata Hirani

 26. Posted ડિસેમ્બર 16, 2010 at 11:31 પી એમ(pm) | Permalink

  તન તોડીને બધી ઇન્દ્રિયું ખોડી ખાંભે,
  મન મારી જ્યાં મને’ય મચૈડ્યું, થઈ ઉપાધી!
  પુરાતન પ્રાદેશિક શબ્દ છતાં નિત્ય નુતન લાગે છે તમારી કવિતા હ્યુમર અને ગહન છે માણવી ગમે તેવી છે

 27. vishveshavashia
  Posted ડિસેમ્બર 17, 2010 at 2:17 પી એમ(pm) | Permalink

  Lovely twist at the end! Almost thought it was a Hazal…

  oh btw, loved the word ‘ટીકડું’.Rather the Ghazal had me at hello with ‘વિલાયતી આ ટીકડું નૈડું’

 28. Posted ડિસેમ્બર 17, 2010 at 2:32 પી એમ(pm) | Permalink

  સરસ નવો ચીલો ચાતર્યો…અને મઝાનો રદીફ….વાહ વાહ મઝા આવી

 29. Posted ડિસેમ્બર 17, 2010 at 9:09 પી એમ(pm) | Permalink

  નાવીન્યસભર રચના. મઝાનો રદીફ

 30. Posted ડિસેમ્બર 18, 2010 at 7:44 એ એમ (am) | Permalink

  અગ્નિ શોધી ઉત્ક્રાંત થવું’તું પણ અટકી ગ્યા,
  ચીલે ચીલે ચાલ્યું પૈડું, થઈ ઉપાધી!

  તન તોડીને બધી ઇન્દ્રિયું ખોડી ખાંભે,
  મન મારી જ્યાં મને’ય મચૈડ્યું, થઈ ઉપાધી!

  *****

 31. Ramesh Patel
  Posted ડિસેમ્બર 19, 2010 at 11:06 પી એમ(pm) | Permalink

  નૈડું ,પૈડું કરતા કરતા ઘૈડુ..ધૈડિયાના જમાનાને ગઝલથી ઝૂલાવી દીધો. સરસ લોક સંસ્કૃતિને
  ઝીલવાની તાલાવેલી ,વિલાયતમાં પણ રંગ લાવે છે.ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 32. Posted ડિસેમ્બર 21, 2010 at 8:19 પી એમ(pm) | Permalink

  પંચમભાઈ કેવી ગઝલ લખશે એની ધારણા કદી ન રખાય …કારણ હરેક રચના એકદમ નવિન, એકદમ જૂદી અને કશા સાથે સરખાવી ન શકાય તેવી હોય.
  વિલાયતી આ ટીકડું નૈડું, થઈ ઉપાધી,
  ભૂલી ગયા’તા ડોશીવૈદું, થઈ ઉપાધી!
  અને
  અગ્નિ શોધી ઉત્ક્રાંત થવું’તું પણ અટકી ગ્યા,
  ચીલે ચીલે ચાલ્યું પૈડું, થઈ ઉપાધી!
  આ ચાર લીટીમાં માનવની પ્રગતિ અને સમસ્યાના મૂળ વિશેની વાત ખુબ સલુકાઈથી વણી લીધી.
  આગામી રચનાનો ઇંતજાર રહેશે..

 33. Posted ડિસેમ્બર 23, 2010 at 12:00 એ એમ (am) | Permalink

  નવીન ગઝલ બની ..પણ તમારી પાસે તો એજ આશા રખાય..માણી…કાઠીયાવાડી છું એટલે સમજવામાં અઘરી ના પડી..
  આ ભૂલાયેલા શબ્દો યાદ આવી ગયાં..
  સપના

 34. Posted ડિસેમ્બર 23, 2010 at 1:29 એ એમ (am) | Permalink

  વિલાયતી આ ટીકડું નૈડું, થઈ ઉપાધી,
  ભૂલી ગયા’તા ડોશીવૈદું, થઈ ઉપાધી!
  બહુ જ સરસ !

 35. sudhir patel
  Posted ડિસેમ્બર 23, 2010 at 3:47 એ એમ (am) | Permalink

  કવિશ્રી પંચમ ભા (!) નું ભાષાકર્મ ગઝલની બાનીને ચાર ચાંદ લગાવે છે!
  અભિનંદન!!
  સુધીર પટેલ.

 36. Posted ડિસેમ્બર 25, 2010 at 12:23 પી એમ(pm) | Permalink

  બહુ સુક્ષ્મ- શાયર જેવી જ સહજ અને ગહન કૃતિ…પંચમ તમે આગવો ચીલો ચાતર્યો છે અને ખુદ વિલાયતની (શાયરાના) જાદુઈ ટીકડી છો એ નિશ્ચિત!

 37. Posted ડિસેમ્બર 26, 2010 at 2:17 પી એમ(pm) | Permalink

  છાણે ચડાવી વીંછીને જ્યાં હરખાતા’તા,
  કૈંક કોથળામાંથી કૈડ્યું, થઈ ઉપાધી!

  અગ્નિ શોધી ઉત્ક્રાંત થવું’તું પણ અટકી ગ્યા,
  ચીલે ચીલે ચાલ્યું પૈડું, થઈ ઉપાધી

  waah dada

 38. Posted ડિસેમ્બર 31, 2010 at 6:57 એ એમ (am) | Permalink

  વાહ જનાબ… હળવે તે હાથ નાથ મહીડા વલોવજો… આવું પણ લખી જાણો છો!! મજા આવી ગઈ…

  સુરતી છું એટલે ચાલ્યુંની જગ્યાએ ચાઈલું સુચવવાનું મન થાય છે…

  • Posted ડિસેમ્બર 31, 2010 at 3:11 પી એમ(pm) | Permalink

   આભાર વિવેકભાઈ, એ શેર માટે લતાબેન અને તમારા સૂચનને ધ્યાનમાં લઈ જરૂરી ફેરફાર માટે પ્રયત્ન કરીશ.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: