અનુગ્રહ

♥ પંચમ શુક્લ

શું દેશ છોડ્યો એની અગન કે કવનની મ્હેર હશે?
આટઆટલાં પ્રલોભનો વચ્ચેય મનની મ્હેર હશે!

જો! પર્ણ ઊછળીને ચૂમે છે ગુલાબનો ચહેરો,
કાંટાની બીક નીકળી હશે ને પવનની
મ્હેર હશે!

કોને ખબર હતી કે નમાયું શતાયુ કહેવાશે?
આ ખુલ્લા નભની સાથે ધરાના જતનની
મ્હેર હશે!

જન્મ્યા હતા એ દેશ જવાનો મળ્યો છે પરવાનો,
એની કચેરીની તો ખરી પણ વતનની
મ્હેર હશે.

ઢંઢોળે કાળ પોતે છતાં ના કશી ખલેલ પડે,
શ્રદ્ધા છે એટલી કે એ છેલ્લા શયનની
મ્હેર હશે.

૬/૬/૨૦૧૦

છંદોવિધાનઃ ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગાલલગા/ગાગાગા

33 Comments

 1. sudhir patel
  Posted ડિસેમ્બર 1, 2010 at 12:55 એ એમ (am) | Permalink

  What a wonderful Ghazal?!
  Really enjoyed it completely!!
  Sudhir Patel.

 2. શિતલ જોશી
  Posted ડિસેમ્બર 1, 2010 at 1:15 એ એમ (am) | Permalink

  ખુબ સરસ ગઝલ.વાહ..!!

  જો! પર્ણ ઊછળીને ચૂમે છે ગુલાબનો ચહેરો,
  કાંટાની બીક નીકળી હશે ને પવનની મ્હેર હશે!

  આ શેર ખુબ ગમ્યો. ..!!

 3. bharat vinzuda
  Posted ડિસેમ્બર 1, 2010 at 4:27 એ એમ (am) | Permalink

  saras rachna…

 4. Posted ડિસેમ્બર 1, 2010 at 4:50 એ એમ (am) | Permalink

  મહેર હશે જેવા રદીફ સાથે સુંદર ગઝલ! મને મક્તાનો શેર વિશેષ ગમી ગયો.

 5. Posted ડિસેમ્બર 1, 2010 at 5:00 એ એમ (am) | Permalink

  ઢંઢોળે કાળ પોતે છતાં ના કશી ખલેલ પડે,
  શ્રદ્ધા છે એટલી કે એ છેલ્લાં શયનની મ્હેર હશે.

  વાહ … મજાની ગઝલ

 6. Posted ડિસેમ્બર 1, 2010 at 5:18 એ એમ (am) | Permalink

  સરસ ગઝલ પંચમદા…ઘણાંસમય પછી આટલી સરસ ગઝલ વાંચી અને રદિફ ગમી ગયો..
  સપના

 7. Posted ડિસેમ્બર 1, 2010 at 8:44 એ એમ (am) | Permalink

  જો! પર્ણ ઊછળીને ચૂમે છે ગુલાબનો ચહેરો,
  કાંટાની બીક નીકળી હશે ને પવનની મ્હેર હશે!

  superb !

 8. Rakesh Thakkar
  Posted ડિસેમ્બર 1, 2010 at 11:41 એ એમ (am) | Permalink

  very good gazal
  વાહ
  જન્મ્યા હતા એ દેશ જવાનો મળ્યો છે પરવાનો,
  એની કચેરીની તો ખરી પણ વતનની મ્હેર હશે.

 9. Posted ડિસેમ્બર 1, 2010 at 12:51 પી એમ(pm) | Permalink

  જો! પર્ણ ઊછળીને ચૂમે છે ગુલાબનો ચહેરો,
  કાંટાની બીક નીકળી હશે ને પવનની મ્હેર હશે

  ઢંઢોળે કાળ પોતે છતાં ના કશી ખલેલ પડે,
  શ્રદ્ધા છે એટલી કે એ છેલ્લાં શયનની મ્હેર હશે

  સાચે જ સુંદર અને ઝીણું નકશીકામ થયું છે પંચમભાઈ, ગમ્યું.

 10. Posted ડિસેમ્બર 1, 2010 at 12:56 પી એમ(pm) | Permalink

  વાહ…પંચમભાઇ,
  નખશિખ નક્શીદાર કવિકર્મના પરિપાકરૂપે સાંપડી સુંદર
  આસ્વાદ્ય ગઝલ.
  -અભિનંદન.

 11. Posted ડિસેમ્બર 1, 2010 at 1:20 પી એમ(pm) | Permalink

  Very Nice Gazal !!!

 12. Posted ડિસેમ્બર 1, 2010 at 3:18 પી એમ(pm) | Permalink

  શું દેશ છોડ્યો એની અગન કે કવનની મ્હેર હશે?
  આટઆટલાં પ્રલોભનો વચ્ચેય મનની મ્હેર હશે!

  – સરસ !

 13. Posted ડિસેમ્બર 1, 2010 at 5:20 પી એમ(pm) | Permalink

  ઢંઢોળે કાળ પોતે છતાં ના કશી ખલેલ પડે,
  શ્રદ્ધા છે એટલી કે એ છેલ્લાં શયનની મ્હેર હશે.

  સુંદર ગઝલ માણવા મળી. આભાર અને અભિનંદન.

 14. Posted ડિસેમ્બર 1, 2010 at 5:32 પી એમ(pm) | Permalink

  મઝાની ગઝલ
  જો! પર્ણ ઊછળીને ચૂમે છે ગુલાબનો ચહેરો,
  કાંટાની બીક નીકળી હશે ને પવનની મ્હેર હશે!

  કોને ખબર હતી કે નમાયું શતાયુ કહેવાશે?
  આ ખુલ્લાં નભની સાથે ધરાનાં જતનની મ્હેર હશે!
  વાહ
  ઘણાં લોકોની દિલમાંથી ’કસક’ નીકળી જતી હોય છે તે જો પીડા અર્થના સંદર્ભમાં હોય તો તેમને અભિનંદન અને સહાનુભૂતિ અર્થના સંદર્ભમાં હોય તો તેમને માટે સહાનુભૂતિની લાગણી થયાં વગર ન રહે.

 15. Posted ડિસેમ્બર 1, 2010 at 10:17 પી એમ(pm) | Permalink

  આ એક ગઝલનું વજન મારે મન પાંચ ગઝલ જેટલુ છે. એકાદ શેર પણ નબળો તો નહીં, ને બીજા શેરથી
  ઊતરતો પણ નહીં !!! અંગત ફેવરિટ? તો કહું આઃ

  ઢંઢોળે કાળ પોતે છતાં ના કશી ખલેલ પડે,
  શ્રદ્ધા છે એટલી કે એ છેલ્લાં શયનની મ્હેર હશે.

  -ભરત ત્રિવેદી

 16. Ramesh Patel
  Posted ડિસેમ્બર 2, 2010 at 4:02 એ એમ (am) | Permalink

  શું દેશ છોડ્યો એની અગન કે કવનની મ્હેર હશે?
  આટઆટલાં પ્રલોભનો વચ્ચેય મનની મ્હેર હશે!

  – સરસ મઝાની ગઝલ.અભિનંદન
  Ramesh Patel(Aakashdeep)

 17. Posted ડિસેમ્બર 2, 2010 at 2:19 પી એમ(pm) | Permalink

  સાંગોપાંગ સરસ ગઝલ …મઝા આવી ગઇ…દરેક શેર સરસ બન્યા છે. .વાહ વાહ

 18. Posted ડિસેમ્બર 3, 2010 at 5:09 એ એમ (am) | Permalink

  જન્મ્યા હતા એ દેશ જવાનો મળ્યો છે પરવાનો,
  એની કચેરીની તો ખરી પણ વતનની મ્હેર હશે….:)

  welcome to India !

 19. Kirtikant Purohit
  Posted ડિસેમ્બર 3, 2010 at 7:04 એ એમ (am) | Permalink

  પંચમભાઇ. આપનો સાત્વિક ઝુરાપો હ્રદયસ્પર્શી રહ્યો. દરેક શેરમાં તેની આગવી અસર ઉપજાવવાનું કૌવત છે.વાહ ભૈ…

 20. readsetu
  Posted ડિસેમ્બર 3, 2010 at 10:22 એ એમ (am) | Permalink

  ગઝલ સરસ બની છે, બહુ સરસ બની છે, એવું શું કહેવાનું ? આવા શબ્દોથી તમારી ગઝલો મપાય નહિ. હમણાં જ રાજેન્દ્રભાઇ શુક્લને મળવાનું થયું હતું. એ વખતે મનમાં ઊગ્યું હતું કે તમારો સિતારો એમનાથી ઊંચે જવા સંભવ છે… અગણિત શુભેચ્છાઓ…..

  લતા હિરાણી


  લતાબેન, આપના જેવા વડીલ મિત્રોની શુભેચ્છઓ અમૂલ્ય છે. મારા માટે કવિતા એક પ્રિય હોબી ખરી, પણ આમ તો અત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા પાર્ટટાઈમ કવિઓ/ગઝલકારોની જેમ રિક્રિએશનલ એક્ટિવિટિ જ કહેવાય. કાકાની જેમ માત્ર શબ્દના ખોળે ધૂણી ધખાવીને બેસવાનું ગજું અત્યારે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ કવિનું હશે. એમાં મારી શું વિસાત.

  પંચમ

 21. Posted ડિસેમ્બર 4, 2010 at 2:57 એ એમ (am) | Permalink

  ઘરઝુરાપો સ્વયં ગઝલનો શબ્દ થઈ ગયો
  અને દરેક શેર અનુગ્રહ..દેહાંતર ખૂબ ગમ્યું.

 22. Dhruti modi
  Posted ડિસેમ્બર 4, 2010 at 7:46 પી એમ(pm) | Permalink

  સંપૂર્ણ ગઝલ. દરેક શે’ર પોતાનો અાગવો મિજાજ વ્યકત કરે છે.

 23. Posted ડિસેમ્બર 5, 2010 at 2:45 પી એમ(pm) | Permalink

  Read some of your poems. Was impressed by variety of themes and “Chhandobhadh” use of words.

 24. kishoremodi
  Posted ડિસેમ્બર 6, 2010 at 1:21 એ એમ (am) | Permalink

  નખશિખ સુંદર ગઝલ મક્તાના ઉત્તમ શે’ર સાથે.

 25. Posted ડિસેમ્બર 6, 2010 at 4:11 પી એમ(pm) | Permalink

  પંચમ, રાજેન્દ્ર કાકાની જેમ તું પણ દાહોદનું ગૌરવ સાબિત થઇ ચુક્યો છે. તેમ કહેવાની જરૂર ખરી.? તારો વતન પ્રેમ અહી સ-રસ રીતે છલકાય છે…ગઝલ-સમ્રાટ થવા માટે ની સહ-હૃદય શુભેચ્છાઓ.

 26. Posted ડિસેમ્બર 7, 2010 at 3:15 એ એમ (am) | Permalink

  ઢંઢોળે કાળ પોતે છતાં ના કશી ખલેલ પડે,
  શ્રદ્ધા છે એટલી કે એ છેલ્લાં શયનની મ્હેર હશે.

  વાહ.

 27. Posted ડિસેમ્બર 7, 2010 at 9:50 પી એમ(pm) | Permalink

  જન્મ્યા હતા એ દેશ જવાનો મળ્યો છે પરવાનો,
  એની કચેરીની તો ખરી પણ વતનની મ્હેર હશે! સુંદર ગઝલ!

 28. Posted ડિસેમ્બર 8, 2010 at 2:06 પી એમ(pm) | Permalink

  ઢંઢોળે કાળ પોતે છતાં ના કશી ખલેલ પડે,
  શ્રદ્ધા છે એટલી કે એ છેલ્લાં શયનની મ્હેર હશે

  વાહ!

 29. Posted ડિસેમ્બર 12, 2010 at 3:48 પી એમ(pm) | Permalink

  જો! પર્ણ ઊછળીને ચૂમે છે ગુલાબનો ચહેરો,
  કાંટાની બીક નીકળી હશે ને પવનની મ્હેર હશે

  ઢંઢોળે કાળ પોતે છતાં ના કશી ખલેલ પડે,
  શ્રદ્ધા છે એટલી કે એ છેલ્લાં શયનની મ્હેર હશે

  વાહ!…પંચમભાઇ,અત્યંત સુંદર … આપની તો વાત જ નોખી છે …. હંમેશા ખુબજ સુંદર લખો છો …..
  http://piyuninopamrat.wordpress.com/

 30. Posted ડિસેમ્બર 13, 2010 at 6:37 એ એમ (am) | Permalink

  મને તો આ શે’ર સૌથી વધુ ગમ્યો!

  કોને ખબર હતી કે નમાયું શતાયુ કહેવાશે?
  આ ખુલ્લાં (ખુલ્લા?) નભની સાથે ધરાનાં જતનની મ્હેર હશે!

  ઘણી વખત મારા જીવનનો વિચાર કરતાં મને ધીરા ભગતની પંક્તિઓ યાદ આવે:
  “નિભાડા માંહે બચાવિયા તેં માર્જારીનાં બાળ,
  ટિટોડીનાં ઇંડાં ઊગાર્યા, એવા છો રાજન રખવાળ!”

  આ શે’ર એ ભાવને નિરીશ્વર દૃષ્ટિકોણથી સરસ રીતે ઝીલે છે.

  મક્તા પણ બહુ સરસ છે:
  ઢંઢોળે કાળ પોતે છતાં ના કશી ખલેલ પડે,
  શ્રદ્ધા છે એટલી કે એ છેલ્લાં શયનની મ્હેર હશે

  • Posted ડિસેમ્બર 15, 2010 at 11:24 પી એમ(pm) | Permalink

   કોને ખબર હતી કે નમાયું શતાયુ કહેવાશે?
   આ ખુલ્લાં (ખુલ્લા?) નભની સાથે ધરાનાં જતનની મ્હેર હશે!

   અનુસ્વારની ભૂલ સુધારી લીધી છે.

 31. Posted ડિસેમ્બર 18, 2010 at 2:38 પી એમ(pm) | Permalink

  Panchambhai,

  Trust all is well with you!. Couldn’t understand the sher below. Mind helping?

  “કોને ખબર હતી કે નમાયું શતાયુ કહેવાશે?
  આ ખુલ્લા નભની સાથે ધરાના જતનની મ્હેર હશે!”

  –Vishvesh

  • Posted ડિસેમ્બર 18, 2010 at 2:39 પી એમ(pm) | Permalink

   એક સરળ અર્થ ….

   નમાયું હોય એને આભનું છત્ર જ હોય અર્થાત ઉપર વાળા પિતાનું છત્ર, પણ આમતો એ નામનું જ ને … કેમ કે ‘મા તે મા’ . પણ જો નમાયું જીવે/ફૂલે-ફળે તો એમાં ધરતીને ‘મા’ કહીએ છીએ એ સાર્થક થયું એમ કહી શકાય.

   જો કે આ બહુ સિમિત રીતે 1+1=2 ની જેમ સમજાવવા પૂરતું જ બાકી હજી બૃહફ ફલક પર વિચારી શકાય….કયારેક કવિતાને માત્ર એક જ અર્થમાં વિચારવી મુલવવી બહુ જોખમી હોય છે. અને એટલે જ સારા કવિઓનો આસ્વાદ કરાવે ત્યારે એ પણ કવિતા જેવો જ રાખે!

   હકીકતે જ્યારે શેર આવે છે ત્યારે આ કશા વિચાર હોતા નથી બસ લખાઈ જાય કદાચ આ બધું બેકગ્રાઉન્ડમાં ચાલતું હોય…


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: