એવાં કેવાં ઘેનમાં ?

♥ પંચમ શુક્લ

ના એનું દેખવું ઓછું થાય;
ના એનું દાઝવું ઓછું થાય,
એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય? એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય?

ના એનું ઊઠવું ઓછું થાય;
ના એનું બેસવું ઓછું થાય,
એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય? એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય?

ના એનું ઊંઘવું ઓછું થાય;
ના એનું જાગવું ઓછું થાય,
એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય? એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય?

ના એનું રેલવું ઓછું થાય;
ના એનું છેલવું ઓછું થાય,
એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય? એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય?

ના એનું ખૂલવું ઓછું થાય;
ના એનું ખીલવું ઓછું થાય.
એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય? એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય?

ના એની અગની ઓછી થાય;
ના એની લગની ઓછી થાય,
એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય? એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય?

ના એની સાન પણ ઓછી થાય;
ના એનું ભાન પણ ઓછું થાય.
એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય? એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય?

ના એની કોર ક્યહીં દેખાય;
ના એનો છોર ક્યહીં દેખાય,
એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય? એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય?

ફેબ્રુઆરી ૨૦૧૦


Advertisements

16 Comments

 1. Sudhir Patel
  Posted November 1, 2010 at 1:09 am | Permalink

  વાહ! સુંદર લયાત્મક સ્વભાવોક્તિ!!
  સુધીર પટેલ.

 2. readsetu
  Posted November 1, 2010 at 5:48 am | Permalink

  આ ઘેઘુર ઘેન પ્રણયનાં જ ..

  Lata Hirani

 3. Kirtikant Purohit
  Posted November 1, 2010 at 7:49 am | Permalink

  ના એની કોર ક્યહીં દેખાય;
  ના એનો છોર ક્યહીં દેખાય,
  એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય? એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય?

  ખરેખર તમારું ઘેન અમને પણ ઘેરી લે તેવી માતબર ગઝલ થૈ છે. દીવાળી મુબારક.

 4. Posted November 1, 2010 at 2:31 pm | Permalink

  પંચમજી.
  મજાની રચના. ખુશ થઈ ગયા.

 5. pragnaju
  Posted November 1, 2010 at 5:03 pm | Permalink

  સબમીટનો પ્રશ્ન છે.ગઈ કોમેંટ આ રીતે જ મોકલી હતી તે પણ સબમીટ કરશો

  ના એની અગની ઓછી થાય;
  ના એની લગની ઓછી થાય,
  એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય? એવાં ક્યા ઘેનમાં એ ઘેરાય?
  સુંદર
  શ્રેષ્ઠ બનવા આ૫ણી ઊણ૫ અને વિચારોમાં શું ભૂલ છે એ પ્રકારના સતત મનનથી અને આમ કેમ એ વિચારધારાને આગળ વધારવાથી જીવનમાં એક નવો પ્રકાશ મળતો રહેશે. સમસ્યાઓને કેવી રીતે હલ કરવી એ પ્રકાશ મળતો રહેશે. કેમ અને કેવી રીતે એ વિચારોના વિકાસનો મૂળ મંત્ર છે.

  એને જીવનમાં ઉતારી, અ૫નાવી એનો લાભ ઉઠાવી આ૫ણે શ્રેષ્ઠ વિચારક બની શકીએ. હંમેશા સારું, શ્રેષ્ઠ અને હકારાત્મક વિચારો. તમે મહાન વિચારક બની જીવનને મહાન બનાવી શકશો. જે જેવું વિચારે છે તે તેવો જ બની જાય છે

 6. Posted November 1, 2010 at 5:30 pm | Permalink

  સરસ ભાવસભર કાવ્ય

 7. Posted November 2, 2010 at 12:35 am | Permalink

  લહેકેદાર કાવ્ય માણવાનું ગમ્યું. જો આનું કોઈ સ્વરાંકન કરે તો બહુ સરસ થઈ શકે.

 8. Posted November 4, 2010 at 5:21 am | Permalink

  પંચમભાઈ,
  સુંદર ગીત! જગદીશભાઈની વાત સાચી છે. છેવટે તમારા મનમાં રહેલ લયની ઓડિયો પણ મૂકો! મારા મનમાં જે તરજ આવે છે તે હીંચમાં બેસે છે અને “એ” શબ્દ બંગાળીની જેમ લઘુ ઉચ્ચારણ કરવો પડે છે.
  મને ગમ્યું એ કે આ કાવ્ય તો સીધી છાંદોગ્ય ઉપનિષદની સાબિતી! એક પંખી ઘેનમાં તો ઘેરાય પણ બીજું પંખી એના વિષે કવિતા પણ લખે!

 9. bharat trivedi
  Posted November 5, 2010 at 4:32 pm | Permalink

  સરસ રચના છે. ચાર ને પાંચ ભરતીના લાગે છે. બાકી તો નખશીખ સુંદર.

  ભરત ત્રિવેદી

 10. himanshupatel555
  Posted November 6, 2010 at 1:44 am | Permalink

  pramath
  પંચમભાઈ,
  સુંદર ગીત!
  Jagadish Christian
  લહેકેદાર કાવ્ય…
  Kirtikant Purohit
  ખરેખર તમારું ઘેન અમને પણ ઘેરી લે તેવી માતબર ગઝલ થૈ છે.
  પંચમ શુક્લ
  posted on November 1, 2010 at 12:00 am and filed under અંગત, કાવ્ય.
  પંચમભાઈ તમે કયો કાવ્ય પ્રકાર સર્જ્યો છે?
  પ્રાસાનુપ્રાસ અને પ્રશ્નના પુનરાવર્તનથી અનૂભૂતિને ઘૂંટી ઘૂંટી પ્રેમના ઘેનને ઘનિભૂત કર્યો છે અને સમસ્ત કાવ્યમાં લય ધીરગંભીર
  અને સૂસ્તીથી ચાલે છે જે ઘેનને વધરે ગોરંભે છે…

 11. Ramesh Patel
  Posted November 8, 2010 at 2:33 am | Permalink

  શ્રી પંચમભાઈ…Happy New year
  સરસ લય અને ઝલક.મજા પડે તેવું, નવલા વર્ષે.
  ડો.શ્રી રાજેન્દ્રભાઈએ ઓળખાણ આપી..ખૂબ જ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 12. Posted November 8, 2010 at 10:28 am | Permalink

  ખુબ જ સરસ રચના … લયબધ્ધ છે.. ગાઇ શકાય ….દીલીપભાઇ ગજ્જર સારુ ગાય છે પ્રયત્ન કરવા જેવો છે….

 13. Posted November 10, 2010 at 3:57 am | Permalink

  પંચમદા સરસ પંચમ સૂર લાવે તેવું કાવ્ય!!પણ એક પ્રશ્ન..આ કયા છંદમા અને ક્યો કાવ્ય પ્રકાર કહેવાય? મારી જાણ ખાતર..
  સપના

  • Posted November 10, 2010 at 7:58 pm | Permalink

   કોઈક ક્ષણે, મનોલય મુજબ એક ગણગણાટ રૂપે ઉતરી આવેલી આ કૃતિને સ્વરૂપ, છંદ, લય કશુંય બાધક ન બને એ રીતે યથાતથ પ્રકટ કરી છે.

 14. Dhruti modi
  Posted December 4, 2010 at 7:56 pm | Permalink

  ગેય તત્વથી ભરેલું કાવ્ય ધણું જ ગમ્યું, ગણગણવાનું મન થાય એવું છે.

 15. kishoremodi
  Posted December 6, 2010 at 1:34 am | Permalink

  મનને ગમે તેવી સ-રસ રચના


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: