અંતઃપ્રભા

♥ પંચમ શુક્લ

આલાપવા હું આવી છું
ગાન જિંદગીનું;
એનું પ્રમાણ પહેલું, આ મારું ગણગણવું!

આવી છું પ્રેમ કરવા
વૈવિધ્યને જીવનનાં;
એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ ધબકવું!

ઈચ્છું છું આપવા હું
નિર્મળ નીરોગી જીવન;
એનું પ્રમાણ પહેલું, આ સ્વસ્થ ખુદ વિહરવું!

સહુના હૃદયકમલનાં
દલ દલ ઉપર વસું છું;
એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પમરવું!

પ્રગટાવવા હું આવી છું
પ્રાણ જિંદગીનાં;
એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પ્રગટવું!

* વિમલાતાઈને અર્પણ

28 Comments

 1. Posted ઓગસ્ટ 18, 2007 at 7:40 પી એમ(pm) | Permalink

  સુંદર અર્પણ… સરસ કાવ્ય!

  આનો લય પણ મજાનો લાગ્યો… આનાં છંદની સમજ આપશો?

  ———–

  આમાં ‘ગાગા લગા લગાગા’ ના આવર્તન પકડી શકાશે.

 2. Posted ઓગસ્ટ 15, 2010 at 2:44 એ એમ (am) | Permalink

  very nice…liked it…sweet and simple

 3. sudhir patel
  Posted ઓગસ્ટ 15, 2010 at 3:50 એ એમ (am) | Permalink

  Very nice poem!
  Sudhir Patel.

 4. Posted ઓગસ્ટ 15, 2010 at 5:23 એ એમ (am) | Permalink

  સરસ કાવ્ય..

  ૬૪ માં સ્વાતંત્ર્ય દીવસના હાર્દીક અભીનંદન…

 5. Kirtikant Purohit
  Posted ઓગસ્ટ 15, 2010 at 3:41 પી એમ(pm) | Permalink

  A great tribute to Vimalatai on the Independence day.She used to come to our school in Bomaby during ‘Bhudan’days.
  I still cherish the memmory of meeting her in Abu around 2005.She was a great soul and enlightened person.

  The poem is so lyrical that it flows like memmory of Tai.

  Panchambhai, simply great!!!!!

 6. readsetu
  Posted ઓગસ્ટ 15, 2010 at 5:00 પી એમ(pm) | Permalink

  very nice Panchambhai

 7. Posted ઓગસ્ટ 15, 2010 at 5:09 પી એમ(pm) | Permalink

  સહુના હૃદયકમલનાં દલ દલ ઉપર વસું છું;
  એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પમરવું!

  પ્રગટાવવા હું આવી છું પ્રાણ જિંદગીનાં;
  એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પ્રગટવું!

  મધુરું કાવ્ય-તર્પણ …

 8. Posted ઓગસ્ટ 15, 2010 at 7:25 પી એમ(pm) | Permalink

  સુંદર અંતઃપ્રભા…ની અભિવ્યક્તિ.
  અંતિમ બંધ અને એમાંય અંતિમ પંક્તિ આખી રચનાનો જાણે અર્ક…
  -ગમ્યું.

 9. Posted ઓગસ્ટ 15, 2010 at 10:16 પી એમ(pm) | Permalink

  અંતઃપ્રભા…
  પ્રગટાવવા હું આવી છું પ્રાણ જિંદગીનાં;
  એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પ્રગટવું!
  આવી છું પ્રેમ કરવા
  વૈવિધ્યને જીવનનાં;….Really comes out
  and touches.
  Ramesh Patel(Aakashdeep)

 10. ’પ્રમથ’
  Posted ઓગસ્ટ 16, 2010 at 4:23 એ એમ (am) | Permalink

  સુંદર જીવનને સુંદર અંજલિ!

 11. Bhavesh Dharmani
  Posted ઓગસ્ટ 16, 2010 at 10:21 એ એમ (am) | Permalink

  Too glad to see ur latest creation: AntahPrabha.
  Not just because of its simple and heart touching shabdadeh.
  It has possibaly revealed a part of u which I was not aware of. Possibally, the outflow (of AntahPrabha) has been possible, because u would have read or met her quite a lot, and ur own journey to understand life has been enriched by her. I would be interested, if u may share these in detail, with me.

  Whether u know it or not, since in 2nd year of college, i have been reading J. Krishnamurthy, a lot. I have never met Vimalaji, but read many of her books and her biography by Kishor Mashruwala. And definitely, I have been greatly inspired by her writings and have lots of respect and gratitude for this great, enlihgten soul.

  Eager to share with u more….

 12. himanshupatel555
  Posted ઓગસ્ટ 17, 2010 at 2:12 એ એમ (am) | Permalink

  કાવ્યબાનીમાં સરળતા અને સાદગી હોવાને કારણે
  નિખાલસતા પમરે છે.

 13. રાકેશ ઠક્કર, વાપી.
  Posted ઓગસ્ટ 17, 2010 at 5:31 એ એમ (am) | Permalink

  દિલને સ્પર્શતી રચના.

 14. dhruti modi
  Posted ઓગસ્ટ 17, 2010 at 8:02 પી એમ(pm) | Permalink

  સુંદર રીતે શબ્દોનો ઉપયોગ.પ્રમાણને તો ખૂબ જ સરસ રીતે સિધ્ધ કર્યુ છે.સરળ બાનીની સુંદરતા.

 15. gdesai
  Posted ઓગસ્ટ 19, 2010 at 9:51 પી એમ(pm) | Permalink

  પ્રગટાવવા હું આવી છું
  પ્રાણ જિંદગીનાં;
  એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પ્રગટવું!

  આ બધાં જ ઉદ્ગારો આપણામાં રહેલી ચેતનાના જ છે ને ?
  જે જતાં જતાં પણ કહેતી જાય છે કે

  હવે હું જાઉં છું છે મારે કાંઇ નવું સર્જવું

 16. Posted ઓગસ્ટ 21, 2010 at 4:45 એ એમ (am) | Permalink

  મા.શ્રી પંચમ શુક્લજી

  “સહુના હૃદયકમલનાં
  દલ દલ ઉપર વસું છું;
  એનું પ્રમાણ પહેલું,આ મારું ખુદ પમરવું! ”
  પ્રગટાવવા હું આવી છું
  પ્રાણ જિંદગીનાં;
  એનું પ્રમાણ પહેલું,આ મારું ખુદ પ્રગટવું!”

  સરસ સુંદર,ચેતનામય અર્પણ કાવ્ય!

 17. Posted ઓગસ્ટ 21, 2010 at 4:25 પી એમ(pm) | Permalink

  સહુના હૃદયકમલનાં
  દલ દલ ઉપર વસું છું;
  એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પમરવું!

  પંદમદા સુંદર અર્પણ ગીત.

 18. Posted ઓગસ્ટ 22, 2010 at 8:57 એ એમ (am) | Permalink

  આવી છું પ્રેમ કરવા
  વૈવિધ્યને જીવનનાં;
  એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ ધબકવું!

  Rapchik…

 19. chandravadan
  Posted ઓગસ્ટ 23, 2010 at 11:13 પી એમ(pm) | Permalink

  Very touching !
  Nice !
  Liked it !
  Dr. Chandravadan Mistry (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Panchambhai…Thanks for your last visit & comment for the Varta..Hope to see you for the HEALTH Post !

 20. mukesh joshi
  Posted ઓગસ્ટ 25, 2010 at 4:02 એ એમ (am) | Permalink

  enjoyed your poems. keep it up

 21. Posted ઓગસ્ટ 30, 2010 at 3:04 પી એમ(pm) | Permalink

  Very nice. so thoughtful. liked it very much Shuklaji.

 22. Posted સપ્ટેમ્બર 2, 2010 at 2:32 એ એમ (am) | Permalink

  ખૂબ ગમ્યું.

 23. વિહંગ વ્યાસ
  Posted સપ્ટેમ્બર 4, 2010 at 2:32 પી એમ(pm) | Permalink

  સુંદર રચના…..ધન્યવાદ.

 24. Posted ડિસેમ્બર 1, 2010 at 9:44 પી એમ(pm) | Permalink

  પંચમભાઈ,
  મારી કવિતા, ‘એક વેંત ઉંચી’ પરના તમારા મીઠાં પ્રતિભાવનો જવાબ લખતાં પહેલાં તમારો બ્લોગ ફરી જોતી હતી. ર્હદયસ્પર્શી ‘અંતઃપ્રભા’ પર આવતાં વિમલાતાઈનુ નામ જોતા ધક્ કરતી અટકી ગઈ. મારા બાના ગુરુ. http://www.saryu.wordpress.com પર ત્રીજે પાને, A Kiss/એક ચૂમી કાવ્ય સાથે લખાણ પણ છે. જોશો તો આભારી થઈશ.

  સસ્નેહ,
  સરયૂ પરીખ

 25. Posted ડિસેમ્બર 1, 2010 at 10:31 પી એમ(pm) | Permalink

  ૨૬ અને આ સાથે થશે ૨૭મી કોમેન્ટ અને બધી જ પોઝેટિવ! એટલે આના વિષે વિશેષ તો શું કહેવું ?ખૂબ માવજત સાથે સર્જાઈ હશે આ રચના.પંચમભાઈ,તમારા જેમ આટલી સભાનતા પૂર્વક કેટલા કવિ-મિત્રો લખતા હશે? મારું નામ એ લીસ્ટમાં આવે તેમ હું માનતો નથી.

  -ભરત ત્રિવેદી

 26. kishoremodi
  Posted ડિસેમ્બર 6, 2010 at 1:44 એ એમ (am) | Permalink

  સરસ અર્પણ સરસ રચના


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: