મુકતક

♥ પંચમ શુક્લ

ખંધોલો દઈને તું ખેડવ, ખેડવ કમાડ કાઠું,
હૈયામાંથી હેત વહે નિત એવું પછાડ કાઠું.

સુખમાં દુઃખનો, દુઃખમાં સુખનો એવો કરી દે ભેગ,
ક્ષણ પણ ક્ષણમાં રહેવા માગે એવું વિતાડ કાઠું.

૨૮-૦૨-૨૦૧૦

16 Comments

 1. Posted જુલાઇ 18, 2010 at 1:57 એ એમ (am) | Permalink

  સુંદર મુક્તક!

 2. pragnaju
  Posted જુલાઇ 18, 2010 at 6:05 પી એમ(pm) | Permalink

  સુખમાં દુઃખનો, દુઃખમાં સુખનો એવો કરી દે ભેગ,
  ક્ષણ પણ ક્ષણમાં રહેવા માગે એવું વિતાડ કા

  સુંદર
  આત્મા સાથે આત્માની ગતીને સુક્ષ્મ સુખ સાથે જોડી સમગ્ર બ્રહ્માંડનું તાદાત્ય આત્મા સાથે પ્રાપ્ત કરી ત્રણ ભાવ જીવનમાં આપ્યા અને આત્માની ગતિ નિરંજન નીરાકાર બનાવી અને શરીરની ચેતનાને કર્મ સાથે તાદાત્ય કરી અને આત્માને બ્રહ્માંડની ગતી મેળવવાના સ્વરૂપ તરીકે જીવનમાં કર્મ અનુસાર આત્મા સાથે જોડતા ભાવને આધિદેવિક સુખ, આદિ ભૌતિક સુખ અને દૈવિક સુખ દ્વારા જીવન કર્મ સાથે જોડી અને વેદાન્તે ત્રણ સુખ વિવરણ કર્યું.

  જે કર્મ આત્મા સાથે જોડાય જીવનને ગતિ આપે આ માટે કર્મને પ્રકૃતિ સ્વરૂપ ગણી મન-બુઘ્ધિ-માયા દ્વારા કરીએ છીએ. પરંતુ આજ કર્મને આત્મા સ્વરૂપ સુક્ષ્મ સ્વરૂપ કર્મ જોય અને આ યાદી જ પરમેશ્વરને આપે છે. આથી જ કહ્યું છે જીવિત માનવી શુઘ્ધ કર્મને હાંક મારતો જાય છે અને જીવન પથ કાપતો જાય. કર્મનું સ્વરૂપ ગંગા નદી જેવી રીતે સતત વહેતી જ રહે છે અને હૂબલી પાસે સાગરમાં મળે ત્યારે તે પોતાનું અસ્તિત્વ મહાસાગરમાં ભેળવી દે રીતે માનવ જીવન જાગૃત અવસ્થામાં કર્મ કરી અને મૃત્યુ બાદ પરમેશ્વરમાં લીન થાય છે.

 3. Posted જુલાઇ 20, 2010 at 5:17 એ એમ (am) | Permalink

  આ મુક્તક ખરેખર આપણને ઘણું બધું કહી જાય છે.’ક્ષણ પણ ક્ષણમાં રહેવા માગે’ માનવજીવનમાં આવી પરિસ્થિતિનું સર્જન થાય એનાથી વધારે સુંદર શું હોએ શકે? સુખ દૂ:ખ ‘seamless’બની જાય એવું જ ને?

 4. Posted જુલાઇ 20, 2010 at 9:24 એ એમ (am) | Permalink

  સુન્દર પંક્તિઓ ઘણું કહી જાય છન્દબદ્ધ.. લયબદ્ધ..વિચારતા કરી દે મમળાવતા રહેવા મન થાય….

 5. Posted જુલાઇ 20, 2010 at 9:48 પી એમ(pm) | Permalink

  તળપદા શબ્દોની ગૂંથણી જામી છે સરસ પંચમ!

 6. Posted જુલાઇ 22, 2010 at 1:21 એ એમ (am) | Permalink

  સરસ મુકતક ચાર લાઈન જીવન સંદેશ આપી જાય,
  સપના

 7. chandravadan
  Posted જુલાઇ 22, 2010 at 1:25 પી એમ(pm) | Permalink

  હૈયામાંથી હેત વહે નિત…..

  સુખમાં દુઃખનો, દુઃખમાં સુખનો એવો કરી દે ભેગ,……
  These tell a lot !
  NICE !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Pancham…Not seen you on Chandrapukar…hope to see you !

 8. Posted જુલાઇ 24, 2010 at 1:35 એ એમ (am) | Permalink

  so nice as usual…

 9. Posted જુલાઇ 24, 2010 at 4:07 એ એમ (am) | Permalink

  કાઠું કાડવું….અંદર અને બહાર બંન્ને દુનિયામાં
  શ્રી પંચમભાઈ આ શબ્દ દ્વારા ગેહરાઈનો
  અનુભવ દેવા સક્ષમ લાગ્યા.
  રમેશ પટેલ(આકાશદીપ)

 10. Posted જુલાઇ 27, 2010 at 2:17 પી એમ(pm) | Permalink

  very very good.Bahuj saras…..so deep….tells a lot of life.

 11. Posted જુલાઇ 28, 2010 at 11:08 એ એમ (am) | Permalink

  પંચમજી

  અદભુત. અદભુત

  શબ્દોનો વૈભવ અને એક એક શબ્દમાં ભરપૂર ભાવ,તમારી રચના ભલે બે જ પંક્તિની હોય પણ વીસની ગરજ સારે.

 12. Posted જુલાઇ 29, 2010 at 6:29 એ એમ (am) | Permalink

  સુંદર…

 13. Kirtikant Purohit
  Posted ઓગસ્ટ 15, 2010 at 3:51 પી એમ(pm) | Permalink

  Absolute Pleasure (“Ananad”) is in present moment only and you said it so nicely in a poetic way! Enjoyed.

 14. Posted ડિસેમ્બર 1, 2010 at 10:34 પી એમ(pm) | Permalink

  સુંદર!

 15. Dhruti..
  Posted ડિસેમ્બર 5, 2010 at 1:40 એ એમ (am) | Permalink

  સરસ…

 16. Posted એપ્રિલ 20, 2011 at 7:42 એ એમ (am) | Permalink

  nice 6e….


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: