નિદાઘ

♥ પંચમ શુક્લ

સૂર્યનાં કરાળ રૂપે છે નિદાઘ,
યમ સ્વયં વિશાળ રૂપે છે નિદાઘ.
ઓસમાં વરાળ રૂપે છે નિદાઘ.
લૂ-માં સુપ્ત ઝાળ રૂપે છે નિદાઘ.

અંગ પર અળાઈ ખણખણી ઉઠે,
દૂઝતી ટંકશાળ રૂપે છે નિદાઘ.
પ્રાણીમાત્ર કોકડું વળે છતાં,
કૃધ્ધ કોટવાળ રૂપે છે નિદાઘ.

તરબતર પસીને, ક્યાંય ચેન નહીં,
પિંડ પર પસ્તાળ રૂપે છે નિદાઘ.
તન બદનથી દૂર થઈ જવા ચહે,
જાણે ઈંતેકાળ રૂપે નિદાઘ.

(પણ)

જ્યાં સુહાની સાંજની છડી ફરે,
રમ્ય રુદ્રમાળ રૂપે છે નિદાઘ!

૨૭-૦૪-૨૦૧૦

છંદોવિધાનઃ  ગાલગા લગા લગા લગા લગા

નિદાઘઃ  ઉનાળો, ગ્રીષ્મ

Advertisements

28 Comments

 1. pragnaju
  Posted June 15, 2010 at 1:26 am | Permalink

  મઝાનું સૉનેટ
  જ્યાં સુહાની સાંજની છડી ફરે,
  રમ્ય રુદ્રમાળ રૂપે છે નિદાઘ!
  આ પંક્તીઓ સરસ
  યાદ આવી
  अच्छाच्छचन्दनरसार्द्रतरा मृगाक्ष्यो
  धारागृहाणि कुसुमानि च कौमुदी च ।
  मन्दो मरुत्सुमनस: शुचि हम्‌र्यपृष्ठं
  ग्रीष्मे मदं च मदनं च विवर्धयन्ति ॥

  સ્વચ્છ અને આછા ચંદનના લેપથી ભીની ભીની મૃગનયનીઓ, ફુવારા વાળા ભવનો, પુષ્પો તેમજ ચાંદની, મંદ મંદ પવન, માલતીની વેલીઓ અને સ્વચ્છ અગાશી; આ બધું ઉનાળામાં મદને અને મદનને ઉદ્‌દીપિત કરે છે.

 2. Posted June 15, 2010 at 4:42 am | Permalink

  જ્યાં સુહાની સાંજની છડી ફરે,
  રમ્ય રુદ્રમાળ રૂપે છે નિદાઘ!….

  aa pankti gami..

 3. Posted June 15, 2010 at 4:06 pm | Permalink

  દર વખતની જેમ… અલગ.. અનોખું … છતાં વિષયને ન્યાય દેનારું.

 4. jay
  Posted June 15, 2010 at 4:26 pm | Permalink

  very nice panacham bhai

 5. jay
  Posted June 15, 2010 at 4:27 pm | Permalink

  can u give me some idea where i can learn chand to write a gazal

 6. Posted June 15, 2010 at 8:03 pm | Permalink

  પંચમ, ઘણાં વખતે તમારા બ્લૉગની મુલાકાત લીધી.તમારા શબ્દપ્રયોગો અને છન્દની જાળવણી અદભુત છે. નિયમીત “મુક્કાલાત” કરતો રહીશ 🙂

 7. વિહંગ વ્યાસ
  Posted June 16, 2010 at 3:06 am | Permalink

  સરસ ગઝલ-સૉનેટ. ગમ્યું.

 8. Posted June 16, 2010 at 3:58 am | Permalink

  સરસ ગઝલ!!નવા શબ્દો જાણવા મળ્યા અને એનો ઉપયોગ પણા હમેશા લાભદાયી !!કૈક શીખવા મળે!!સપના

 9. Posted June 16, 2010 at 12:05 pm | Permalink

  NICE ONE

  YOU HAVE DONE REALLY A GOOD JOB

  HATS OFF TO YOU !

  PLS VISIT MY BLOG & LEAVE YOUR

  VALUABLE COMMENTS

  SHRAVANKUMAR

 10. Posted June 16, 2010 at 12:51 pm | Permalink

  I’ll visit this again to understand better with dedicated time. Expression looks interesting and deep. Will post the relevent comment again! 🙂

 11. Posted June 17, 2010 at 5:03 am | Permalink

  છંદ, શબ્દ, લય, ગઝલ–કાવ્ય(સોનૅટ)નું સંયોજન…સઘળું નિદાઘ.

  ક્યારેક જ, બહુ ઓછો સંભળાઈ જતો પંચમસુર !!

 12. Posted June 17, 2010 at 10:25 pm | Permalink

  યમ સ્વયં વિશાળ રૂપે છે નિદાઘ…

  સુંદર વાત. ગ્લોબલ વાર્મીંગના પાપે અગનઝાળ વરસાવતો નિદાઘ ખરેખર યમનું વિશાળ સ્વરૂપ હોય એમ ભાસે .. ગુજરાતમાં આ વખતે એનો અહેસાસ થયો.

  જ્યાં સુહાની સાંજની છડી ફરે,
  રમ્ય રુદ્રમાળ રૂપે છે નિદાઘ!

  અદભુત … ખુબ ગમ્યું.

 13. Posted June 19, 2010 at 6:17 am | Permalink

  સુંદર ગઝલ-સૉનેટ.. ગમી જાય એવો પ્રયોગ…

  યમ સ્વયં વિશાળ રૂપે છે નિદાઘ
  – વાહ ! ક્યા બાત હૈ દોસ્ત!!!

 14. Posted June 19, 2010 at 10:01 am | Permalink

  waaaah !

  ramya unaalo !! 🙂

 15. Posted June 19, 2010 at 6:07 pm | Permalink

  વાહ પંચમભાઈ તમારી બધી રચનાઓમાં વિષયને વણાયેલી શબ્દોની વિવિધતા મનોરમ્ય હોય છે.

  યમ સ્વયં વિશાળ રૂપે છે નિદાઘ
  કઠોરતા પણ કાળઝાળ છે.

 16. Posted June 21, 2010 at 12:23 am | Permalink

  સુંદર અને નવીન!ભર ઉનાળે શીતળતાનો સ્પર્શ કરાવે તેવી રચના.

 17. Posted June 21, 2010 at 4:16 pm | Permalink

  પણ)

  જ્યાં સુહાની સાંજની છડી ફરે,
  રમ્ય રુદ્રમાળ રૂપે છે નિદાઘ!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pancham…Your Rachana is nice !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Pancham….Inviting YOU & your READERS to Chandrapukar !!

 18. sudhir patel
  Posted June 24, 2010 at 11:00 pm | Permalink

  Whenever I visit your blog, always read something new and experimental!
  I enjoyed your Gazal-Sonnet!
  Sudhir Patel.

 19. himanshupatel555
  Posted June 25, 2010 at 12:16 am | Permalink

  ઘણા બધાં ળ થી ઉદભવેલો ઊનાળો અને તેની
  દગ્ધતા છેવટે માત્ર એક ‘ રમ્ય ‘ શબ્દથી પરિવર્તન પામી એક નક્કર સ્વેરુપમાં તેની ઐતિહસિક
  રમ્યતા સાથે સામે ઊભો રહી જાય છે..ઉત્કીર્ણ.

 20. Kirtikant Purohit
  Posted June 25, 2010 at 9:07 pm | Permalink

  Very nice RACHANA with new traditions and fresh imaginations enveloped in equally fresh words.

  La tradition Panchambhai!!! WAH..!!!

 21. Posted June 30, 2010 at 10:10 pm | Permalink

  ***** 🙂

 22. Ramesh Patel
  Posted July 1, 2010 at 5:25 am | Permalink

  જ્યાં સુહાની સાંજની છડી ફરે,
  રમ્ય રુદ્રમાળ રૂપે છે નિદાઘ!
  …ગુજરાતમાં આ વખતે એનો અહેસાસ થયો.
  each sher is touching to summer.
  Enjoyed your speciallity,shri Panchambhai.

  Ramesh Patel(Aakashdeep)

 23. Posted July 7, 2010 at 7:53 am | Permalink

  આનંદ થયો. હંમેશા કંઇક નાવિન્ય સાથે રજુ થાઓ છો.

 24. readsetu
  Posted July 16, 2010 at 5:15 pm | Permalink

  બોલચાલથી તદ્દન છેટા એવા શબ્દો પાસેથીયે સુંદર કામ લીધું છે.. અભિનંદન

  લતા હિરાણી

 25. vishveshavashia
  Posted July 24, 2010 at 11:22 am | Permalink

  “અંગ પર અળાઈ ખણખણી ઉઠે,
  દૂઝતી ટંકશાળ રૂપે છે નિદાઘ.”

  બેનમૂન શેર!

 26. Posted December 1, 2010 at 10:45 pm | Permalink

  જ્યાં સુહાની સાંજની છડી ફરે,
  રમ્ય રુદ્રમાળ રૂપે છે નિદાઘ!

  beautiful!

 27. Posted December 30, 2010 at 1:30 pm | Permalink

  nice…… as always. 🙂
  જ્યાં સુહાની સાંજની છડી ફરે,
  રમ્ય રુદ્રમાળ રૂપે છે નિદાઘ!

 28. Posted April 4, 2011 at 2:31 am | Permalink

  મઝા આવી…. સુંદર શબ્દ અને અભિવ્યક્તિ…


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: