ગુલશને ગુલ થાઉં છું

૧૫/૫/૨૦૧૦ના રોજ બ્રિટનનાં બાટલી (બેટલી) ગામે ડાયસ્પોરાના અગ્રણી શાયર અહમદ ગુલ સાહેબના કાવ્યસંચય ‘મૌનાલય’નું લોકાર્પણ થયું.  એ પ્રસંગ બાદ શિપલીમાં આંખના નિષ્ણાત તબીબ ડો. ફારૂક ઘાંચીના ઘરે મહેમાન નવાજી માણી બ્રેડફર્ડથી લંડન પાછા ફરતાં બસ (કોચ)માં રચાયેલ પ્રસંગોચિત સ્વગતોક્તિ/પ્રવાસોક્તિ.

♥ પંચમ શુક્લ

લંડનથી પહેલી વાર બ્રેડફર્ડ જાઉં છું,
ને બાટલીનાં ગુલશને ગુલ થાઉં છું.

***
ક્ષણ એક ‘મૌનાલય’ મહીં બેઠો અને,
પળ પળ મને પોતે જ હું સંભળાઉં છું.

આ કૉચ મૉટર વૅ ઉપર દોડે ને હું,
લેસ્ટરશાયરના વુડ્સમાં ખોવાઉં છું.

જોયું હતું જે તેજ પાછું જોઉં છું,
પણ હું મને ચોમેરમાં પરખાઉં છું.

આ પૉન્ડ, આ પીળાશ- મે મહિનાનો ચાસ,
સૂરજના ફીશીંગરૉડથી ખેંચાઉં છું.

એકાદ નાનું વાદળું વરસી પડે,
તો લીલુંછમ ધરતી સમું ભીંજાઉં છું.

જૂની પુરાણી ફેન્સથી રક્ષાયેલા-
ઢોળાવે ઘેંટા શાંત ચરતાં જોઉં છું.

ઘોડાં નજર ત્રાંસી કરીને જોઈ લે,
ફડફડ થતા આ હોઠમાં શું ગાઉં છું?

વીજથાંભલા ને દેવળોની ટોચ પર,
ઝબકી જતાં કોઈ બિંબથી અંજાઉં છું.

***
ફારૂકદંપતિ આંખમાં એવું વસ્યા,
કે મેઘધનુ થઈ પથ ગગન પથરાઉં છું.

૧૬/૫/૨૦૧૦
નેશનલ એક્સપ્રેસ સર્વિસ ૫૬૧

જૂની પુરાણી ફેન્સથી રક્ષાયેલા ..

જૂની પુરાણી ફેન્સથી રક્ષાયેલા ..

આ પૉન્ડ, આ પીળાશ ..

ઈન્ટરનેટ પરથી પૉસ્ટને અનુરૂપ છબીઓ અને પૉલ ગોઠવી આપવા માટે મારા વિદ્યાર્થી *** નો આભાર.

Advertisements

19 Comments

 1. Posted જૂન 1, 2010 at 12:47 પી એમ(pm) | Permalink

  હું પણ જાણે તમારી સાથે પ્રવાસમાં હોઉં એવો અનુભવ થયો.

  ઘોડાં નજર ત્રાંસી કરીને જોઈ લે,- વાહ..આફરીન.

 2. pragnaju
  Posted જૂન 1, 2010 at 11:00 પી એમ(pm) | Permalink

  અભિનંદન તબીબ ડો. ફારૂક ઘાંચીને મૌનાલય માટે. અવાર નવાર તેમને પણ માણવા મળશે તેવી આશા.
  ઘોડાં નજર ત્રાંસી કરીને જોઈ લે,
  ફડફડ થતા આ હોઠમાં શું ગાઉં છું?

  વીજથાંભલા ને દેવળોની ટોચ પર,
  ઝબકી જતાં કોઈ બિંબથી અંજાઉં છું.

  ***
  ફારૂકદંપતિ આંખમાં એવું વસ્યા,
  કે મેઘધનુ થઈ પથ ગગન પથરાઉં છું.

  વાહ્

  લંડનની બહાર નીકળતા જ નજર નાખો ત્યાં અઢળક વેરાયેલું સૌંદર્ય છે.તેનો હરિત-પ્રાકૃતિક નયનરમ્ય પ્રદેશો વચ્ચે શરુ થતો ન કેવળ પ્રવાસ કરાવ્યો પણ માણેલા કાવ્યોનું પ્રકૃતિ સૌંદર્ય સાથે સમન્વયાત્મક રસ દર્શન કરાવ્યું.

  • Posted જૂન 2, 2010 at 10:15 એ એમ (am) | Permalink

   ‘મૌનાલય’ અહમદ ગુલ સાહેબનો કાવ્યસંગ્રહ છે.
   ડો. ફારૂકભાઈના કાવ્ય સંગ્રહનું નામ ‘અસર’ છે. તેમના બ્લોગનું નામ છે ‘અવતરણ’.

 3. Posted જૂન 2, 2010 at 1:01 એ એમ (am) | Permalink

  ..તમારો સંપર્ક કયા મેઇલ આઇડી પર કરી શકાય ? ..

 4. Posted જૂન 2, 2010 at 4:27 એ એમ (am) | Permalink

  આ પૉન્ડ, આ પીળાશ- મે મહિનાનો ચાસ,
  સૂરજના ફીશીંગ-રૉડથી ખેંચાઉં છું.

  સુંદર અભિવ્યક્તિ …

 5. sudhir patel
  Posted જૂન 3, 2010 at 12:57 એ એમ (am) | Permalink

  સ્વયંની લાગણીને અને પ્રકૃતિના સૌંદર્યને આબાદ વ્યક્ત કરતી મસ્ત ગઝલ!
  એટલી જ સુંદર ફોટોગ્રાફી!
  સુધીર પટેલ

 6. Arjav Desai
  Posted જૂન 3, 2010 at 5:57 પી એમ(pm) | Permalink

  ક્ષણ એક ‘મૌનાલય’ મહીં બેઠો અને, પળ પળ મને પોતે જ હું સંભળાઉં છું.

  I just love this line…

 7. Posted જૂન 3, 2010 at 11:53 પી એમ(pm) | Permalink

  પંચમભાઈ આનુ નામ કવિ કહેવાય! પ્રકૃતિને લગતી સરસ ગઝલ બની ગઈ.એહમદભાઈના મૌનાલયમા કશુ સંભળાય ક્યા બાત હૈ!!અને હા એહમદભાઈને મારા તરફથી ખૂબ ખૂબ મુબારક્બાદી!!મૌનાલયનુમ મૌન ક્યારેક તૂટ્શે અને આપણને વાણી એમની વાંચવા મળશે…ખૂબ અભિનંદન
  સપના

 8. Posted જૂન 4, 2010 at 1:56 એ એમ (am) | Permalink

  પ્રવાસ પ્રકૃતિ ગઝલનાં ગુલ આતિથ્ય અને મિત્રભાવ ને આવરી લેતા ગઝલ-પ્રવાહમાં વહી જવાની મઝા આવી. તમારી ફોટોગ્રાફી પણ નયન રમ્ય છે.

 9. jay
  Posted જૂન 5, 2010 at 5:44 એ એમ (am) | Permalink

  thats really good creation,,please visit my blog and give me blessings
  http://jayshah0007.blogspot.com/

 10. himanshupatel555
  Posted જૂન 10, 2010 at 12:45 એ એમ (am) | Permalink

  યાત્રા ફળદાયી નીવડી,શબ્દ અને શબ્દચિત્ર બન્ને
  દેખાયા અને શંભળાયા.

 11. chandravadan
  Posted જૂન 10, 2010 at 7:43 પી એમ(pm) | Permalink

  A trip to Badford (via a Coach )…your observations translated into a Gazal….and, the Words chosen captivates the Reader.
  Nice Gazal…Enjoyed it ! Reminded me of my Trips in the Car from East Leake to Badford (where my Daughter used to stay )
  Dr. Chandravadan Mistry (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Panchambhai….Hope to see you on Chandrapukar!

 12. hirals
  Posted જૂન 14, 2010 at 2:16 પી એમ(pm) | Permalink

  સરસ રચના

  “જોયું હતું જે તેજ પાછું જોઉં છું,
  પણ હું મને ચોમેરમાં પરખાઉં છું.”

  બહુ ગમ્યું

 13. Ramesh Patel
  Posted જૂન 14, 2010 at 5:57 પી એમ(pm) | Permalink

  એકાદ નાનું વાદળું વરસી પડે,
  તો લીલુંછમ ધરતી સમું ભીંજાઉં છું.
  શ્રી પંચમભાઈ,

  કવિ હૃદય,પ્રકૃતિ અને માનવીય સંબંધ સર્વે લાગણી સભર રીતે વરસ્યા.

  અમને પ્રવાસમાં આવી લાગણીઓ રમે અને મનમાં શરૂ થાય ,દૂરના ડુંગરા

  જોઈ..

  ડુંગરે ડુંગરે ભાળું ભારત ભોમ

  ધ્વજા ધ્વજાએ માણું હરિ ૐ

  કંઈક ઝણઝણાટ તમારું ક્વન અમારા હૃદયમાં રમાડી ગયું.

  રમેશ પટેલ(આકાશદીપ)

 14. Posted જૂન 25, 2010 at 9:08 એ એમ (am) | Permalink

  ભાઈ પંચમ,
  એક સાચા,ઋજુ હૃદય ઝંકૃત થયાની વાત કાવ્યમાં સુંદર ગોઠવવી એ મુશ્કેલ કામ કરી બતાવ્યું છે, અભિનંદન. ઉલ્લેખેલી ઉડતી મુલાકાતથી અમે ઝંકૃત થયાં હતા અને તમે એને કાવ્યમાં જીવંત કરેલ છે.એમાં અમારો ઉલ્લેખ કદાચ બિનજરૂરી લેખાય છતાં અમે અહોભાગી છીએ. આભાર!
  બાબુલ

 15. Posted જુલાઇ 7, 2010 at 1:30 એ એમ (am) | Permalink

  આમ તો ગુજરાતી રચનાઓમા અંગ્રેજી શબ્દો મે ક્યારેય વાંચ્યા નથી પણ અહી શબ્દોનો પ્રયોગ તમે સારી અને સાચી જગ્યાએ કર્યો છે. ગમી.

 16. vishveshavashia
  Posted જુલાઇ 24, 2010 at 11:19 એ એમ (am) | Permalink

  વાહ…ગુજરાતી અને અંગ્રેજી જોડીયા બહેનો જેવી વંચાય છે….’આ પૉન્ડ, આ પીળાશ…’ શિરમોર શેર. ‘સૂરજના ફીશીંગ-રૉડથી ખેંચાઉં છું’ અદભૂત કલ્પના…આફરીન!

 17. Posted ડિસેમ્બર 3, 2010 at 5:00 એ એમ (am) | Permalink

  vaah !

  gazal ane photo banne majana,
  jane ke ekbijana purak … 🙂


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: