પરબીડિયાં નિમિત્તે

♥ પંચમ શુક્લ

કહે બાળકોઃ ‘ શું હોય આ પરબીડિયાં ? ‘
ને આપણે પણ યાદ કરવાની ઘડી આવી જતી કેઃ
‘ શું હતાં પરબીડિયાં ? ‘

પીળી બંડી, લીલું ખીસું, ગાંધી ટોપી
જેવો એનો વેશ દીઠાનું હતું આછું સ્મરણ!

એ જતાં ને આવતાં’તાં
લાલ કિલ્લાની વડી
કોઈ રહસ્યોની અટારીની
ખૂલી મ્હોં-ફાડથી.

એ લાલ કિલ્લાઓ હવે જર્જર દશામાં;
બારણાં બધ્ધાય જાણે ફોડીને

નાસી ગયાં પરબીડિયાં
ગુંદર લઈ ભૂતકાળનો!

ને આપણે ખાલી- અમસ્તું;
જીભ પરની લાળને
કી-બોર્ડ પર કાંતી લીધી,
હે રામ! કહીને
દોર સૂતરની
ગૂગલના ફીંડલે વીંટી લીધી.

પણ દીધો-  સહુ બાળકોને,
દોર પર પરબીડિયાં બાંધી
જગત આકાશમાં
પાંખો પસારી
ઊડવાની મોજનો
ઊત્તર!

૧૯/૯/૨૦૦૯

23 Comments

 1. Posted મે 15, 2010 at 3:15 એ એમ (am) | Permalink

  હા પરબડિયામા ખરેખર પરબડિયાની જરુર પડતી નથી..સરસ અછાંદસ..પંચમભાઈ
  સપના

 2. Posted મે 15, 2010 at 4:40 એ એમ (am) | Permalink

  કાવ્ય વાંચીને પરબીડિયાંનો જમાનો યાદ આવી ગયો. સરસ ઉપમાઓ આપીને પરબીડિયાંનું વર્ણન કર્યું છે.

 3. pragnaju
  Posted મે 15, 2010 at 4:49 એ એમ (am) | Permalink

  એ લાલ કિલ્લાઓ હવે જર્જર દશામાં;
  બારણાં બધ્ધાય જાણે ફોડીને
  નાસી ગયાં પરબીડિયાં
  ગુંદર લઈ ભૂતકાળનો!

  ગયા જમાનાની મધુરી યાદ
  કાગળમાં શું લખ્યું છે એ ગમે એટલું મમત્વનું અને મહત્વનું હોય છતાં પણ કાગળ મળ્યો એટલે ખુશાલીનો પાર નહીં અને આ ખુશાલી એ લૌકિક ખુશાલી નથી પણ અલૌકિક આનંદ છે.

  પરબીડિયું ખોલવાની પણ ઉતાવળ નથી.

 4. Posted મે 15, 2010 at 3:15 પી એમ(pm) | Permalink

  ને આપણે ખાલી- અમસ્તું;
  જીભ પરની લાળને
  કી-બોર્ડ પર કાંતી લીધી,
  હે રામ! કહીને
  દોર સૂતરની
  ગૂગલના ફીંડલે વીંટી લીધી.

  વાહ પંચમભાઈ. પરબીડિયાંની કથા, વ્યથા, અવસ્થાનું સુંદર કાવ્ય. પરબીડિયાં સાથે જુની વાતો અને જુના પરબીડિયામાં બંધ થયેલાં કેટલાય સપનાં, રજુઆત, ફરીયાદ, એકરાર, વેદના, વિરહ બધું બહાર આવી ગયું.

 5. Posted મે 16, 2010 at 10:43 એ એમ (am) | Permalink

  પરબીડિયાંનોય એક જમાનો હતો … એની સાથે ઈમેઈલની સરખામણી ન કરવી હોય તોય થઈ જાય છે. પરબીડિયામાંનો પત્ર જાતે લખવો પડતો .. કોઈનો પત્ર ફોરવર્ડ કરવાની વાત લગભગ નહોતી.(મોટાભાગના ઈમેઈલની માફક) વળી પત્રની રાહ જોવાની મજા એક ક્લીકમાં આવી પડતાં ઈમેઈલથી કૈંક ઘણી વધુ હતી. પત્રને હૈયાસરસો ચંપાય, એને ચૂમી શકાય, એને વંદન પણ કરી શકાય (જેવો જેવો પત્ર) એ બધી મજા ઈમેઈલમાં ક્યાં … પણ પ્રગતિને પણ બિરદાવવી જોઈએ.

  નાસી ગયાં પરબીડિયાં
  ગુંદર લઈ ભૂતકાળનો!
  ને આપણે ખાલી- અમસ્તું;
  જીભ પરની લાળને
  કી-બોર્ડ પર કાંતી લીધી,

  એમ કહ્યા પછી છેલ્લે સુંદર સમાપન થયું છે.

  પણ દીધો- સહુ બાળકોને,
  દોર પર પરબીડિયાં બાંધી
  જગત આકાશમાં
  પાંખો પસારી
  ઊડવાની મોજનો
  ઊત્તર!

 6. Posted મે 16, 2010 at 12:51 પી એમ(pm) | Permalink

  Excellent expressions. Loved it!

 7. Ramesh Patel
  Posted મે 17, 2010 at 5:23 એ એમ (am) | Permalink

  નાસી ગયાં પરબીડિયાં
  ગુંદર લઈ ભૂતકાળનો!
  ,,,,,
  ગૂગલના ફીંડલે વીંટી લીધી.
  પત્ર,કાગળીયાં લખી લખી થાકી,અને પરબિડીયું એટલે મોટો કાગળ.

  જીવનની કથા પટપત્ર બની રમતી અને વારે વારે સમય કાઢી વાંચીને દૂરના

  સંદેશા ઝીલાતા અને મમરાવતા.એક સમય કાળને સરસ રીતે ફરતો

  પંચમભાઈ તમે પરબિડીયાથી ઝીલ્યો.અભિનંદન

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. Posted મે 17, 2010 at 3:41 પી એમ(pm) | Permalink

  Envelope…

  panncham bhai,

  kharekhar saras che..

 9. chandravadan
  Posted મે 17, 2010 at 11:40 પી એમ(pm) | Permalink

  શું હતાં પરબીડિયાં ?

  ‘એ જતાં ને આવતાં’તાં
  નાસી ગયાં પરબીડિયાં
  ગુંદર લઈ ભૂતકાળનો!
  …..
  ને આપણે ખાલી- અમસ્તું;
  જીભ પરની લાળને
  કી-બોર્ડ પર કાંતી લીધી,
  હે રામ! કહીને
  દોર સૂતરની
  ગૂગલના ફીંડલે વીંટી લીધી.
  >>>>>
  Dear Pancham,
  I posted your words as above…
  What a nice way you said about the CHANGE to to the COPUTER AGE !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you & your READERS on Chandrapukar !

 10. Posted મે 18, 2010 at 12:02 પી એમ(pm) | Permalink

  પંચમજી સુંદર,
  ગાલીબનો એક શેર યાદ આવી ગયો

  કાશીદ કે આતે આતે, ખત ઔર એક લિખદું
  હમ જાનતે હૈ, વો, ક્યા લિખ્ખેંગે જવાબ મેં.

 11. himanshupatel555
  Posted મે 19, 2010 at 12:21 એ એમ (am) | Permalink

  સામાન્ય વસ્તુ વિષેનું આ કાવ્ય ટેલેસ્કોપે જેવું છે,જે
  જોનારથી દૂર રહે છે, પણ કાવ્યમાં જે અસ્વસ્થ કરનારી અંગતતા છે તેમાં કન્દ્રિત કરે છે.”શુ હોય”
  અને “શું હતા”, આ બે નાનાં વાક્યો પેલી અસ્વસ્થતાને ઘનિભૂત કરે છે-લાઘવ કુશળ છે.

 12. Posted મે 23, 2010 at 6:00 એ એમ (am) | Permalink

  હલાવી નાંખ્યા તમે તો પંચમભાઈ…તમે અમને એકાદ જૂનું પરબીડિયું ગોતવાને રવાડે ચડાવી દીધા છે!

 13. પટેલ પોપટભાઈ
  Posted મે 23, 2010 at 12:08 પી એમ(pm) | Permalink

  જીભ પરની લાળને
  કી-બોર્ડ પર કાંતી લીધી,
  હે રામ! કહીને
  દોર સૂતરની
  ગૂગલના ફીંડલે વીંટી લીધી.

 14. Posted મે 25, 2010 at 3:48 પી એમ(pm) | Permalink

  સુંદર કાવ્ય પંચમભાઈ. જોકે આજે પણ ઈ-મેઈલ કરતાં પણ વધુ યાદો તો પરબીડિયાની છે. સ્કૂલમાં કાગળ કેમ લખવો તે શીખવવામાં આવતું ને એ કાગળ પછી જોડે ભણતા, જોડે રમતા મિત્રને મોકલતા અને એવો જ કાગળ એનો પણ આપણી પર આવે. એ પરબીડિયા માટે જે રાહ જોતા અને મળ્યા બાદ એનો જે આનંદ થતો એ અવર્ણનીય છે.

 15. Posted મે 25, 2010 at 5:43 પી એમ(pm) | Permalink

  પરબીડીયામાં સરનામાં પર જ હસ્તાક્ષર જોઈને વર્તાઈ જાતું કે કોનો પત્ર હશે ..? અને એ હસ્તાક્ષરમાં રૂબરૂ મળ્યા તુલ્ય સંતોષ થતો ..! એવું લાગતું કે સામેની વ્યક્તિની કોઈક ચીજ આપણી પાસે છે .. એ સંસ્મરણો ને વાગોળવા પરબીડિયું જોઈ જોઈને હરખાવાનું ..એ બધી અનુભૂતિ જ અવિસ્મરણીય છે ..!!

  અભિનંદન પંચમભાઈ ..!

 16. Posted મે 26, 2010 at 9:55 એ એમ (am) | Permalink

  aa vachi ne e jarur yaad avyu ke yellow parbidiya maj result avatu hatu amm tapali pase joi ne j dhadkan vadhi jaay ne fatak thi fadi ne result vachav ani e ek ek pal kevi hati..sundar divaso hata..aje to result onln j ave che..

 17. Posted મે 26, 2010 at 11:53 એ એમ (am) | Permalink

  સાવ સાચી વાત… પરબીડિયાં મોકલવાની વાત હવે જાણે ભૂતકાળ જ બની ગઇ છે… પંદરેક વરસ પહેલા જ્યારે ભાઇ અમેરિકા ગયો ત્યારે મારા નામે આવેલું પહેલુ પરબીડિયું આજે ય સલામત છે.. અને એ પછી, એના પત્ર માટે દરમહિને જોવાતી ‘ટપાલીકાકા’ ની વાટ પણ..!! સુંદર કાવ્ય પંચમભાઈ.. બહુ સાચુ કહ્યુ આપે કે..
  ”ને આપણે ખાલી- અમસ્તું;
  જીભ પરની લાળને
  કી-બોર્ડ પર કાંતી લીધી..”

 18. sudhir patel
  Posted જૂન 3, 2010 at 1:01 એ એમ (am) | Permalink

  Very nice poem!
  Sudhir Patel.

 19. Posted જૂન 12, 2010 at 6:53 એ એમ (am) | Permalink

  સુંદર રચના થઈ છે… પરબીડિયા સાથેના તમામ સંદર્ભો બદલાતા જતા આયામ સાથે બખૂબી વની શકાયા છે એ જ ખરી ઉપલબ્ધિ… વાહ!

 20. Ramesh Patel
  Posted જૂન 14, 2010 at 6:04 પી એમ(pm) | Permalink

  શ્રી પંચમભાઈ,

  બાળપણ ,કૌટુમ્બિક પ્રેમ, નવયુગલોની ચાહ અને આંધળીમાનો કાગળ

  આ બધું પરબિડિયા દ્વારા અંતરે અને અંતરિયાળ રમતું ૫૦ વર્ષ પહેલાં ની

  પેઢીએ માણ્યું હતું .આપે આ યાદ તાજી તાજી કરાવી દીધી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 21. Posted જુલાઇ 14, 2010 at 3:52 એ એમ (am) | Permalink

  ખૂબ સરસ પંચમભાઈ,

  આજના ઈ-મેલના જમાનામાં હવે પોસ્ટકાર્ડ ફક્ત અશુભ પૂરતાં જ રહી ગયાં છે, અને પરબીડીયાં … !! હવે ક્યાં કોઈ ટપાલીની રાહ જુએ છે?

  આવું વાંચીને વાહ તો અનાયાસ જ નીકળી જાય

 22. Posted જુલાઇ 27, 2010 at 2:24 પી એમ(pm) | Permalink

  Very good poetry. Let us hope the beauty and sweetness of old memories remain as it was…
  Present E.Mail world can not give that feeling which was gained by posts…

 23. Posted ડિસેમ્બર 30, 2010 at 1:18 એ એમ (am) | Permalink

  એક સાથે એકાધિક નિશાનો તાકતી આ કવિતાને કવિની મહત્વકાંક્ષી કવિતા કહેવાનુમ મન થાય છે. કાવ્યનો વિષય તો જે હતું તે આ જે નથી નો પડઘો તો પાડે જ છે પરંતુ પ્રતીકોની ભરમાર સાથે પણ કાવ્ય પોતાના નિર્ધારિત માર્ગથી જરાયે આડું ફંટાતું નથી એમાં કવિ કસનબની કસોટિ થઈ જાય છે અને આનંદની વાત એ છે કે કવિ માર્ગમાં આવતા વળાંકોથી છેતરાયા યા ભરમાયા નથી -જ. સામાન્ય રીતે મારી સ્ટાનડર્ડ સલાહ એ હોય કે બને ત્યા સુધી એક/બે પ્રતીકથી વિશેષ પ્રતીક ના હોય તો તે ભાવકને કાવ્યાંત સુધી જકડી રાખવામાં ખૂબ સહાયક બને પરંતું તે કામ અહીં થયું જ છે તો પછી એ વાત જ શા માટે. એક અઘરું પણ સફળ કાવ્ય.

  -ભરત ત્રિવેદી


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: