Monthly Archives: મે 2010

પરબીડિયાં નિમિત્તે

♥ પંચમ શુક્લ કહે બાળકોઃ ‘ શું હોય આ પરબીડિયાં ? ‘ ને આપણે પણ યાદ કરવાની ઘડી આવી જતી કેઃ ‘ શું હતાં પરબીડિયાં ? ‘ પીળી બંડી, લીલું ખીસું, ગાંધી ટોપી જેવો એનો વેશ દીઠાનું હતું આછું સ્મરણ! એ જતાં ને આવતાં’તાં લાલ કિલ્લાની વડી કોઈ રહસ્યોની અટારીની ખૂલી મ્હોં-ફાડથી. એ લાલ કિલ્લાઓ […]

To: John Keats’s ‘On Grasshopper and Cricket’

♥ પંચમ શુક્લ નથી થતી કવિતા કદી નિષ્પ્રાણ પૃથ્વિની, નથી થતી અરે! આતપનાય કોપથી. ભઠતા સૂર્યથી તપ્ત-સંતપ્ત પંખીઓ બધાં ઘટાટોપ વૃક્ષની શાતા મહીં સાવ મૂંગા ઝોલે ચડે, તેવે સમે .. કાંટાળી વાડ ગૂંજે તીતીઘોડાના તાન પલટે! ૪-૩-૨૦૧૦