વિલાયતની હવેલીનો અખંડ ગોટપિટોત્સવ

♥ પંચમ શુક્લ

ગુજલીશ બોલિયેં ગોટપીટ ગોટપીટ,
ઑલરાઈટ રટિયેં ગોટપીટ ગોટપીટ.

જલ્સાથી જીવિયેં ગોટપીટ ગોટપીટ,
ભાષાને જીવાડિયેં ગોટપીટ ગોટપીટ.

ઝીણું ઝણઝણિયેં ગોટપીટ ગોટપીટ,
રૂડું રણઝણિયેં ગોટપીટ ગોટપીટ.

ગોપીગીત ભજિયેં ગોટપીટ ગોટપીટ,
કુચ મુચ્
કસિયેં ગોટપીટ ગોટપીટ.

ભાવભીનું રડિયેં ગોટપીટ ગોટપીટ,
બુન! ક્યાં ક્યાં દડિયેં ગોટપીટ ગોટપીટ?

મુખિયાને મલિયેં ગોટપીટ ગોટપીટ,
છટ્! છક છકિયેં ગોટપીટ ગોટપીટ.

ભુરકસ ભળિયેં ગોટપીટ ગોટપીટ,
વાંહેવાંહો દળિયેં ગોટપીટ ગોટપીટ.

તાલે તાલી ઝિલિયેં ગોટપીટ ગોટપીટ,
ઠેકે ઠેબું ઠેલિયેં ગોટપીટ ગોટપીટ.

હાલ હચમચિયેં ગોટપીટ ગોટપીટ,
સુધબુધ લચિયેં ગોટપીટ ગોટપીટ.

ઓરું રે ઊપણિયેં ગોટપીટ ગોટપીટ,
આઘું ઢગ ઢળિયેં ગોટપીટ ગોટપીટ.

એવું રે  ઊછળિયેં ગોટપીટ ગોટપીટ,
કદી નવ શમિયેં ગોટપીટ ગોટપીટ.

સીત્ સીત્ કરિયેં ગોટપીટ ગોટપીટ,
સબરસ ઝરિયેં ગોટપીટ ગોટપીટ.

કૂણું કણકણિયેં ગોટપીટ ગોટપીટ,
મનમાં મલકિયેં ગોટપીટ ગોટપીટ.

થાકી લોથ ઢળિયેં ગોટપીટ ગોટપીટ,
તયેં ઘરે વળિયેં ગોટપીટ ગોટપીટ.

કાલે પાછા મળિયેં ગોટપીટ ગોટપીટ,
આથી વધુ કરિયેં ગોટપીટ ગોટપીટ.

૧૪-૦૨-૨૦૧૦

(A sublime alternative to clubbing for gracious Gujarati ladies and a place  to preserve language and culture in their own way with subtle romanticism)

(પ્રકાશિતઃ ઑપિનિયન, માર્ચ ૨૦૧૦)

17 Comments

 1. Posted એપ્રિલ 1, 2010 at 4:30 એ એમ (am) | Permalink

  કાલે પાછા મળિયેં નવી પોસ્ટમાં ગોટપીટ ગોટપીટ,
  આથી વધુ કરિયેં નવો નવોગોટપીટ ગોટપીટ

 2. Posted એપ્રિલ 1, 2010 at 8:26 એ એમ (am) | Permalink

  એકે એક શેર મઝાનો. તળપદા શ્બ્દો ગમ્યાં. ભાષાને જીવાડવાનો ભાવ સરસ રીતે વ્યક્ત થયો છે. એક્દમ જીવંત વાતોને કલાત્મક શૈલીમાં વહાવતી સુંદર રચના.

 3. pragnajuvyas
  Posted એપ્રિલ 1, 2010 at 11:56 એ એમ (am) | Permalink

  સ રસ

  અંગ્રેજીમાં ગોટપીટ કરનારાઓ સામે લોકો રમૂજથી જોતા. પણ પછી પોતાને ‘કલ્ચર્ડ’ કહેવાડવવા માટે મા-બાપો તેમનાં બાળકોને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં ધકેલવાં માંડ્યાં. અને ઇંગ્લિશ સ્કૂલમાં ભણનાર બાળકના પરિવારનું સ્ટેટસ, એ સ્કૂલમાં શું ભણે છે એ જાણ્યા વગર પણ ઊંચું છે એવું ગુજરાતી શાળામાં ભણતાં છોકરાંનાં મા-બાપો માનવા લાગ્યાં ને મોટાભાગનાં ગાડરાં અંગ્રેજી સ્કૂલો તરફ ફંટાવા લાગ્યાં
  અને ગૉટપીટ વગરની કેળવણીની વાત યાદ આવી
  …’અને ફુલાએ એક રૂપિયાને બદલે માત્ર ચાર આના દક્ષિણા આપી. આટલી ઓછી દક્ષિણા આપવા બદલ માસ્તર પરભુ પંડયાએ ફુલાના દીકરા કચરાને ક્યારે પણ અંગૂઠા પકડવાની સજા નહીં કરી હોય ને ધોલધપાટ પણ ભણતર ચડાવવા જ કરી હશે.

 4. Posted એપ્રિલ 1, 2010 at 4:46 પી એમ(pm) | Permalink

  કાલે પાછા મળિયેં ગોટપીટ ગોટપીટ,
  આથી વધુ કરિયેં ગોટપીટ ગોટપીટ…..
  Panchambhai….Nice way of telling of VILAYATI BHASHA Useage in GUJARATI BHASHA……GOTPIT Rachana ends with 2 Lines….in which a Future meeting with more GOTPIT is warned…..A mixture of Bhasha is the spoken language ..just like some African or Swahili words in the BOLI of Gujaratio from Africa.
  I liked your Rachana with the clever use of one word GOTPIT !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Panchambhai…Nice to read a Post after a long break ! Hope to see you on Chandrapukar !

 5. Posted એપ્રિલ 1, 2010 at 5:18 પી એમ(pm) | Permalink

  તમારો ગોટપિટોત્સવ ગમ્યો. ગામઠી શબ્દોના લહેકાનો રૂઆબ પણ ગમ્યો.

 6. Posted એપ્રિલ 3, 2010 at 7:47 એ એમ (am) | Permalink

  સીત્ સીત્ કરિયેં ગોટપીટ ગોટપીટ,
  સબરસ ઝરિયેં ગોટપીટ ગોટપી
  Panchmbhai..Very nice..bahu gamyu..Navin Tajgisabhar !!!

 7. sudhir patel
  Posted એપ્રિલ 4, 2010 at 3:34 એ એમ (am) | Permalink

  Enjoyed your Gazal with novelty in words and Mijaj!
  I liked the way you maintained the ‘Radeef’ Gotpit!!
  Congratulations, Panchambhai!
  Sudhir Patel.

 8. Ramesh Patel
  Posted એપ્રિલ 4, 2010 at 4:45 એ એમ (am) | Permalink

  ગોટપીટ ગોટપીટ કરે મોટા સાહેબ

  ગોટપીટની મજા માણે પંચમ સાહેબ

  ગુજરાતીઓ નું અંગ્રેજી કાચુંની ચીંતા ઓછી થાય

  ત્યાંતો ગુજરાતી ભાષાની જ ચિંતા નવી પેઢી માટે

  થવા લાગી.તમે આ ભાવનાને કેટલી સરસ રીતે ઝૂલાવી.

  એકવાર વટ પાડતા આ શ્બ્દોને આપે છૂપાયેલી વેદના

  કહેવા આગળ ધર્યા.સાથે ગુજરાતી વ્યંગને રમાડી દીધો.

  મજાની ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. Posted એપ્રિલ 4, 2010 at 4:55 એ એમ (am) | Permalink

  રૂડું રણઝણીએ….ગોટપીટમાં…
  વાહ..ગોટપીટ માણવાની મજા આવી…

  હળવાશભરી રચના અને છતાં ઊંડાણ તો અકબંધ …

 10. sneha
  Posted એપ્રિલ 7, 2010 at 4:22 પી એમ(pm) | Permalink

  ભાવભીનું રડિયેં ગોટપીટ ગોટપીટ,
  બુન! ક્યાં ક્યાં દડિયેં ગોટપીટ ગોટપીટ?

  આ તમારા બ્લોગ પરના બહુ બધા શબ્દો મને નથી ખબર પડતી.અહાલેક-કરગઠિયા..આ રચનામાં પણ અમુક શબ્દો મારા ગજા બહારના છે.પણ સમજણ તો પડી જ્ અને આ પંક્તિઓ તો ખુબ જ ગમી.

  -સ્નેહા-અક્ષિતારક્

 11. himanshupatel555
  Posted એપ્રિલ 12, 2010 at 1:50 એ એમ (am) | Permalink

  .. ગોટપીટ ગોટપીટ,..પહેલાની દરેક પંક્તિ આપણું સમજિક નેતિ નેતિ છે, અને આપણા અધુરાપણાનો ચિતાર છે, અને ગોટપીટ અનઅસ્તિત્વનો ગોટો વળેલો ચિત્કાર છે.આપણે ક્યારેય અમેરિકન કે ઈંગલિશ હતા જ નહી,હવે
  “મેકબીલીવ”થઈ ગયા!!!!ગોટપીટ ગોટપીટ?

 12. યશવંત ઠક્કર
  Posted એપ્રિલ 15, 2010 at 3:33 એ એમ (am) | Permalink

  ગોટપીટ ગોટપીટ,
  જબરું છે. મજાનું છે.
  હાલવા દ્યો ભાઈ હાલવા દ્યો.

 13. jjugalkishor
  Posted એપ્રિલ 17, 2010 at 1:51 પી એમ(pm) | Permalink

  sav navi shaili chhatan “pancha-Sparshi” rachna !!

  safalam…sufalam…

 14. Posted એપ્રિલ 18, 2010 at 8:19 પી એમ(pm) | Permalink

  તમારી દરેક રચના વૈવિધ્યસભર તો હોય જ છે પણ સાથે સાથે દરેક યુવા બ્લોગરને પ્રેરણા આપતી પણ હોય છે. નવીન રચના લખવાનો જે આનંદ છે તે અનેરો અને ઊંડો આંતરિક સંતોષ આપનારો હોય છે. સુંદર રચના..

 15. Posted એપ્રિલ 22, 2010 at 4:57 પી એમ(pm) | Permalink

  I enjoyed it 🙂 gotpit gotpit. something new 🙂

 16. Posted મે 5, 2010 at 10:23 પી એમ(pm) | Permalink

  very interesting poem.a bitter truth woven in the poem,resulting into a funny satire..

 17. dhruti modi
  Posted ઓગસ્ટ 17, 2010 at 8:06 પી એમ(pm) | Permalink

  ગોટ-પીટની સુંદર ધૂન.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: