વિચાર આવે

♥ પંચમ શુક્લ

વિચાર આવે, સ્થિર રહે; ને સરે,
નજર ફરે બસ – ના કશુંયે અડે.

જડત્વ કે સમતા ગમે તે ગણો,
શરીરનું ખોખું પરમહંસ રે’ !

જાન્યુઆરી, ૨૦૧૦

(પ્રકાશિત: ઑપિનિયન, ફેબ્રુઆરી ૨૦૧૦)

Advertisements

26 Comments

 1. Posted માર્ચ 1, 2010 at 1:22 એ એમ (am) | Permalink

  આ તો સ્થિતપ્રજ્ઞ ! તપની ચરમ સીમા !પછી સ્થિતધી- ધ્યાનની ચરમ સીમા – વિચાર પણ ન આવે.

 2. Posted માર્ચ 2, 2010 at 1:24 એ એમ (am) | Permalink

  Deeper message nicely said in only a few words !
  Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Pancham…your support with your visits/comments on Chandrapukar very much appreciated !

 3. himanshupatel555
  Posted માર્ચ 2, 2010 at 3:30 એ એમ (am) | Permalink

  કબીર જેમ ઝીણું કાંતી પોત ઘડે તેમ અહીં ઝીણવટ એક ઘટ્ટ પોત થઈ છંદબધ્ધ થઈ છે.

 4. Ramesh Patel
  Posted માર્ચ 3, 2010 at 4:11 એ એમ (am) | Permalink

  પરમહંસ રે’ !
  Short but sweet and language of Shukla(True brahman)
  I like its deep thought.

  Ramesh Patel(Aakashdeep)

 5. Posted માર્ચ 6, 2010 at 6:07 પી એમ(pm) | Permalink

  સ્થિતપ્રજ્ઞ જનો અને જડ માનવો વચ્ચે બાહ્ય રીતે જોઈએ તો ખુબ ઓછો તફાવત દેખાય. (જો કે આંતરિક તફાવત બહુ મોટો છે) – બંને બાહ્ય સંવેદનોથી પર જણાય, વિચારો આવે ને જાય પણ એમને પ્રભાવિત ન કરે. શરીર એ રીતે જોઈએ તો જડ જ ગણાય પણ એ ખોખું ચેતનવંતુ ગણાય છે એમાં રહેલા આત્મતત્વને લીધે. સુંદર અને ગૂઢ વિચારની રજૂઆત.

 6. gdesai
  Posted માર્ચ 8, 2010 at 3:20 એ એમ (am) | Permalink

  વિચાર આવે,સ્થિર રહે, ન ચળે

  નજર ફરે બસ, ન કશું અડે

  કેવળ શાક્ષીભાવે જગતને જોતા અને દેહ્ના પીંજરમાં પુરાયેલા

  પરમહંસનું તાદ્રષ્ય વર્ણ્ન. અતી સુંદર

 7. Posted માર્ચ 8, 2010 at 1:59 પી એમ(pm) | Permalink

  સુંદર… મજાનો વિચાર છે…

 8. Posted માર્ચ 9, 2010 at 9:30 પી એમ(pm) | Permalink

  એક યુવાન રચનામાં વરસોની ફિલસૂફી સાહજીકતાથી ગોઠવાઈ છે, ઓપીનીયનમાં એ પ્રસિદ્ધ થઇ છે એ જ એની ગરિમાની પ્રતીતિ છે. ‘તેજી કો ઈશારા…’

 9. Posted માર્ચ 10, 2010 at 4:31 પી એમ(pm) | Permalink

  આભાર!
  તમારા વિષે વધુ જાણી શકું?
  તમારા બ્લોગ સાથે nvndsr.blogspot.com
  જોડાઈ શકે?

 10. devikadhruva
  Posted માર્ચ 11, 2010 at 2:19 એ એમ (am) | Permalink

  Very high thoughts..

 11. Posted માર્ચ 11, 2010 at 5:11 એ એમ (am) | Permalink

  Mara Mitro,

  Hu Tushar & Sima Patel Mane thayu ke youtube per aat aat la gujarati vidoe chhe pan tenu sankalan nathi to me banavi http://www.gujaratitube.info jema darek vido mate ek alag catagaory banavel chhe . Mane aasa chhe ke maro aa gujarati mate no pratyash jaroor safal thase.

  Hu tamara suchanono ni rah jov chhu. to tame name tamara suchano contact@gujaratitube.info per mokli sako chho.

  Tamaro Mitr

  Tushar & Sima Patel

 12. Posted માર્ચ 17, 2010 at 7:45 એ એમ (am) | Permalink

  Aapni rachna to vinelamoti pan prakashit karva mage 6. Please mokli aapso info@vinelamoti.com par

 13. Posted માર્ચ 18, 2010 at 5:14 પી એમ(pm) | Permalink

  શરીરનું ખોખું પરમહંસ રે’ !

  ખોખું ???

  • Posted માર્ચ 18, 2010 at 6:14 પી એમ(pm) | Permalink

   હા, ખોખું જ તો.

  • Posted જુલાઇ 20, 2010 at 8:07 એ એમ (am) | Permalink

   લતાબેન,

   જો તમે એમ કહેતા હો કે “શરીર ખોખાથી વિશેષ છે” તો આ કાવ્ય બૌદ્ધદર્શન (કે અન્ય નાસ્તિકદર્શન) નથી.

   “વિચાર આવે, સ્થિર રહે; ને સરે,
   નજર ફરે બસ – ના કશુંયે અડે.

   જડત્વ કે સમતા ગમે તે ગણો,
   શરીરનું ખોખું *પરમહંસ* રે!”

   આ ભાવ દૃષ્ટા-દૃશ્ય-વિવેક વાળો (“નજર ફરે બસ”)હોઈ શરીર દૃષ્ટાનું ખોખું છે. “હંસ” તે આત્માનું નામ છે. બૌદ્ધદર્શનમાં “પરમહંસ” શબ્દ ન ફિટ થાય તે સાચું 🙂

   જો તમે “પરમહંસ શરીરથી વિશેષ છે” તેમ કહેવા માગો છો તો આ અવસ્થા સુધી પહોંચી જ ન શકાય. કબીર કહે છે તેમ “પ્રેમ ગલી અતિ સાંકડી, તા મેં દો ન સમાઈ”. જ્યાં સુધી “સ: અહમ” સિદ્ધ ન થાય ત્યાં સુધી જીવ “હંસ” ભાવથી આગળ ન વધી શકે.

   બીજા શબ્દોમાં મહાભારત કહે છે “છોડ, છોડ અને જેનાથી છોડે છે તેને છોડ!” – અને પરમહંસ તે જ છે જે પણ શરીરના ખોખાને (પણ) પરમહંસ રૂપે જુએ છે.

   આટલા માટે જ પંચમભાઈને અભિનંદન છે. સરળ શબ્દો, નિરાડંબરી રજુઆત, સરસ અનુભૂતિ!

   -’પ્રમથ’

 14. zenithsurti
  Posted માર્ચ 21, 2010 at 5:26 એ એમ (am) | Permalink

  અતિ સુંદર રચના સર..

  અર્થ એક લિટીમાં સઘળો મને સમજાઈ ગયો,
  કોણ છુ પોતે..? એ પ્રશ્ન “આજ” પુછાઈ ગયો,
  કાગળ પર શાહીનો જાણે ખડીયો ઢોળાઈ ગયો..

  ઝેનિથ

 15. pragnaju
  Posted માર્ચ 21, 2010 at 10:49 પી એમ(pm) | Permalink

  સ્થિતપ્રજ્ઞ સ્થિતીનું સુંદર મુક્તક
  સાક્ષીભાવમા
  ‘નજર ફરે બસ – ના કશુંયે અડે’
  નજર સ્થિર રહે-પદાર્થ ફરે!

 16. Posted માર્ચ 24, 2010 at 9:20 એ એમ (am) | Permalink

  પંચમ ભાઇ …

  આભાર…..

  i hve published your poem as first…

  “માનવ”

 17. Posted માર્ચ 27, 2010 at 4:11 એ એમ (am) | Permalink

  જડત્વ કે સમતા ગમે તે ગણો,
  શરીરનું ખોખું પરમહંસ રે’ !

  વાહ..વાહ.પંચમજી અહમ બ્રહ્માસ્મિ જેવો અનુભવ થયો.

 18. Ramesh Patel
  Posted માર્ચ 28, 2010 at 5:02 એ એમ (am) | Permalink

  protected has made me isolated.
  Ramesh Patel(Aakashdeep)

 19. Posted એપ્રિલ 1, 2010 at 8:29 એ એમ (am) | Permalink

  સરસ વિચાર. શરીરને પરમહંસનું રુપક આપ્યું એ ગમી ગયું. મઝાનું મુક્તક.

 20. sudhir patel
  Posted એપ્રિલ 4, 2010 at 3:39 એ એમ (am) | Permalink

  Very nice Muktak with deep meaning!
  Sudhir Patel

 21. Posted એપ્રિલ 22, 2010 at 10:30 એ એમ (am) | Permalink

  આપ ની કંથાધારણ માં વીણેલામોતી.કોમ સમાવેશ કરવા વિનંતી.

  kaushal parekh / Manav parekh
  http://www.vinelmoti.com

 22. Posted મે 1, 2010 at 4:11 એ એમ (am) | Permalink

  khub j saras

 23. Posted જુલાઇ 22, 2010 at 5:15 પી એમ(pm) | Permalink

  Your “muktako’ very nicely expressed your imaginatve ideas. Liked and enjoyed too!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: