અગોચર કેડે

♥ પંચમ શુક્લ

સહરના શ્વાસ લઈ ચાલ એ કેડી પર,
ઢોળ અજવાસનું વ્હાલ એ કેડી પર!

ગુલ્મ ગારા મહીં ઓગળી ને ભળી,
લીલી દુર્વા સમું ફાલ એ કેડી પર!

ડગ સકળ થનગને, પગ અકળ હણહણે,
ફાળ એકેક રેવાલ એ કેડી પર!

દૃષ્ટિગોચર છતાં છે અગોચર બધું,
એ જ છે, જે કરે ન્યાલ એ કેડી પર!

જો પ્રભાતી કશું કલરવે કાનમાં,
નાચ, લઈ હાથ કરતાલ, એ કેડી પર!

૧૯/૬/૦૯

છંદોવિધાનઃ ગાલગા ગાલગા ગાલગા ગાલગા

સહરઃ સવાર
ગુલ્મઃ અજીર્ણ, ગાંઠ

* મિત્ર તેજસ શાહને અર્પણ.

Advertisements

17 Comments

 1. Posted February 1, 2010 at 10:38 am | Permalink

  જો પ્રભાતી કશું કલરવે કાનમાં,
  નાચ,લઈ હાથ કરતાલ,એ કેડી પર!

  વાહ..પંચમજી,મને નરસિંહ મહેતાનો બ્રહ્માનંદ યાદ આવી ગયો.

 2. Posted February 2, 2010 at 8:44 pm | Permalink

  વાહ પંચમભાઈ….
  રદિફ પણ અનોખો અને ભાવ,અભિવ્યક્તિ,અંદાઝ પણ અનોખો…
  એક અલગ જ પ્રકારના અનુભૂતિ-વિશ્વમાં દોરી જતી ગઝલ બની છે.
  બહુ ગમ્યું.
  -અભિનંદન.

 3. Posted February 3, 2010 at 8:48 am | Permalink

  પ્રિય ગઝલગુરુ પંચમદા,
  મારી પ્રથમ ગઝલ “ટાંડવો”નાં પ્રતિભાવે લખાયેલ આ ગઝલ મને અત્યંત પ્રિય છે. આની મૂળભૂત રચનામાં જે નજીવા ફેરફાર થયા છે એ વધુ સુંદર લાગ્યાં. આ ગઝલ અર્પણ કરવા ફરીથી એક વખત ખૂબ આભાર. ગઝલનો ભાવ મને અંગત રીતે પ્રેરણાદાયી લાગે છે.
  ધન્યવાદ!
  -તેજસ

 4. Patel Popatbhai
  Posted February 5, 2010 at 4:30 am | Permalink

  Khubaj Sundar

 5. Ramesh Patel
  Posted February 5, 2010 at 5:22 am | Permalink

  જો પ્રભાતી કશું કલરવે કાનમાં,
  નાચ, લઈ હાથ કરતાલ, એ કેડી પર!

  naacho Shri Tejashbhai.

  Divinely said ,Enjoyed the spirit.

  Ramesh Patel(Aakashdeep)

 6. Posted February 5, 2010 at 7:15 am | Permalink

  દૃષ્ટિગોચર છતાં છે અગોચર બધું,
  એ જ છે, જે કરે ન્યાલ એ કેડી પર!

  અધ્યાત્મ જગતની ઝાંખી કરાવતી રચના. શબ્દો ઘણું બધું કહી જાય છે.

 7. Posted February 5, 2010 at 8:35 pm | Permalink

  ઢોળ સહવાસનું વ્હાલ એ કેડી પર!

 8. Posted February 6, 2010 at 8:31 pm | Permalink

  દૃષ્ટિગોચર છતાં છે અગોચર બધું,
  એ જ છે, જે કરે ન્યાલ એ કેડી પર!

  વાહ પંચમદા.

 9. divyesh vyas
  Posted February 7, 2010 at 12:52 pm | Permalink

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 10. vishveshavashia
  Posted February 11, 2010 at 9:45 am | Permalink

  aha! loved the matla and also ‘ગુલ્મ ગારા..’ but must say that ‘દૃષ્ટિગોચર છતાં છે.. ‘ touches a different height.

 11. himanshupatel555
  Posted February 12, 2010 at 2:41 am | Permalink

  સરસ ગઝલ છે. હું વાંચતો રહું છું આંગળીઓમાં
  આરથ્રાઈટીસ હોવાથી બહુ લખતો નથી, ઉનાળામા વધારે લખાશે.

 12. Posted February 14, 2010 at 1:49 pm | Permalink

  ખુબ સુંદર પંચમભાઈ,
  દૃષ્ટિગોચર છતાં છે અગોચર બધું,
  એ જ છે, જે કરે ન્યાલ એ કેડી પર!
  ખુબ gahan તત્વજ્ઞાન સભર..નરસિંહનું પ્રભાતિયું અને તેમની યાદ આવી જાય.

 13. Posted March 2, 2010 at 1:34 am | Permalink

  Late to read a Gazal dedicated to Tejas….what a present from Pancham to Tejas !
  Sundar ! Ati Sundar !!
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Keep in touch Panchambhai !

 14. pragnaju
  Posted March 21, 2010 at 10:56 pm | Permalink

  દૃષ્ટિગોચર છતાં છે અગોચર બધું,
  એ જ છે, જે કરે ન્યાલ એ કેડી પર!
  અ દ ભૂ ત

 15. Posted April 1, 2010 at 5:45 am | Permalink

  સુંદર ગઝલ… સરસ અભિવ્યક્તિ થઈ છે…

  મત્લામાં ‘સ-હર’નો ઉચ્ચાર ‘સહ-ર’ કરવો પડે છે એ નિર્વિવાદપણે ખટકે છે…

  • Posted April 1, 2010 at 12:57 pm | Permalink

   ગઝલને માણવા અને વ્યક્તિગત મુક્ત મંતવ્ય બદલ આભાર. મારી દૃષ્ટિએ ‘સહર’નો સ-હર (લગા) અને સહ-ર (ગાલ) એમ બેય રીતે ઉચ્ચાર થઈ શકે છે. ગુજરાતી કવિતા/ગઝલમાં નરસિંહ મહેતાથી લઈ રાજેન્દ્ર શુક્લએ એનો બેય માપમાં વિનિયોગ કરેલો છે. એટલે આ ખટકવું કે ના ખટકવું એ વ્યક્તિગત ઉચ્ચારણની તાલિમ અને પઠન પર આધાર રાખે છે એમ માની શકાય. અલબત્ત, આ બાબત સાપેક્ષ છે અને જ્યાં સુધી બે રીતો અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી આ વિવાદ નિર્વિવાદ રહેવાનો જ.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: