ચક્કર નરાતાર

♥ પંચમ શુક્લ

ધડ તો લડે કોઈ માથા વગર,
ક્યાં ટેકવું તીર ભાથા વગર?

તાંબૂલમાં છો ને મબલક ભર્યું,
ગોઠે ન એનેય કાથા વગર!

છો લાગતું ખૂબ નાનું તને,
નૈ ઊપડે તેય હાથા વગર!

વિસ્તારીને જો કહે તો સૂણું,
ગમતું નથી કૈં જ ગાથા વગર!

ક્યાં ચાલતું કોઈને પણ કદી?
નાણા વિનાના એ નાથા વગર!

એનો નશો જીરવી તો જુઓ,
ચક્કર નરાતાર આથા વગર!

૨૧-૧૧-૧૯૯૪

છંદ-વિધાનઃ ગાગા લગાગા લગાગા લગા


Advertisements

16 Comments

 1. Posted જાન્યુઆરી 1, 2010 at 12:29 એ એમ (am) | Permalink

  વિસ્તારીને જો કહે તો સૂણું,
  ગમતું નથી કૈં જ ગાથા વગર!

  પંચમભાઈ આખી ગઝલ સરસ થઈ છે. ઉપરનો શેર બહુ ગમ્યો અને મક્તા અને મતલા કાબિલે-તારીફ છે.

 2. sudhir patel
  Posted જાન્યુઆરી 1, 2010 at 12:37 એ એમ (am) | Permalink

  Enjoyed very nice Gazal written in your own style!
  Sudhir Patel.

 3. Posted જાન્યુઆરી 1, 2010 at 2:06 એ એમ (am) | Permalink

  મજાની ગઝલ.

  એ લાગતું ખૂબ નાનું તને,
  નૈ ઊપડે તેય હાથા વગર!

 4. himanshupatel555
  Posted જાન્યુઆરી 1, 2010 at 5:25 પી એમ(pm) | Permalink

  મને તો અનેક ચીલાચાલુ ગઝલો કરતાં આ એની ભાષા માટે જ નોખી લાગે છે,
  અને દરેક સર્જક માટે દરેક કૄતિ ભાષાકર્મથી
  જ વિષેશ બને છે.અસ્તુ.

 5. Posted જાન્યુઆરી 1, 2010 at 11:03 પી એમ(pm) | Permalink

  True vintage with fizz Pancham – fit for the new year!
  Happy New Year!

 6. readsetu
  Posted જાન્યુઆરી 2, 2010 at 6:16 પી એમ(pm) | Permalink

  Nice Gazal as usual

  Panchambhai Happy New Year…

  sending you best wishes from Amdavad. Reached yesterday.

  Expecting lots of new gazals in new year.

  Lata Hirani

 7. vihang vyas
  Posted જાન્યુઆરી 5, 2010 at 11:31 એ એમ (am) | Permalink

  shubhechchhao….

 8. Posted જાન્યુઆરી 8, 2010 at 8:00 એ એમ (am) | Permalink

  છો લાગતું ખૂબ નાનું તને,
  નૈ ઊપડે તેય હાથા વગર!
  પંચમજી, દર વખતે નવો જ કન્સેપ્ટ લાવો છો,આ છંદ વિધાન મારી નોટબુકમાં ન હતું, એટલે ઉતારી લીધું.

 9. રાકેશ ઠક્કર, વાપી
  Posted જાન્યુઆરી 8, 2010 at 8:24 એ એમ (am) | Permalink

  Great Gazal.

 10. Posted જાન્યુઆરી 12, 2010 at 9:33 એ એમ (am) | Permalink

  વિસ્તારીને જો કહે તો સૂણું,
  ગમતું નથી કૈં જ ગાથા વગર!

  સીધી ભાષામાં સરસ વિચાર.

  આખી ગઝલ ગમી. તાંબૂલ શબ્દનો ઉપયોગ ગઝલમાં ઘણૉ ગમ્યો.

 11. Posted જાન્યુઆરી 13, 2010 at 8:59 પી એમ(pm) | Permalink

  પંચમભાઈ….
  એક વાત તો સ્પષ્ટ છે કે તમારી ગઝલમાં કંઈક જુદો જ ભાવ અને જુદી જ રીતે અભિવ્યક્ત
  થતાં શબ્દવિશ્વનું નિરૂપણ હોય છે.
  પ્રસ્તુત ગઝલ પણ એ જ “કસબ” ની કમાલ છે.
  અભિનંદન.

 12. Ramesh Patel
  Posted જાન્યુઆરી 14, 2010 at 4:20 એ એમ (am) | Permalink

  શ્રી પંચમભાઈ

  ગઝલ અને આપ એટલે જાણે ફૂલ અને સુગંધ.

  વાતને ગઝલમાં વણી એક નવો જ સ્પંદન લહેરાવામાં

  આપનું કૌશલ્ય સદાય ઝગમગી ઊઠેછે.અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

 13. Posted જાન્યુઆરી 18, 2010 at 6:10 એ એમ (am) | Permalink

  દરેક શેરમાં નાવીન્ય…અને તે કમાલ નવા શબ્દોન!! તમારા ભાથાં માં નવા નવા શબ્દોનો ભંડાર પડયો છે. અમને વહેંચતાં રહો!!….

 14. pragnaju
  Posted જાન્યુઆરી 18, 2010 at 7:18 એ એમ (am) | Permalink

  એનો નશો જીરવી તો જુઓ,
  ચક્કર નરાતાર આથા વગર!
  વાહ્

  ઝબૂરે આઝમ’ ફારસી ગઝલોનો તરબતર જામ છે.જે એ કોટિના પીનારાઓ માટે છે,કે જે તસવ્વુફ_રહસ્યવાદનો નશો જીરવી જાણે.
  આ અલૌકિક નશો … જેમ કે

  ‘શોઅલે મીબાશો ખાશાકે, કે પેશ આવેદ બસોઝ
  ખકિયારા દર હરીમે ઝિન્દગાની રાહ નેસ્ત.’:

  ’કિર્મે શબ નાબસ્ત શાઇર, દર શબિસ્તાંને વજુદ,
  દર પરો બાલશ ફરોગે ગાહ હસ્તો ગહ નેસ્ત.’:

  ’દર ગઝલ ઈકબાલ અએહવાલે ખુદીરા ફાશ ગુફત
  ઝાંકે ઈનોકાફિરે અઝ આઈને દયર આગાહ નેસ્ત.’

 15. Posted ફેબ્રુવારી 8, 2010 at 4:18 એ એમ (am) | Permalink

  નાણા વગરના નાથા વિના પણ કોઈને ચાલતું નથી – સરસ વાત લાવ્યા!
  સામી બાજુએ મારા જોક બ્લૉગ પર (http://originaljokes.wordpress.com , Hindi links) પૅરોડી છે:
  “હમ તુમ્હે ચાહતે હૈં, પૈસે!”
  અર્થાત (શ્લેષ અલંકારમાં “અર્થાત”), ન તો નાથાલાલ વગર ચાલે છે અને ન તો નાથિયા વગર! 🙂

 16. Brijesh Patel
  Posted જૂન 15, 2010 at 5:23 પી એમ(pm) | Permalink

  Hello Pancham,

  How are you .. i hope you remember me … this gazal you have written in my room when we were studying college…i have this gazal hand written by you in my diary ….good to see on net….keep it dear…

  brijesh patel


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: