ઍથલીટ

♥ પંચમ શુક્લ

છંદની કાખઘોડી લઈ ચાલતું કાવ્ય

વિકલાંગ છે એ  સબબ

લોકનો કર્ણભીય લાભ ખાટી જતું હોય છે.

ને અછાંદસને ભાગે સતત

દોડવું,  કૂદવું;

“દોડ લાંબુ હજી; કૂદ ઊંચુ હજી- તો જ તું કાવ્ય”

એ માનદંડ

હાડકા તોડતો હોય છે.

??-૧૨-૨૦૦૯


18 Comments

 1. Posted ડિસેમ્બર 15, 2009 at 8:10 પી એમ(pm) | Permalink

  ઉપમા અલંકારનો સુંદર પ્રયોગ! 🙂

 2. Posted ડિસેમ્બર 15, 2009 at 9:11 પી એમ(pm) | Permalink

  સુંદર ‘વિવેચન -કાવ્ય’ પંચમ!

 3. રાકેશ ઠક્કર, વાપી
  Posted ડિસેમ્બર 16, 2009 at 10:57 એ એમ (am) | Permalink

  બહુ જ સરસ કાવ્ય.સુંદર વિચાર.
  “દોડ લાંબુ હજી; કૂદ ઊંચુ હજી- તો જ તું કાવ્ય”

 4. vishveshavashia
  Posted ડિસેમ્બર 16, 2009 at 12:27 પી એમ(pm) | Permalink

  વાહ! આ પ્રવાહીતા જારી રહેશે એવી આશા છે. મારા માટે નવા શબ્દો શીખવાનો સિલસીલો પણ જારી છે. કર્ણભીય?

  શીર્ષક ખાસ આકર્ષક!

  –Vishvesh
  http://vishvesh77.wordpress.com/

 5. Posted ડિસેમ્બર 16, 2009 at 6:40 પી એમ(pm) | Permalink

  સચોટ વાત અને કાવ્ય ચોટદાર.

 6. Posted ડિસેમ્બર 17, 2009 at 8:54 એ એમ (am) | Permalink

  છંદના છંદે તમે જ તો ચડાવ્યો છે, હવે છટકવા નહીં દઉં-પ્રોમિસ

 7. Shirish Dave
  Posted ડિસેમ્બર 17, 2009 at 3:38 પી એમ(pm) | Permalink

  રસાત્મકં વાક્યં કાવ્યં

 8. Posted ડિસેમ્બર 19, 2009 at 2:26 પી એમ(pm) | Permalink

  ગજબનું અવલોકન છે તમારું!જે તે વિષય પ્રત્યેનું તમારું જોડાણ અભિનંદનને પાત્ર છે. એક મજાનું કાવ્ય!!

 9. Ramesh Patel
  Posted ડિસેમ્બર 19, 2009 at 5:48 પી એમ(pm) | Permalink

  કાવ્ય જગતના દર્શનમાંથી રમેલી અને સંદેશો દેતી

  નવલી કૄતિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 10. sudhir patel
  Posted ડિસેમ્બર 20, 2009 at 2:46 એ એમ (am) | Permalink

  I enjoyed the new way of expression in short prose poem!
  Sudhir Patel.

 11. Posted ડિસેમ્બર 20, 2009 at 5:02 એ એમ (am) | Permalink

  લય અને છંદ કાવ્યના દેહને ઉઠાવ આપે અને મોઢે ચઢી જાય તેવું બનાવે છે. અછાંદસ રચનામાં ભાવ કે લાગણી ભરેલી હોય છે પણ એ ઝટ મોઢે નથી ચઢતાં. ખરું ને ?

 12. readsetu
  Posted ડિસેમ્બર 26, 2009 at 12:06 એ એમ (am) | Permalink

  Good

  Lata HIrani

 13. himanshupatel555
  Posted ડિસેમ્બર 29, 2009 at 1:33 એ એમ (am) | Permalink

  છંદ અને અછાંદસ એ બન્નેવ એક જ સિક્કની બે બાજું છે.એક સ્થિતિસ્થાપક પરિસ્થિતિ છે અને બીજું આધુનિક દેખાવનો
  આડંબર છે.જો છંદમાં જ લખવું હોય તો એ જ વાક્યના લાંબા-ટૂંકા ટૂકડા મૂકવાથી કેવળ કવિતાનો આકાર બદલાય. પણ છંદબધ્ધ કાવ્ય અછંદબધ્ધ નથી થઈ જતું.(જેને અછાંદસ નામ નવ્યતા માટે જ અપાયું હશેને ?)આ વિવાદ આ કાવ્યથી છેડાય એ જ મહ્ત્વનું રહેશે.હું હમેશા સ્વછંદ કાવ્ય જ લખું છૂં-અછંદબધ્ધ.કાવ્ય પંક્તિમાં લય માટે છંદ આવશ્યકતા નથી,અને એવાં અનેક કાવ્ય કે પંક્તિઓ
  મને મોઢે છે.કવિતા રસનો વિષય છે,છંદનો નહીં.

 14. Posted જાન્યુઆરી 12, 2010 at 7:14 એ એમ (am) | Permalink

  very true… & nicely expressed !

 15. pragnaju
  Posted જાન્યુઆરી 18, 2010 at 7:46 એ એમ (am) | Permalink

  છંદની કાખઘોડી લઈ ચાલતું કાવ્ય
  વિકલાંગ છે એ સબબ
  લોકનો કર્ણભીય લાભ ખાટી જતું હોય છે
  સચોટ.સુંદર
  મનની લાગણીને ગીત,દોહા,ગઝલમાં એવી સરસ રીતે ગૂંથાય છે,કવિતાઓ મનોહર હૃદયસ્પર્શી બને છે.કાવ્ય અને કવિની જુગલબંદી સફળ બનાવનાર છંદ છે
  ‘એક બાર બસ જો તુ ઠાને,
  ક્યા હિંમત હૈ ઈસ માનવ કી,
  નાકી કે ઇસ બલ કે આગે,
  ક્યા બિસાત હૈ અબ દાનવ કી.’
  કલમમાં જોર છે.
  તલવાર કરતાં પણ કલમ ચડિયાતી.
  આ વાત ને સાચી પુરવાર કરતી કવિતાઓ
  સછંદ જ હોય છે-
  કુછંદે ચઢેલી વૈશાખીથી લથડીઆ ખાતી નથી

 16. Posted જાન્યુઆરી 25, 2010 at 7:38 પી એમ(pm) | Permalink

  ઈ-સ્નીપની મદદથી કાવ્યપઠનની ઑડિયો લિંક ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. સંભળાય છે કે નહીં તે જણાવશો. વધુ સરળતા ભરી અને ભરોસાપાત્ર અન્ય કોઈ સગવડ ધ્યાનમાં છે?

 17. vishveshavashia
  Posted જાન્યુઆરી 28, 2010 at 12:14 પી એમ(pm) | Permalink

  પંચમભાઈ, કાવ્યપઠન સ્પષ્ટ સંભળાય છે. આ પ્રયોગ ચાલુ રાખવા વિનંતી છે.

 18. Narendra Ved
  Posted જૂન 4, 2010 at 5:23 પી એમ(pm) | Permalink

  Simply “Adbhut Samvedano”…. keep up your writing more….


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: