પતઝડ, સાવન, શરદ, નિદાઘે

♥ પંચમ શુક્લ

મુખ મચકોડ્યું, હલ્યું હાડકું,
લોક ગણે કે થયું ઠાવકું.

ગળે લગાડ્યું, ગણ્યું આપણું,
તો’ય હૃદય આ રહ્યું પારકું.

બળદ તજીને બદર જોતર્યાં,
હડિયાપાટી હવે કાય’કુ ?

રોજ સપનમાં થતી જાતરા,
રોજ ઓશીકું બને બાચકું.

પતઝડ, સાવન, શરદ, નિદાઘે,
ઝીલે ઝરે ના કૈં જ ટાલકું.

૩/૬/૨૦૦૯

બદર: વાદળ

નિદાઘ: ગ્રીષ્મ, ઉનાળો

Advertisements

19 Comments

 1. Posted December 1, 2009 at 1:58 am | Permalink

  ગળે લગાડ્યું, ગણ્યું આપણું,
  તો’ય હૃદય આ રહ્યું પારકું.
  રોજ સપનમાં થતી જાતરા,
  રોજ ઓશીકું બને બાચકું.

  Keep saying more!

  Rajendra Trivedi,M.D.

 2. vishveshavashia
  Posted December 1, 2009 at 8:59 am | Permalink

  વાહ! મક્તા બહુ સરસ અને ‘બળદ તજીને..’ અદભુત શેર! ‘નિદાઘ’ શબ્દ પહેલીવાર સાંભળ્યો.

  –Vishvesh
  http://vishvesh77.wordpress.com/

  • vishveshavashia
   Posted December 1, 2009 at 9:01 am | Permalink

   ah! Meant to say ‘matla bhau saras’..not saying that maqta isn’t but a good matla is like half the battle won, isn’t it?

 3. Posted December 2, 2009 at 11:24 am | Permalink

  ગળે લગાડ્યું, ગણ્યું આપણું,
  તો’ય હૃદય આ રહ્યું પારકું.
  ખુબ સુંદર કાવ્ય અને આ પંક્તિ પણ બહુ ગમી,અર્થ જાણ્યા પછી
  બળદ તજીને બદર જોતર્યાં,
  હડિયાપાટી હવે કાય’કુ

 4. Posted December 4, 2009 at 4:02 am | Permalink

  ગળે લગાડ્યું, ગણ્યું આપણું,
  તો’ય હૃદય આ રહ્યું પારકું.

  સરસ થઈ ગઈ ગઝલ હ્રદય ઘણા ધોખા દઈ જાય છે જાને કહા કિધર ગયા દિલ ..અભી અભી ઇધર થા..

  સપના

 5. Posted December 4, 2009 at 9:54 pm | Permalink

  બહોત ખૂબ પંચમ!

 6. Posted December 6, 2009 at 5:44 am | Permalink

  અવનવા શબ્દોના સફળતાપૂર્વકના પ્રયોગો ગમ્યા.

 7. himanshupatel555
  Posted December 7, 2009 at 2:26 am | Permalink

  ગઝલ વાંચ્યા પછી એવું લાગ્યું કે ઘરેડ બહાર બેસીને હું કવિતા વાંચું છૂં,શબ્દ પણ નવો અને diction પણ તાજું લાગ્યું(કેવળ બીજા શેરમાં મને પરંપરાની ગઝલ ભાષા સંભળાય છે.)છેલ્લા શેરમાં કોમાનો ઉપયોગ દરેક શબ્દને સ્વતંત્ર વાક્ય બનવા સુધી સક્ષમ બનાવે છે અને તે સંદર્ભે છેલ્લી પંક્તિ હોઠમાં મર્માળૂ હાસ્ય રમ્તું મૂકી જાય છે.ગઝલમાં કવિતા માણવાની આ મારી પધ્ધતિ છે અને રસ…

 8. Posted December 7, 2009 at 2:43 am | Permalink

  વાહ પંચમભાઈ ! ધન્યવાદ

 9. Posted December 7, 2009 at 5:01 am | Permalink

  અતિ સુંદર વૈવિદ્યસભર રચના… તમારી દરેક રચનામાં કોઈ ને કોઈ નવતર પ્રયોગ દેખાય આવે છે અને તે પણ સફળ..અભિનંદન..જય

 10. Posted December 7, 2009 at 5:46 pm | Permalink

  ખૂબ સરસ ગઝલ.

  “પતઝડ, સાવન, શરદ, નિદાઘે” Liked the expression.

 11. Ramesh Patel
  Posted December 8, 2009 at 2:27 am | Permalink

  ઝીલે ઝરે ના કૈં જ ટાલકું.

  yes there are many ‘TALIA’
  what experiences they have,you know better
  than them.

  Nicely expressed.

  Ramesh Patel(Aakashdeep)

 12. Posted December 9, 2009 at 1:31 pm | Permalink

  ગળે લગાડ્યું, ગણ્યું આપણું,
  તો’ય હૃદય આ રહ્યું પારકું…..
  Late to visit your Blog…Enjoyed reading this Rachana…..I liked the above words very much !
  DR.CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com

 13. Posted December 9, 2009 at 5:53 pm | Permalink

  સુંદર વાત અને રજુઆત લાવ્યા છો પંચમભાઈ…!
  ગળે લગાડ્યું, ગણ્યું આપણું,
  તો’ય હૃદય આ રહ્યું પારકું.
  આ વધારે ગમ્યું.

 14. readsetu
  Posted December 13, 2009 at 12:04 am | Permalink

  બહુ સરસ ગઝલ

  છેલ્લા શેરમાં ‘નિદાધ’ શબ્દનો પ્રયોગ આખી ગઝલના સંદર્ભમાં અને તમે જે પ્રયોજો છો એ ભાષાના સંદર્ભમાં જરા ભારેખમ લાગ્યો

  લતા હિરાણી

 15. bhattji
  Posted December 16, 2009 at 10:33 am | Permalink

  તમાર દરેક પ્રયોગો અને કન્સેપ્ટ માણવા જેવાં હોય છે.
  ઉંડા અંધારેથી..તમે ખેંચીને કોઇક નવી જ દુનિયામાં લઇજાવ છો.

 16. sudhir patel
  Posted December 20, 2009 at 2:42 am | Permalink

  Nice Gazal again!
  I liked this sher :

  રોજ સપનમાં થતી જાતરા,
  રોજ ઓશીકું બને બાચકું.

  I also learned one new word – નિદાઘ: ગ્રીષ્મ, ઉનાળો.
  Sudhir Patel.

 17. pragnaju
  Posted January 18, 2010 at 7:49 am | Permalink

  સરસ ગઝલ

  રોજ સપનમાં થતી જાતરા,
  રોજ ઓશીકું બને બાચકું.

  પતઝડ, સાવન, શરદ, નિદાઘે,
  ઝીલે ઝરે ના કૈં જ ટાલકું.

  સુંદર


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: