કશું શાયદ નથી પસંદ!

♥ પંચમ શુક્લ

લૂંટે ભલે  મુશાયરો, આ મદ નથી પસંદ,
છે વ્યગ્ર હર સુખન, કશું શાયદ નથી પસંદ!

બેકાર લવ્ઝ ગોઠવી બેબસ જબાન પર,
ફિતરતના ફીફા ખાંડતી ફુરસદ નથી પસંદ.

પકવું છું હું ય ખીચડી બીરબલની જેમ રોજ,
બે-ચાર ઝાળમાં થતું ખદખદ
નથી પસંદ.

ચાલે હરણની ચાલ ને ખોડાય તો ખડા,
મનમોજી વાયરે ચઢ્યા કાસદ
નથી પસંદ.

પોઢ્યાં પિરામિડો તળે સૈકાઓથી સુખદ,
બસ જિસ્મમાંથી રૂહની રુખસદ
નથી પસંદ!

૨૬/૫/૨૦૦૯

લવ્ઝ, સુખન: શબ્દ, વેણ, વચન, અનુમાન
બેબસઃ લાચાર
ફિતરતઃ પ્રકૃતિ, સ્વભાવ, આદત, ડહાપણ, હેતુ

છંદ-વિધાનઃ ગાગા લગા લગા લગા ગાગા લગા લગા

Advertisements

16 Comments

 1. Posted નવેમ્બર 15, 2009 at 1:40 એ એમ (am) | Permalink

  પોઢ્યાં પિરામિડો તળે સૈકાઓથી સુખદ,
  બસ જિસ્મમાંથી રૂહની રુખસદ નથી પસંદ!

  આ શેર ગમ્યો.

 2. Posted નવેમ્બર 15, 2009 at 6:14 એ એમ (am) | Permalink

  પોઢ્યાં પિરામિડો તળે સૈકાઓથી સુખદ,
  બસ જિસ્મમાંથી રૂહની રુખસદ નથી પસંદ!

  આ ખરેખર અર્થ્સભર શેર થયો આખી ગઝલ અર્થસ્ભર પણ આ લાઇન્સ વધારે ગમી..
  સપના

 3. Posted નવેમ્બર 15, 2009 at 6:26 પી એમ(pm) | Permalink

  વાહ પંચમ… ખુબ સુંદર; કોને જીવનું જવું ગમ્યું છે? સુખદનો સમન્વય નથી પસંદ સાથે સરસ થયો છે. એથી આ શેર ખુબ ગમ્યો..

  પોઢ્યાં પિરામિડો તળે સૈકાઓથી સુખદ,
  બસ જિસ્મમાંથી રૂહની રુખસદ નથી પસંદ

  —- અને એની જ નિસ્બત આ કંડિકાઓ સાદર ‘બાબુલ’ તરફથી ….

  આપી હતી બધી લઈ લીધી તમામ એ
  નામના ઘેલછા ઉંચા આ પદ નથી પસંદ
  કાયા જરા સમેટી લો તમે હવે ‘બાબુલ’
  નાની પડે કબર મને એવા કદ નથી પસંદ

 4. chandravadan
  Posted નવેમ્બર 16, 2009 at 1:11 એ એમ (am) | Permalink

  બેકાર લવ્ઝ ગોઠવી બેબસ જબાન પર,
  ફિતરતના ફીફા ખાંડતી ફુરસદ નથી પસંદ…..
  This & all I enjoyed…..Thanks for the explanations of the words used in the Gazal.
  Dr. Chandravadan Mistry (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com

 5. રાકેશ ઠક્કર, Vapi
  Posted નવેમ્બર 17, 2009 at 6:36 એ એમ (am) | Permalink

  મસ્ત ગઝલ તમે તો ફોર કે સિક્સ નહિ ડઝન મારો છો. વેલડન !

 6. Posted નવેમ્બર 18, 2009 at 2:52 એ એમ (am) | Permalink

  “લૂંટે ભલે મુશાયરો, આ મદ નથી પસંદ,”

  “બેકાર લવ્ઝ ગોઠવી બેબસ જબાન પર,
  ફિતરતના ફીફા ખાંડતી ફુરસદ નથી પસંદ.”

  “બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.”

  વાહ પંચમભાઇ,

  Simply Excellent!!

  ઉર્દુ અને ગુજરાતી શબ્દોની કેવી જુગલબંધી!! સરસ પ્રાસ.
  સાહિત્યને ધર્મ કે ભાષાના કોઇ સીમાડા નડતા નથી.બસ
  હૃદયની લાગણીની મુક્ત અને સમ્પૂર્ણ(બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.) અભિવ્યક્તિ.

  આજના યુગમાં છંદનો પાછો મેળ બેસાડનારા કવિ ખરેખર દિલથી સલામ.

 7. Posted નવેમ્બર 18, 2009 at 11:40 એ એમ (am) | Permalink

  great work pancham
  I need your expert comments on my work.
  plz do find time for it
  I would like you to visit http://www.hardikyagnik.blogspot.com
  & let me know your view
  thanking you in anticipation & remain
  Hardik

 8. Posted નવેમ્બર 19, 2009 at 11:15 એ એમ (am) | Permalink

  પકવું છું હું ય ખીચડી બીરબલની જેમ રોજ,
  બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.

  વાહ! શું શેર છે. આખી યે આખી ગઝલ ગમી ગઇ.
  મઝા પડી ગઈ!!

 9. Posted નવેમ્બર 20, 2009 at 3:10 પી એમ(pm) | Permalink

  પકવું છું હું ય ખીચડી બીરબલની જેમ રોજ,
  બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.
  બીજીવાર વાંચીએ તો વળી બીજું જ પસંદ આવી જાય તેવુ ગઝલનું ય છે..મજા આવી ગઈ..

 10. Posted નવેમ્બર 21, 2009 at 12:48 પી એમ(pm) | Permalink

  સરસ ગઝલ! વાહ વાહ ના હકદાર છો જ !
  દરેક શેર સરસ થયો છે ,અઘરા શબ્દો પાસે સારું કામ લો છો
  આ શેર પર તો ઓળઘોળ થઈ જવાયું
  પકવું છું હું ય ખીચડી બીરબલની જેમ રોજ,
  બે-ચાર ઝાળમાં થતું ખદખદ નથી પસંદ.

 11. vishveshavashia
  Posted નવેમ્બર 23, 2009 at 12:42 પી એમ(pm) | Permalink

  કોણે ધાર્યું હતું કે ‘વ્યગ્ર’ અને ‘સુખન’ જેવા શબ્દો એક જ મિસરામાં પ્રયોજી શકાશે અને આટલી નજાકતથી પ્રયોજી શકાશે?

  અને એ સુખદ આંચકામાંથી બહાર આવો ત્યાં ‘ફિતરતના ફીફાં…’ જેવો મિસરો!! આફરીન, પંચમભાઇ!

  મારા માટે ‘લહર લહર કિરતાર ચઢો’ એ મિસરા એ જે કર્યું હતું એવું જ ‘ફિતરતના ફીફાં…’ એ કર્યું છે!

  –vishvesh
  http://vishvesh77.wordpress.com/

  • Posted નવેમ્બર 26, 2009 at 12:39 એ એમ (am) | Permalink

   જિસ્મમાંથી રુહની રૂખસદ થાય પછી બાકી શું રહે ?

   ખૂબ સુંદર ..અભિનંદન

 12. readsetu
  Posted નવેમ્બર 29, 2009 at 3:13 પી એમ(pm) | Permalink

  સીધી જબાનમાં સીધા પ્રયોજતા
  નર્યા કટાક્ષના આ ગાન છે પસંદ

  Lata Hirani

 13. Posted ડિસેમ્બર 6, 2009 at 5:41 એ એમ (am) | Permalink

  પંચમજી, દર વખતે ખાત્રીબંધ રચના લઈને આવો છો અને સહુનો વિશ્વાસ જીતો છો. અભિનંદન.

 14. sudhir patel
  Posted ડિસેમ્બર 20, 2009 at 2:37 એ એમ (am) | Permalink

  Enjoyed very nice Gazal!
  I liked below sher the most:

  પોઢ્યાં પિરામિડો તળે સૈકાઓથી સુખદ,
  બસ જિસ્મમાંથી રૂહની રુખસદ નથી પસંદ!

  Sudhir Patel.

 15. pragnaju
  Posted જાન્યુઆરી 18, 2010 at 7:51 એ એમ (am) | Permalink

  ચાલે હરણની ચાલ ને ખોડાય તો ખડા,
  મનમોજી વાયરે ચઢ્યા કાસદ નથી પસંદ.

  પોઢ્યાં પિરામિડો તળે સૈકાઓથી સુખદ,
  બસ જિસ્મમાંથી રૂહની રુખસદ નથી પસંદ!

  ખૂબ સુંદર


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: