ખરજ કહે છે!

♥ પંચમ શુક્લ

દેખીને દાઝવું ફરજ કહે છે,
આંખ જો બંધ તો અરજ કહે છે.

ખર તણી ભૂંક કે મોર ટહૂકાર,
આમ તો બેયને ખરજ કહે છે!

૨૩/૫/૨૦૦૯

10 Comments

 1. pragnaju
  Posted નવેમ્બર 1, 2009 at 12:59 પી એમ(pm) | Permalink

  ખર તણી ભૂંક કે મોર ટહૂકાર,
  આમ તો બેયને ખરજ કહે છે!
  ખૂબ સરસ
  હંમણા તો સ્વાઇન ફ્લૂ જેવી અસરમાં પણ ખરજના સૂર નીકળે-
  બાકી બાથરૂમમા ગાતા ખરજના સૂર કાઢવા હોય તો ઠંડા પાણીનો શાવર શરુ કરીએ!

 2. Posted નવેમ્બર 1, 2009 at 2:32 પી એમ(pm) | Permalink

  FARAJ…ARAJ…..KHARAJ…..Wonderfully used, Panchambhai !…I admire your mastery on the Gujarati Bhasha !
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

 3. Posted નવેમ્બર 1, 2009 at 6:40 પી એમ(pm) | Permalink

  બીજાનું દર્દ દેખી આપણું અતંર દાઝે તો આપણે ખરા અર્થમાં માનવ. પણ જો કોઈનું દર્દ સ્પર્શે અને એને માટે સહજ રીતે અંતરથી પ્રાર્થના થઈ જાય તો આપણે મહામાનવ. આપણે જ નક્કી કરવાનું કે ખર થવું કે મોર, ખરું ને ?

 4. Posted નવેમ્બર 2, 2009 at 3:14 એ એમ (am) | Permalink

  બોલે તેનાં બોર વેચાય પણ ન બોલ્યામાં નવ ગુણ
  It’s a catch 22 situation.

  અસલ ની જ બને રીમીક્સ તોયે
  આમ તો બેયને તરજ કહે છે!

 5. Posted નવેમ્બર 3, 2009 at 8:19 એ એમ (am) | Permalink

  ખરનું ભૂંકવું પણ ખરજ! વાહ !
  સુંદર મુક્તક.

 6. himanshupatel555
  Posted નવેમ્બર 5, 2009 at 2:19 એ એમ (am) | Permalink

  દો કડી,પણ મોહક નીકળી-રસમય.

 7. Posted નવેમ્બર 6, 2009 at 8:00 પી એમ(pm) | Permalink

  ભાઈ પંચમ… સત્ય છે આ અરજ કે પરદુખે દાઝવું – એ સજ્જનતા છે…સાથે દૂધનું દૂધ સરસ રીતે ગોઠવાય છે. આ પ્રતિભાવ સ્ફૂર્યો છે!

  સુણ તો ગામની રજ રજ કહે છે
  નેણ ખોલી જો તો સુરજ કહે છે
  ના સમજાયું ‘બાબુલ’તો પછી
  આખર એને અચરજ કહે છે!

 8. Posted નવેમ્બર 11, 2009 at 1:39 એ એમ (am) | Permalink

  vaah panchambhai…..
  JYA N PAHOCHE RAVI
  TYA PAHOCHE KAVI..!
  aakhi vaat kyathi sharu thai ane
  kya jai atki..!
  sundar.

 9. Posted માર્ચ 19, 2010 at 9:11 એ એમ (am) | Permalink

  પંચમભાઈ, તમારું આ મુક્તક રણકારના હેડર માટે લીધું છે.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: