એનું એ છે

♥ પંચમ શુક્લ

જીવન એનું એ છે, મરણ એનું એ છે,
વિસ્તરતું જતું ક્ષણનું રણ એનું એ છે.

બધાં દુઃખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!

૨૨/૦૮/૨૦૦૯

Advertisements

16 Comments

 1. pragnaju
  Posted સપ્ટેમ્બર 15, 2009 at 12:13 પી એમ(pm) | Permalink

  બધાં દુઃ ખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
  હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!
  વાહ્
  ‘ક્ષણનું રણ’ને સીમિત રાખવું મુશ્કેલ છે
  હૃદયમાં જખમનો મલમ છે,મલમનો ઇલમ છે ;
  ઇલમની છે આલમ આ તારા સ્મરણમાં ….

 2. Posted સપ્ટેમ્બર 15, 2009 at 9:05 પી એમ(pm) | Permalink

  Waaah! Aaafrin!

 3. Posted સપ્ટેમ્બર 15, 2009 at 9:27 પી એમ(pm) | Permalink

  “વિસ્તરતું જતું ક્ષણનું રણ એનું એ છે.”

  well said,
  સાવ સહજ રીતે ભુતકાળ અને વર્તમાન નો અર્ક!

 4. Posted સપ્ટેમ્બર 17, 2009 at 2:57 એ એમ (am) | Permalink

  પંચમભાઈ,
  જખમ ઘણી વાર સારા પણ હોય છે. ખરું ને? તો જ એને ખંજવાળવાનું મન થાય 🙂

  તમારું મુક્તક વાંચી મને મારી રચના યાદ આવી …

  નવા સર્જનો છે, નવી પ્રેરણા છે,
  નસેનસમાં વહેતી નવી ચેતના છે,
  આ આંસુ નયનમાં નવા છે પરંતુ,
  ઘૂંટેલી હૃદયમાં જૂની વેદના છે.

 5. Posted સપ્ટેમ્બર 17, 2009 at 7:55 પી એમ(pm) | Permalink

  Panchmada,

  very nice muktak.

  બધાં દુઃખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
  હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!
  kharekhar saras.

  Sapana

 6. Posted સપ્ટેમ્બર 17, 2009 at 10:25 પી એમ(pm) | Permalink

  સ્મરણ સાર્થે બધું એનું એ જ એકસરખુ છે સ્વસ્વરુપમાં વિસ્મરણ છે અને બધુ નવુ નવું તાજુ તાજુ..Nice Muktak..

 7. devikadhruva
  Posted સપ્ટેમ્બર 18, 2009 at 12:20 એ એમ (am) | Permalink

  irshad….

 8. Zenith Surti
  Posted સપ્ટેમ્બર 18, 2009 at 9:45 એ એમ (am) | Permalink

  પંચમ સાહેબ,
  ખૂબ સુંદર રચના..

  Zenith Surti

  ખુદને ભૂલી, ખુદથી દૂર જાવું ક્યાં,
  ભૂલી કાલ, “આજ” ને બોલાવું ક્યાં..
  http://gujjuzen.blogspot.com/

 9. Posted સપ્ટેમ્બર 19, 2009 at 6:43 એ એમ (am) | Permalink

  સરસ વાત.
  આ વધુ ગમ્યું….
  બધાં દુઃખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
  હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!

 10. Posted સપ્ટેમ્બર 20, 2009 at 6:46 એ એમ (am) | Permalink

  wah..saheb kharekhar aa rachana mane bahum gami….tamara jeva vicharo to mane aavta j nathi……etle j to aap senior chho ne….

 11. Posted સપ્ટેમ્બર 20, 2009 at 12:40 પી એમ(pm) | Permalink

  સીર્ફ ઇતના હૈ કી જમ જાતી હૈ ઉસ પર ગર્દે માહેસાલ
  નહી તો જખ્મ આદમી કે દિલ કે કભી ભરતે નહી
  સરસ ગમ્યુઁ

 12. Posted સપ્ટેમ્બર 21, 2009 at 11:23 પી એમ(pm) | Permalink

  દુ:ખનું ઓસડ દહાડા — કહેવતને મજાનું મુક્તક-સ્વરૂપ આપ્યું.

 13. Posted ઓક્ટોબર 11, 2009 at 4:12 એ એમ (am) | Permalink

  સરસ મુક્તક.ચાર પંક્તિમાં કેટલું બધું કહી દીધું. જીવન…મરણ .. સ્મરણ ..દુ:ખ…ઓસડ …દહાડા..હ્રદય..જખમ ..અને ક્ષણનું રણ! વાહ!

 14. Dr.Firdosh Dekhaiya
  Posted ઓક્ટોબર 22, 2009 at 5:48 પી એમ(pm) | Permalink

  good one.keep it up

 15. Posted ઓગસ્ટ 9, 2010 at 12:15 પી એમ(pm) | Permalink

  nice.

  uma sheth

 16. Posted ઓગસ્ટ 10, 2010 at 5:59 એ એમ (am) | Permalink

  પંચમભાઈ,
  આટલો સરસ ઉઘાડ અને આખી ગઝલ નહીં? આટલેથી કાં અટક્યા?


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: