ગઝલ એની એ છે

♥ પંચમ શુક્લ

બધું એનું એ છે, બધા એના એ છે,
ગઝલ એની એ છે, ગીતો એના એ છે!

તમે નીકળ્યા’તા ગઝલને બદલવા,
નથી કાફિયા પણ રદીફઃ
‘એના એ છે’ !

૨૨/૦૮/૨૦૦૯

11 Comments

 1. Posted સપ્ટેમ્બર 1, 2009 at 10:37 એ એમ (am) | Permalink

  કરામતભર્યું મુક્તક. મઝાનું!

 2. Posted સપ્ટેમ્બર 1, 2009 at 4:37 પી એમ(pm) | Permalink

  કાફિયાવિણ મુક્તક છે તે મુક્તકમાં જ કબુલ્યું છે ને.ભાવનિષ્પત્તિ સરસ છે.

 3. Posted સપ્ટેમ્બર 1, 2009 at 5:56 પી એમ(pm) | Permalink

  Nice One !
  See you on Chandrapukar>>Chandravadan
  http://www.chandrapukar.wordpress.com

 4. Posted સપ્ટેમ્બર 2, 2009 at 11:16 પી એમ(pm) | Permalink

  પ્રિય પંચમદા,

  તમારાં આ મુક્તક પરથી એક વાત યાદ આવી.

  લખું છું એકની એક વાત શબ્દો બદલીને

  લે સમજી એકની એક વાત ભાવો બદલીને,

  સમજ ક્યાં છે મને કાફિયા રદિફની ભલાં,

  લખું છુ એક ની એક વાત કાવ્યો બદલીને.

  સુંદર મુક્તક

  સપના

 5. himanshupatel555
  Posted સપ્ટેમ્બર 5, 2009 at 12:45 એ એમ (am) | Permalink

  panchamabhai તમારુ મુક્તક અને સપનાબેનનું,બન્નેવ
  ખુબજ શસક્ત છે. ભર્ત્રૂહરિએ કહેલો શ્બ્દસ્ફોટ
  સંભળાય છે, શબ્દમાં રહેલો germinating power
  આકાર લેતો દેખાય છે

 6. Posted સપ્ટેમ્બર 7, 2009 at 4:38 એ એમ (am) | Permalink

  સુંદર…

 7. Posted સપ્ટેમ્બર 8, 2009 at 3:40 પી એમ(pm) | Permalink

  ખુબ સુંદર…

 8. Posted સપ્ટેમ્બર 10, 2009 at 3:50 પી એમ(pm) | Permalink

  very nice…. !!

  waiting for gazal … ?!!

 9. sudhir patel
  Posted સપ્ટેમ્બર 12, 2009 at 3:15 એ એમ (am) | Permalink

  Enjoyed your nice Muktak, Panchambhai!
  Sudhir Patel.

 10. pragnaju
  Posted સપ્ટેમ્બર 15, 2009 at 11:38 એ એમ (am) | Permalink

  તમે નીકળ્યા’તા ગઝલને બદલવા,
  નથી કાફિયા પણ રદીફઃ ‘એના એ છે’ !
  સું દ ર…
  આમાં નથી કાફિયા,
  પણ છે શેરમાં શેરિયત…
  પદ્ય સ્વરૂપે ગદ્ય નથી

  મહોબ્બતના પરચા હજુ એના એ છે,
  આ પાંપણના પરદા હજુ એના એ છે

 11. Posted સપ્ટેમ્બર 20, 2009 at 4:07 પી એમ(pm) | Permalink

  ભાઈ પંચમ… સુંદર મુક્તક છે… પ્રતિભાવ માં સ્ફૂરેલ એક મુક્તક ….

  કોણ નીકળ્યું’તું ગઝલ ને બદલવા
  કાફિયા સંગે રદીફ ને બદલવા
  ના કરીશ શોખ એમનો ‘બાબુલ’
  બોલશે કોક તો છંદને બદલવા

  ‘બાબુલ’


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: