ગમ્મત છું

♥ પંચમ શુક્લ

પ્રાસ વરાણી સાવ પ્રસંગી ગમ્મત છું,
ગીત-ગઝલને રંગ તરંગી ગમ્મત છું.

હાથ ઉપરનું હસવું હું છું, ખસવું હું,
ચાર ઘડીની પાંખ વિહંગી ગમ્મત છું.

ચાક ચડાવ્યું ઘાટ ઘડાવ્યું ઘડતર કે,
નાખ નિભાડે નિત્ય અભંગી ગમ્મત છું.

એમ રહું છું એક અજનબી અંગત છું,
આભ ચડું ત્યાં મુક્ત પતંગી ગમ્મત છું.

કંઠ ફુલાવી લલકારેલી રંગત હું,
રાન રખડતી વાટ વિસંગી ગમ્મત છું.

૬/૫/૧૯૯૩

Advertisements

16 Comments

 1. Posted ઓગસ્ટ 15, 2009 at 6:44 એ એમ (am) | Permalink

  એમ રહું છું એક અજનબી અંગત છું,
  આભ ચડું ત્યાં મુક્ત પતંગી ગમ્મત છું.
  ખુબ સુંદર આસ્વાધ્ય ગઝલ !
  બહુ જ ઉચ્ચ પ્રકારની અભિવ્યક્તિ છે જે ઉંડી અનુભૂતિ વિના શક્ય નથી…ગીત ગઝલ ને રંગ તરંગી ગમ્મત છું..કવિની આવી નિસ્વાર્થ નિર્હેતુક ગમ્મત કોને ન ગમે ઈશ્વર પણ હરખાતા હશે નહિ ?

 2. Posted ઓગસ્ટ 15, 2009 at 12:20 પી એમ(pm) | Permalink

  એમ રહું છું એક અજનબી અંગત છું,
  આભ ચડું ત્યાં મુક્ત પતંગી ગમ્મત છું
  NICE lines in a NICE Gazal….Keep writing.
  Chandravadan ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

 3. Posted ઓગસ્ટ 15, 2009 at 2:33 પી એમ(pm) | Permalink

  વર્ષો પછી પણ ગમે એવી ગઝલ છે. પંચમભાઈ તમે ખજાનાના માલિક છો.

 4. sudhir patel
  Posted ઓગસ્ટ 16, 2009 at 2:41 એ એમ (am) | Permalink

  Enjoyed your nice Gazal, Panchambhai!
  Sudhir Patel.

 5. Posted ઓગસ્ટ 16, 2009 at 12:04 પી એમ(pm) | Permalink

  ચાક ચડાવ્યું ઘાટ ઘડાવ્યું ઘડતર કે,
  નાખ નિભાડે નિત્ય અભંગી ગમ્મત છું.
  પંચમભાઇ
  આ શે’ર ખુબજ ગમ્યો સરસ ગઝલ

 6. Posted ઓગસ્ટ 17, 2009 at 12:59 પી એમ(pm) | Permalink

  ચાક ચડાવ્યું ઘાટ ઘડાવ્યું ઘડતર કે,
  નાખ નિભાડે નિત્ય અભંગી ગમ્મત છું.

  સુંદર અભિવ્યક્તિ

 7. Posted ઓગસ્ટ 20, 2009 at 7:28 પી એમ(pm) | Permalink

  પંચમજી વાહ વાહ મજા આવી ગઇ..

 8. Posted ઓગસ્ટ 21, 2009 at 1:18 પી એમ(pm) | Permalink

  જૂના ખજાનામાં પણ સારા મોતી ભર્યા છે…

 9. himanshupatel555
  Posted ઓગસ્ટ 23, 2009 at 12:31 એ એમ (am) | Permalink

  ચાક ચડાવ્યું ઘાટ ઘડાવ્યું ઘડતર કે,
  નાખ નિભાડે નિત્ય અભંગી ગમ્મત છું.

  this is the game and the fun(pun)
  of the game.
  i always enjoy reading good poetry–you got one….

 10. Posted ઓગસ્ટ 23, 2009 at 1:13 પી એમ(pm) | Permalink

  પંચમભાઇ..તમારી કવિતામાં રાજેન્દ્ર શુકલના કાવ્યોની સુવાસ અનુભવાય છે.

  સુન્દર…ભાવ અને સુન્દર અભિવ્યક્તિ પણ…

 11. Posted ઓગસ્ટ 25, 2009 at 8:48 એ એમ (am) | Permalink

  ‘ચાક ચડાવ્યું ઘાટ ઘડાવ્યું ઘડતર કે,
  નાખ નિભાડે નિત્ય અભંગી ગમ્મત છું.’
  ખુબ જ સરસ અભીવ્યક્તી..

 12. Posted ઓગસ્ટ 25, 2009 at 10:24 એ એમ (am) | Permalink

  હાથ ઉપરનું હસવું હું છું, ખસવું હું,
  ચાર ઘડીની પાંખ વિહંગી ગમ્મત છું..Vivekbhai sachu kahyu.Panchamda moti verta raho.

  Sapana

 13. Posted ઓગસ્ટ 25, 2009 at 3:08 પી એમ(pm) | Permalink

  સાચે જ, ગમ્મત પડે તેવી મજબુત ગઝલ..
  મઝા આવી ગઈ.

 14. Posted સપ્ટેમ્બર 8, 2009 at 7:49 પી એમ(pm) | Permalink

  એમ રહું છું એક અજનબી અંગત છું,
  આભ ચડું ત્યાં મુક્ત પતંગી ગમ્મત છું.

  નિરાળા વ્યક્તિત્વનો આકર્ષક ઉઘાડ.
  હવાના ઝોકાં સાથે મુક્ત ઉડવું અને પોતીકાપણું જાળવી રાખવું – એ બંને એકસાથે અઘરું છે. નિર્લેપ હોય તે કરી શકે.

 15. pragnaju
  Posted સપ્ટેમ્બર 15, 2009 at 11:45 એ એમ (am) | Permalink

  ચાક ચડાવ્યું ઘાટ ઘડાવ્યું ઘડતર કે,
  નાખ નિભાડે નિત્ય અભંગી ગમ્મત છું.
  સુન્દર
  ગુજરાતી ભાષાને અનેક લાડ લડાવનાર
  અને સદાનવીન ઘાટ આપનાર કવિ …

 16. Ramesh Patel
  Posted સપ્ટેમ્બર 30, 2009 at 10:02 પી એમ(pm) | Permalink

  કંઠ ફુલાવી લલકારેલી રંગત હું,
  રાન રખડતી વાટ વિસંગી ગમ્મત છું.

  ગમ્મત પડે તેવી mazani ગઝલno પંચમ Taste

  Ramesh Patel(Aakashdeep)


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: