પ્રયોજન

♥ પંચમ શુક્લ

ત્યારે જ તો પમાયું લવલેશનું પ્રયોજન,
નિઃશેષને વર્યું જ્યાં આશ્લેષનું પ્રયોજન!

તરતોતરત શમેલું ઊછળ્યું ન હોત આવું,
પ્રગટ્યું ન હોત પાછું આવેશનું પ્રયોજન!

ભરપૂર તો’ય ખાલી આ ઉપનિવેશ સઘળા,
ક્યાં જઈ ઠરું, રહું હું, શું દેશનું પ્રયોજન?

કહેવું’તું કોઈને એ વીંટી વળ્યું મને ખુદ,
પળપળ પછી જ પીગળ્યું આદેશનું પ્રયોજન!

કોણે ઝીલી લીધું મન, અધ્ધરથી અધવચાળે?
કોને હવે ઝિલાવું સંદેશનું પ્રયોજન!

૧૨-૧૧-૧૯૯૪

લવલેશઃ લેશમાત્ર
નિઃશેષઃ કંઈ જ શેષ ન હોય એવું
ઉપનિવેશઃ વસાહત

છંદોવિધાનઃ ગાગા લગા લગાગા, ગાગા લગા લગાગાAdvertisements

28 Comments

 1. himanshupatel555
  Posted August 1, 2009 at 2:01 am | Permalink

  gazal is not my cup of tea
  yet i always read it.though they are meaningful to me it is always
  more enjoyable on audio than
  in words:basically what i want to
  say is gazal is rich phonetic art.Mr shukla please write it and i would always read it to enjoy it.’pryojan’ i enjoyed it.

 2. Posted August 1, 2009 at 7:59 am | Permalink

  ભરપૂર તો’ય ખાલી આ ઉપનિવેશ સઘળાં,
  ક્યાં જઈ ઠરું, રહું હું, શું દેશનું પ્રયોજન?
  સુંદર ગઝલ અભિનવ પ્રાસ અનુપ્રાસયુક્ત નાવીન્યપૂર્ણ રસપ્રચૂર, મધુર,

 3. Posted August 1, 2009 at 7:27 pm | Permalink

  Wah Wah! Khub saras rachna…Maqta lajawaab pan matla is in a different league…4th sher samajtaa thodi vaar laagi!

 4. Posted August 1, 2009 at 11:15 pm | Permalink

  અરે વાહ! સુંદર કલ્પનાનું ગઝલમાં પ્રયોજન

 5. Posted August 3, 2009 at 12:38 am | Permalink

  કોણે ઝીલી લીધું મન, અદ્ધરથી અધવચાળે?
  કોને હવે ઝીલાવું સંદેશનું પ્રયોજન…..
  Very nice lines in a very nice Gazal…I took these lines as they pertain to MAN…& I has just posted a Kavya entitled “MAN ane VISHVAS “on my Blog, Chandrapukar. Your readers are all invited & thanks to YOU for visiting my Blog >>>>Chandravadan.
  http://www.chandrapukar.wordpress.com

 6. Posted August 3, 2009 at 1:51 am | Permalink

  કોણે ઝીલી લીધું મન, અદ્ધરથી અધવચાળે?
  કોને હવે ઝીલાવું સંદેશનું પ્રયોજન!
  … ખુબ અર્થસભર અને ઉમદા રચના.
  ગઝલનું રસદર્શન કરાવ્યું હોત તો હજુ વધુ મઝા આવત.

 7. Posted August 3, 2009 at 2:14 am | Permalink

  તમારી ગઝલની કોમેન્ટ કરવી એ તો સૂરજને દિવો ધરવા જેવી વાત છે. પણ મને એક શેર બહુજ ગમ્યો.

  કહેવું’તું કોઈને એ વીંટી વળ્યું મને ખુદ,
  પળપળ પછી જ પીગળ્યું આદેશનું પ્રયોજન!

  બહુત ખુબ!

 8. Posted August 3, 2009 at 5:42 am | Permalink

  કહેવું’તું કોઈને એ વીંટી વળ્યું મને ખુદ,
  પળપળ પછી જ પીગળ્યું આદેશનું પ્રયોજન!

  priya panchambhai,
  very nice.
  aa pal nu sambhaarnu,jivan nu mahaamoghu gharenu bani rahe.
  Markand Dave.

 9. pragnaju
  Posted August 3, 2009 at 7:30 am | Permalink

  સુંદર ગઝલ…

  દરેકને સ્વતંત્રતા અને જાતે જ ફેંસલો કરવાનો અધિકાર છે. આની સાથે જ ઉપનિવેશવાદ જલદીથી ખતમ થઈ જાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ૧૯૬૨માં ઉપનિવેશવાદની સમાપ્તિને લઈને એક વિશેષ સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ ઉપનિવેશવાદ ખતમ કરવા માટે ખાસ ધ્યાન રાખવાનું હતું. ૧૯૯૦-૨૦૦૦ના દાયકાને આંતરરાષ્ટ્રીય ઉપનિવેશવાદ સમાપ્તિ દસક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આપણા નેતાઓ પહેલેથી કહે છે-‘હમારા કોઈ ઉપનિવેશ નહીં ઔર ન હી ઉપનિવેશ બનાને કી ખવાઇશ। જબકિ દુનિયા કો ઉપનિવેશ બનાને વાલે આજ નયે સે નયે કુચક્ર રચ રહે હૈં। હમારી નિગાહેં ભી જિન્હેં દેખ પાને મેં અસમર્થ …’
  ભરપૂર તો’ય ખાલી આ ઉપનિવેશ સઘળા,
  ક્યાં જઈ ઠરું, રહું હું, શું દેશનું પ્રયોજન?

 10. Posted August 3, 2009 at 9:14 am | Permalink

  ખૂબ સરસ. ઘણાં કઠિન શબ્દોને સારી રીતે પ્રયોજ્યા.

 11. Posted August 3, 2009 at 11:30 am | Permalink

  કહેવું’તું કોઈને એ વીંટી વળ્યું મને ખુદ,
  પળપળ પછી જ પીગળ્યું આદેશનું પ્રયોજન!
  સુંદર..

 12. Posted August 3, 2009 at 3:13 pm | Permalink

  કોણે ઝીલી લીધું મન, અદ્ધરથી અધવચાળે?
  કોને હવે ઝીલાવું સંદેશનું પ્રયોજન! …..
  Liked the Gazal..Posted my Comment & invited you & readers to Chandrapukar to read the Post “MAN ane VISHVASH ”
  http://www.chandrapukar.wordpress.com

 13. डॉ. निशीथ ध्रुव
  Posted August 3, 2009 at 5:32 pm | Permalink

  -एश-युक्त शब्दोने अर्थावलिमां सांकळीने सुन्दर गझल बनावी छे. दरेक प्रयोजन छेवटे अर्थहीन बनी रहे एवुं कंईक बनतुं रहे छे. आश्लेष आप्या पछी कंई शेष हरेतुं नथी – एकत्वनुं आराधन थाय छे. पण ए क्षणिक एकत्वमांथी वळी पाछा नवा आवेशो अने उन्मेषो प्रकटे छे. बधा उपनिवेशोमां जईने पण खालीपो वरताय छे. अने समस्त विश्व ज वसाहत माटे खुल्लुं छे तो पछी देश-विदेशना भेदभावनुं शुं प्रयोजन? उपनिवेश एटले संस्थान एवो अर्थ घटावीए तो पछी समजाय के संस्थान-मालिक सदासर्वदा आदेश आपी शकतो नथी. स्वातन्त्र्यनी अदम्य ऊर्मिओ सामे आदेशोने पीगळवुं ज पडे छे. गांधीजीए कह्युं के मारुं जीवन ज मारो सन्देश छे. पण एमने कोईक अधवचाळे ज ऊंचकी गयुं. ए सन्देश कई रीते झिलाशे?

 14. Posted August 4, 2009 at 3:36 am | Permalink

  very nice ghazal.Enjoyed

  mukesh joshi

 15. Posted August 4, 2009 at 5:41 am | Permalink

  ત્યારે જ તો પમાયું લવલેશનું પ્રયોજન,
  નિઃશેષને વર્યું જ્યાં આશ્લેષનું પ્રયોજન!

  કોણે ઝીલી લીધું મન, અધ્ધરથી અધવચાળે?
  કોને હવે ઝિલાવું સંદેશનું પ્રયોજન!

  very very nice gazal,

  matla is toooo good !

 16. sudhir patel
  Posted August 5, 2009 at 3:23 am | Permalink

  Enjoyed your nice Gazal!
  Sudhir Patel.

 17. Posted August 5, 2009 at 11:28 am | Permalink

  એક ખાલીપો..એક આંખના ખૂણાની ભીનપ કેટ્લી અસરકારક રીતે રજુ થઇ છે…વાહ.

 18. Posted August 8, 2009 at 3:12 am | Permalink

  વાહ પંચમભાઈ,
  ગૂઢભાવાભિવ્યક્તસભર રચના બની છે.
  કેટલાક શબ્દો જે ગઝલમાં પ્રયોજવા,પ્રમાણમાં અઘરા પડે એ તમે સહજરીતે અને સરળતાથી પ્રયોજી/પ્રસ્થાપિત કરી શકો છો એ મેં તમારી લગભગ રચનાઓમાં માર્ક કર્યું છે.
  -અભિનંદન.

 19. Posted August 8, 2009 at 9:31 am | Permalink

  very good, panchambhai. unusual kafiya introduced very nicely.

 20. Posted August 8, 2009 at 10:27 am | Permalink

  ત્યારે જ તો પમાયું લવલેશનું પ્રયોજન,
  નિઃશેષને વર્યું જ્યાં આશ્લેષનું પ્રયોજન!

  તમારી રજૂઆત અલગ, તમારા પ્રયોજ્યા’તા શબ્દો અલગ, તમારી છટા અને લય અલગ !! વાહ…વાહ જનાબ મજા આવી ગઈ!!
  તાજગી અને નાવીન્ય બક્ષતિ તમારી રચનાઓ નો બીજે કયાંય જોટો જડવો મુશ્કેલ છે !!
  સાહેબ તમારી આ કૃતિઓ સામયિકોમાં મોકલો છો કે નહીં ?! ના મોકલતા હોય તો જરૂરથી ભારત ના સામયિકો માં મોકલવાનું ચાલુ કરો જેથી જે લોકો નેટ વાપરતા નથી તેવા સર્જકોને તમરી આ કૃતિઓ નો આસ્વાદ મળે!!

 21. Posted August 9, 2009 at 3:38 am | Permalink

  Very very nice gazal!!new radif ane kafiyanu prayojan.

  Maja aavi! Really nice gazal!
  sapana

 22. Posted August 16, 2009 at 5:32 pm | Permalink

  પંદર વરસ પહેલાનું (૧૧/૧૯૯૪)આ શબ્દ પ્રયોજન હજુ એટલું જ તાજું છે, તગતગતું છે; એને છલકાતી ચાંદની જેમ માણ્યું. એક વાત ના સમજાઈ કે આ અત્યંત નાજુક રચના છુપી શીદ રહી?
  ફારુક ઘાંચી ‘બાબુલ’

 23. Posted August 20, 2009 at 6:27 pm | Permalink

  લાંબા સમયથી મારો પ્રતિભાવ મોકલવો હતો, રહી ગયો. સાવ રહી ન જઉં એટલે આજે લખવા બેઠો. તમારા પ્રયોજનમાં મને ક્યાંક જીપ્સી બેસેલો દેખાયો, તેથી તમારો સહયાત્રી છું એવું લાગ્યું. તમારા જ શબ્દોમાં, “ભરપૂર તો’ય ખાલી આ ઉપનિવેશ સઘળા,
  ક્યાં જઈ ઠરું, રહું હું, શું દેશનું પ્રયોજન?” મુક્ત જીવ, મુક્ત વિચાર અને ુદાત્ત વાણી – બધા તમારી ગઝલમાં દેખાયા. સરસ.

 24. Posted August 21, 2009 at 1:17 pm | Permalink

  સુંદર ગઝલ…

  ધીમે ધીમે ઊઘડે છે પણ ઊઘડે છે ત્યારે ઝળાંહળાં કરી દે એમ !

 25. Posted August 27, 2009 at 12:07 pm | Permalink

  agreed with vivekbhai…

  તરતોતરત શમેલું ઊછળ્યું ન હોત આવું,
  પ્રગટ્યું ન હોત પાછું આવેશનું પ્રયોજન!

  કોણે ઝીલી લીધું મન, અધ્ધરથી અધવચાળે?
  કોને હવે ઝિલાવું સંદેશનું પ્રયોજન!

  liked these 2 very much…

 26. Posted September 26, 2009 at 5:49 pm | Permalink

  પંચમભાઈ, આપના બ્લોગની આજે નિરાંતે મુલાકાત લીધી અને મોટાભાગની રચનાઓ માણી. મન તરબતર થઈ ગયું. તમારી ગઝલો અને મુક્તકો ઊંડાણવાળા છે. મઝા આવી.
  —‘મન’ પાલનપુરી

 27. Posted December 2, 2009 at 3:16 pm | Permalink

  મારી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગને આપ યાદીમાં શામીલ કરશો.
  બ્લોગનિ લિન્ક- http://gujratisms.wordpress.com

 28. kalpesh jinjo (diu)
  Posted April 25, 2010 at 9:15 am | Permalink

  khub j sarsh


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: