કેવો ઢૂંકડે આવીને!

♥ પંચમ શુક્લ

કેવો ઢૂંકડે આવીને!
ઘૂંટડે, ઘૂંટડે પીવે છે; વિસ્મયનો રસ ઘોળીને!

………………………………….૦ કેવો ઢૂંકડે આવીને!

અંધારામાં જાગે છે;
અજવાળાને તાગે છે,

જુગનૂઓ ઝબકાવીને! ……… ૦ કેવો ઢૂંકડે આવીને!

ઊભે તડકે તાપે છે;
પડછાયાઓ માપે છે,

સૂરજ છત પર વાવીને! ……..૦ કેવો ઢૂંકડે આવીને!

છમછમ છમછમ નાચે છે;
અલક-મલકમાં રાચે છે,

પવન પાંદ ફરકાવીને! ………૦ કેવો ઢૂંકડે આવીને!

અવળું સવળું વાંચે છે;
ઝીણું ઝીણું જાંચે છે,

સમજણ ચાવી ચાવીને! ……..૦ કેવો ઢૂંકડે આવીને!


૧૧/૫/૨૦૦૯

નાનકડા ધ્રુવનું દોડતા શીખવું, બોલતા શીખવું અને સૃષ્ટિથી અવિરત સ્પંદિત થતાં રહેવું એ મારા વિસ્મયનું વાતાયન ખુલ્લું રાખે છે.

25 Comments

 1. Posted જુલાઇ 15, 2009 at 12:52 એ એમ (am) | Permalink

  નાનકડા ધ્રુવની મોટા થવાની નાની-નાની પ્રક્રિયાઓનું સરસ અવલોકનભર્યું વર્ણન.

 2. Posted જુલાઇ 15, 2009 at 5:51 એ એમ (am) | Permalink

  Aha Panchambhai!

  I guess while writing a poem, there are times when you want to employ words to enhance the meaning and then there are times you want to employ words to not interfere with the meaning! This poem belongs to the latter category…The emotions of a father are shining through!

  Aa vismay nu vaatayan vadhu khuley and khiley!

 3. Posted જુલાઇ 15, 2009 at 11:06 પી એમ(pm) | Permalink

  તાદૃશ વિસ્મય ઝિલાયુ છે ખુબ તાજગીસભર રચના છે માણી…

 4. Posted જુલાઇ 16, 2009 at 9:53 એ એમ (am) | Permalink

  nice one Panchambhai. Beautiful poem generated from the observations of a growing child

 5. Posted જુલાઇ 16, 2009 at 3:38 પી એમ(pm) | Permalink

  very picturesque portrait of dhruv’s current stage of growth… 🙂

  m sure u are enjoying it to the fullest…

  darek vaat ma vismay paamvu,
  raate jaagvu ane divase unghvu,
  alak-malak ma raachvu,
  avalu-savlu vaachvu … !!

  sundar …

 6. pragnaju
  Posted જુલાઇ 16, 2009 at 5:47 પી એમ(pm) | Permalink

  છમછમ છમછમ નાચે છે;
  અલક-મલકમાં રાચે છે,

  પવન પાંદ ફરકાવીને! ………
  કેવો ઢૂંકડે આવીને
  હંમણા વરસતા વરસાદમાં બાળકોમા સૃષ્ટિથી અવિરત સ્પંદિત થતાં રહેવું
  મણાય છે!

 7. Posted જુલાઇ 18, 2009 at 11:39 એ એમ (am) | Permalink

  ઊભે તડકે તાપે છે;
  પડછાયાઓ માપે છે,

  સૂરજ છત પર વાવીને! ……..૦ કેવો ઢૂંકડે આવીને!

  વાહ ભાઇ પંચમજી ખૂબ કહી.કવિત્વ એના શિરમોર તત્વપદે.વાહ.

 8. Posted જુલાઇ 19, 2009 at 1:43 પી એમ(pm) | Permalink

  પંચમજી… કમાલ કમાલ કમાલની રજૂઆત! આ વખતે “ઢૂંકડે” લાવ્યા!! આ રીતે જ ઢૂંકડે રહેજો… ભાષાથી અને અમારાથી પણ! આનંદ ભયો.

 9. Posted જુલાઇ 19, 2009 at 6:42 પી એમ(pm) | Permalink

  વાહ જનાબ!
  સમજણને સરાણે ચડાવી તમે તો ….
  સાવ સહજ રીતે ક્યાંથી ક્યાં લઈ ગ્યા!
  કયા બંધનો ઉલ્લેખ કરવો અને કયો નહીં-આખેઆખી રચના સોંસરી ઉતારી તમે તો.
  મજા આવી ગઈ.
  -અભિનંદન.

 10. Posted જુલાઇ 19, 2009 at 10:34 પી એમ(pm) | Permalink

  ઊભે તડકે તાપે છે;
  પડછાયાઓ માપે છે, સૂરજ છત પર વાવીને!

  ખુબ સરસ અવલોકન … સૂરજની ગતિ સાથે જેવી રીતે પડછાયાઓ લાંબા-ટૂંકા થાય છે તે જ રીતે આપણે પણ સમજણની દુનિયામાં જ્ઞાનના તડકે ઉગતા જઈએ છીએ. સુંદર વાત.

 11. Posted જુલાઇ 20, 2009 at 1:06 પી એમ(pm) | Permalink

  very nice… superb !!

 12. Posted જુલાઇ 22, 2009 at 10:49 એ એમ (am) | Permalink

  વિસ્મય ને જીવાડીએ તો આપણામાં પણ એક બાળક દેખાશે.ઘણીજ સરસ રચના .ગમી .

 13. Posted જુલાઇ 23, 2009 at 10:00 એ એમ (am) | Permalink

  સરસ રચના !મજા આવી ગઈ.
  અભિનંદન !!

 14. Posted જુલાઇ 23, 2009 at 7:15 પી એમ(pm) | Permalink

  ઢૂંકડું ગીત… મજા આવી ગઈ ! મારા ટેણીયાનાંય આવા જ વિસ્મયનાં દિવસો યાદ આવી ગયા… અભિનંદન.

 15. Posted જુલાઇ 24, 2009 at 6:58 એ એમ (am) | Permalink

  સરસ રચના…

  ‘ઊભે તડકે તાપે છે’ વાળૉ અંતરો ખૂબ જામ્યો…

  મજા આવી…

 16. Posted જુલાઇ 27, 2009 at 5:51 એ એમ (am) | Permalink

  પ્રિય પંચમદા,
  ધૃવ મોટો થઈ રહ્યો છે એની એક એક ક્ષણ છાતીમાં ભરીલો..આ ક્ષણો એક દિવસ તમને અમૂલ્ય ખઝાના જેવી લાગશે.ખરેખર આ ક્ષણો અનમોલ છે.આ ગીત તમારા અને ધૃવનાં સ્નેહનું પ્રતિક છે.
  સપના

 17. Posted જુલાઇ 27, 2009 at 10:04 એ એમ (am) | Permalink

  ધ્રૂવની આંખોમાં રોજ રોજ સાવ નાની નાની વાતમાં પણ અંજાતા વિસ્મયમાં ડૂબકી મારી ફરી એકવાર શૈશવને સથવારે જીવન છલકી રહે..એ અણમોલ લહાવો લૂંટવાની મજા માણતી વખતે અમને પણ આવી સુંદર રચના દ્વ્રારા એમાં સામેલ કરતા રહેશો…

  પંચમભાઇ …રોજ રોજ નવું નવું શીખતા, વિકસતા ધ્રૂવને ખોબલે ખોબલે શુભેચ્છાઓ..અંતરના આશિષ…

 18. Ramesh Patel
  Posted જુલાઇ 28, 2009 at 4:44 પી એમ(pm) | Permalink

  શૈશવ….સરસ રચના ,મજા આવી ગઈ.

  અવળું સવળું વાંચે છે;
  ઝીણું ઝીણું જાંચે છે, ..પંચમભાઇ
  A poem of our family ,feelings
  and happiness.

  Ramesh Patel(Aakashdeep)
  Let me share..

  A Real King
  Great empire and so great, the noble king
  Had a lovely prince and a beautiful queen.
  Once in a dream, God appeared and told,
  Ask for anything which you don’t hold.
  Oh God! Your blessings have given me a lot,
  But an innermost charm I have lost.
  Life seems confused with war, worry, and hurry.
  Please, return my childhood with its glory.
  Childhood is a symbol of love, like a colorful flower,
  Vanishes all the hatreds with joyful shower.
  Nothing is so green like the smile of child.
  A kiss of a mother is a sweet memory of mankind.
  Hearing a story, God highlighted the truth:
  Children are my favorite angels on Earth.
  If a man learns humanity by following a child,
  A different kind of light will shine.
  Children have won the world with smiles.
  A real king of the world is an innocent child.
  Rameshchandra J. Patel

 19. himanshupatel555
  Posted જુલાઇ 31, 2009 at 1:33 એ એમ (am) | Permalink

  પંચમભાઇ નાના બાળકનું ડાલમડોલમ ન્હાનાલાલની શૈલી જેવું પકડ્યું છે.ગ્મ્યું

 20. sudhir patel
  Posted ઓગસ્ટ 5, 2009 at 3:26 એ એમ (am) | Permalink

  Very beautiful lyric with all meaningful expressions! Enjoyed by heart!
  Sudhir Patel.

 21. Posted ઓગસ્ટ 8, 2009 at 10:18 એ એમ (am) | Permalink

  જેમ-જેમ ધ્રુવ મોટો થતો જશે તેમ-તેમ તમારાં સ્પંદનો ખુબ ‘ઢૂંકડે’ આવતાં જશે. તાજગી અને નાવીન્ય બક્ષતિ તમારી રચનાઓ નો બીજે કયાંય જોટો જડવો મુશ્કેલ છે. સરસ રચના!!

 22. Posted ઓગસ્ટ 9, 2009 at 5:16 પી એમ(pm) | Permalink

  પંચમભાઇ,
  મજા પડી આ રચનામાં…
  મજા પડી “ઢુંકડા” શબ્દને વાંચવાની…
  આવા શબ્દો ક્યાંય ખોવાઇ ગયા છે..
  કેટલો તાકાતવાન છે આ શબ્દ !!
  અભિનંદન

 23. readsetu
  Posted નવેમ્બર 7, 2009 at 4:43 પી એમ(pm) | Permalink

  તમારો પરિચય મેળવવા તમારો બ્લોગ જોયો. બીજી રચનાઓ પણ સરસ છે પણ આ બહુ ગમી ખાસ કરીને આ પંક્તિઓ ઊભે તડકે તાપે છે;
  પડછાયાઓ માપે છે,
  સૂરજ છત પર વાવીને!
  સૂરજ છત પર વાવવાની કલ્પના સ્પર્શી જાય એવી છે.. ધ્રુવ જેવી નમણી અને સાલસ રચના.. નિર્ભેળ આનંદ આપતી રચના.. અભિનંદન..
  બીજું ગમ્યું તે શુધ્ધ દમદાર કાઠિયાવાડી શબ્દ પ્રયોગો..
  લતા હિરાણી

 24. Posted નવેમ્બર 26, 2009 at 12:42 એ એમ (am) | Permalink

  લતાબેનની વાત સાચી છે. નવા નવા છતાં જૂના દમદાર શબ્દપ્રયોગો તમારી રચનાઓની આગવી ખૂબી છે.

  પંચમભાઇ એ માટે ખૂબ અભિનંદન.

  કયારેય ચીલાચાલુ શબ્દો તમારી ગઝલમાં નથી હોતા..
  હવે કદાચ નીચે નામ લખેલું ન હોય તો પણ ખ્યાલ આવી જાય કે આ પંચમભાઇની ગઝલ છે.

 25. Posted ફેબ્રુવારી 3, 2010 at 5:06 એ એમ (am) | Permalink

  ઊભે તડકે તાપે છે;
  પડછાયાઓ માપે છે,

  સૂરજ છત પર વાવીને! …

  wah ekdam tajagi sabhar

  khub j gamyu

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: