દર્પ ગાળી દઠ બનો

♥ પંચમ શુક્લ

કઠ ભલે, કર્મઠ બનો,
નેતિ નેતિ નઠ બનો.

મત મતાંતર મઠ બનો,
લીલ લહેરો, લઠ બનો.

વ્હેણ પોતે તઠ બનો,
સર્વ ગળતર ગઠ બનો.

સૌમ્ય, શાલીન સ્વત્વથી,
જાત સાથે શઠ બનો.

સિદ્ધિ, બુદ્ધિ અઠ ગ્રહો,
દર્પ ગાળી દઠ બનો.

૧૫/૫/૨૦૦૯

છંદ-વિધાનઃ ગાલગાગા ગાલગા

શબ્દાર્થ:
કઠઃ કઠણાઈ
કર્મઠઃ કર્મનિષ્ઠ
નઠઃ નવરૂં, બેશરમ
લઠઃ મજબૂત, પુષ્ટ, સુંદર
તઠઃ તટ, કિનારો
ગઠઃ ગાંઠ, સંગઠિત
સ્વત્વઃ પોતાપણું, સ્વમાન
અઠઃ આઠ
દઠઃ  ઠોઠ, અબુધ

20 Comments

 1. Posted જુલાઇ 1, 2009 at 4:19 એ એમ (am) | Permalink

  પંચમભાઇ

  તમારી શબ્દોની ઊંડી સમજ ખરેખર વખાણવાલાયક છે.

  સરસ રચના

 2. Posted જુલાઇ 1, 2009 at 9:18 એ એમ (am) | Permalink

  “દર્પ ગાળી દઠ બનો”, જો આઠ ગ્રહો તમારી વાત માને તો સમગ્ર સ્રૂષ્ટિમાંથી અહંકાર, વેર, ભાવ બધુ ગાયબ થઇ જાય. નિખલસતાની રેલમછેલ થઈ જાય અને બાકી તો મજાની લાઇફ! ગળતરને પણ કાઈક બનવનો સંદેશ આપ્યો છે તમે. ભલે ગઠ તો ગઠ પણ “બનવાની” વાત “રચનાત્મક” છે. ઘણૂ સરસ અને હકારાત્મક ચિંતન લાગ્યુ! નાનકડી બહરમાં કેટલી બધી વાત! વાહ!

 3. devikadhruva
  Posted જુલાઇ 1, 2009 at 11:18 એ એમ (am) | Permalink

  અઘરા શબ્દોની સરસ રચના

 4. Posted જુલાઇ 2, 2009 at 4:17 પી એમ(pm) | Permalink

  Panchamda,

  ghaNi sundar gazal.

  ghaNa nava shbdo jaNava maLya.

  sapana

 5. Posted જુલાઇ 3, 2009 at 7:29 એ એમ (am) | Permalink

  પંચમજી હું તો તમારા છંદ વિધાનો પર કાયમ વારી જાઉં છું, શબ્દોના તમે ધની છો.

 6. Posted જુલાઇ 3, 2009 at 3:39 પી એમ(pm) | Permalink

  What a play of a few words ! Nice !

 7. pragnaju
  Posted જુલાઇ 3, 2009 at 11:00 પી એમ(pm) | Permalink

  સૌમ્ય, શાલીન સ્વત્વથી,
  જાત સાથે શઠ બનો.

  બહુ જ સુંદર

  માન તમારે હાથ ન સોંપ્યું, કેમ કરી અપમાનશો ?
  વજ્ર સમું અણભેદ હ્રદય આ, શર સૌ પાછાં પામશો…

 8. mrunalini
  Posted જુલાઇ 3, 2009 at 11:04 પી એમ(pm) | Permalink

  સ્વત્વ
  સ્વમાન વગરનું સાધુત્વ આધ્યાત્મિક ઉત્કર્ષના નામે શું ઉકાળી શકવાનું ? ધર્મ જ સર્વોપરિ છે. …
  માણસ માત્રમાં સ્વમાન હોય તે જરૂરી છે.
  સ્વમાન વગરનો માણસ જીવતો હોવા ‘મડ’ા’ સમાન છે.

 9. Posted જુલાઇ 4, 2009 at 1:43 પી એમ(pm) | Permalink

  પ્રમાણમાં અઘરી પણ અર્થસૂચક અને અર્થપૂર્ણ રચના,ભાવક/વાચકનાં જ્ઞાનભંડોળની ત્રિજ્યાને સમજણના વ્યાસ સુધી યાત્રા કરાવે એવી,
  ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લની રચનાઓને સ્મૃતિપટ પર ઉપસાવી ગઈ….
  -અભિનંદન.

 10. Posted જુલાઇ 6, 2009 at 1:18 પી એમ(pm) | Permalink

  શબ્દાર્થ ના આપ્યો હોત તો ગઝલ સમજવી મુશ્કેલ હતી. એક સુંદર ગઝલ !
  અભિનંદન !

 11. Posted જુલાઇ 10, 2009 at 10:58 પી એમ(pm) | Permalink

  સરસ ગઝલ

 12. Posted જુલાઇ 11, 2009 at 12:07 એ એમ (am) | Permalink

  લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:

  દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

 13. Posted જુલાઇ 11, 2009 at 3:03 એ એમ (am) | Permalink

  જથ્થા કરતાં ગુણવત્તાને વિશેષ મહત્વ આપો છો એ બાબત અભિનંદનને પાત્ર છે. સુંદર રચના.

 14. Posted જુલાઇ 12, 2009 at 10:25 એ એમ (am) | Permalink

  શબ્દોના કસબી !! મોઘમ છતાં અર્થ સુચક શબ્દો !!
  મેઘાવી સર્જક ની સાચી ઓળખ!!

 15. Posted જુલાઇ 16, 2009 at 5:35 પી એમ(pm) | Permalink

  સુંદર રચના…નેતિ નેતિ નઠ બનો…આપ શબ્દોના કસબી છો…હરિષ મિનાશ્રુ યાદ આવિ જાય…આપની રચના ઓપિનિયનમાં વાંચી, ગઝલ બનતી નથી શીર્ષકવાળી.

 16. gdesai
  Posted જુલાઇ 20, 2009 at 11:37 પી એમ(pm) | Permalink

  સિદ્ધિ,બુદ્ધિ અઠ ગ્રહો
  દર્પ ગાળી દઠ બનો

  હઠાગ્રહ ,પૂર્વગ્રહ તથા સિદ્ધિ,અને બુદ્ધિ આ ચાર સેવકોનો શેઠ છે અહં. આ શેઠને હણો
  તો જીવનમાં શાંતિ જ શાંતિ.

  હઠ તાગી અહં હણો

 17. Posted જુલાઇ 22, 2009 at 10:54 એ એમ (am) | Permalink

  પંચમભાઈ
  તમારી રચનાના વખાણ કરાવા વિષેના અભિપ્રાય આપવું બંધ કરવું પડશે અને સરકારી ભાષામાં કહેવું પડશે” ઉપર મુજબ” કારણ આટ આટલી સાતત્યતા બહું ઓછી જોઈ છે

 18. Posted જુલાઇ 23, 2009 at 7:19 પી એમ(pm) | Permalink

  ઓત્તારીની… આ તો પહેલાં મારે બધા શબ્દાર્થોની ગોખણપટ્ટી કરવી પડશે.. પછી ગઝલને બરાબર માણી શકીશ. 🙂

 19. Posted જુલાઇ 24, 2009 at 7:01 એ એમ (am) | Permalink

  બાપ રે! આ શબ્દો કદી સાંભળ્યાય નહોતા… ગુજરાતી ગઝલ જ છે ને?

  વાહ… મજા આવી ગઈ દોસ્ત…

 20. Posted જુલાઇ 25, 2009 at 10:08 એ એમ (am) | Permalink

  saras…. vaat !!

  enjoyed.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: