ખગ વિવર્ણ ખેવના

♥ પંચમ શુકલ

 હું જ રહું છું મારી અંદર ને
 મારો માળો હું જ બનું છું.
 ખીલે ખોડ્યું પંખી છું હું
 લીલાં તરણાના નભમાં
 સૂકું સૂકું ઘાસ ચણીને
 પીળું પીળું ઊડું છું.
 ઝીણી ઝીણી આંખોથી
 હું રોજ પરોવું
 ભૂરાં ભૂરાં ગહન ગગનમાં
 ઘેરું ઘેરું નીલ નિમજ્જન!
 કોઈ કહે કે- કીધાં વિના પણ
 મારું ઉડ્ડયન હું જ બનું છું.
 મારું ઊડવું,
 સરવું, ઠરવું
 ને ચાતરવું
 ચિત્ત હવામાં;
 લગીર બને તો-
 પરોઢનાં ધુમ્મસની પીંછી જેવું
 ઢાંકી દેવું
 ને ઢંકાવું;
 બસ વીંધાવું ઝાકળ જેવું
 સૂર્ય કિરણનાં વિવર્ણ બાણે
 ને રેલાવું
 ઇન્દ્નધનુની કોરે કોરે
 રોજ સવારે
 રંગ રંગના ગીત ગુંજતા ટાણે.

 7/7/07
Advertisements

12 Comments

 1. Posted મે 7, 2009 at 7:51 પી એમ(pm) | Permalink

  સુંદર કાવ્ય..
  માણસને ખુદનો પરિચય હોય તે આવશ્યક છે,પણ..‘સ્વ’ને ઓળખવાની વૃત્તિ હોય એ અગત્યનું છે.

 2. Harnish Jani
  Posted મે 8, 2009 at 2:21 એ એમ (am) | Permalink

  lovely poem- especially I liked-

  બસ વીંધાવું ઝાકળ જેવું
  સૂર્ય કિરણનાં વિવર્ણ બાણે
  ને રેલાવું
  ઇન્દ્નધનુની કોરે કોરે
  રોજ સવારે
  રંગ રંગના ગીત ગુંજતા ટાણે.

 3. pragnaju
  Posted મે 8, 2009 at 8:10 એ એમ (am) | Permalink

  એક નવું આકાશ ઉઘાડી આપવા બદલ વિહંગ જાનીને પ્રેમ પૂર્વક અર્પણ કરેલી કાવ્ય ફરી ફરી માણતા આનંદ
  આ પંક્તીઓ ખૂબ ગમી
  મારું ઊડવું,
  સરવું, ઠરવું
  ને ચાતરવું
  ચિત્ત હવામાં;
  ઊના ઊના દેહથી દાઝી ગયેલી હવા હાંફતા એઅવાજે પૂછ્યા કરે રગોમાં વહી રહેલો સૂર્ય ક્યારે આથમશે ? …. ને ચાતરવું ચિત્ત હવામા;. લગીર બને તો- પરોઢનાં ધુમ્મ્સની પીંછી જેવું ઢાંકી દેવું ને ઢંકાવું … એવી હવા છે, કોઇ એવી છે લ્હેર, મનમૂંગાને બોલવું અપાર, વેણમહીં બોલ ના પુરાય રે અધિર, ..

 4. Posted મે 10, 2009 at 4:45 એ એમ (am) | Permalink

  શુભ પ્રભાત પંચમભાઈ, કાવ્ય ખૂબ જ ગમ્યું. મળતા રહીશું.

 5. Posted મે 14, 2009 at 4:13 એ એમ (am) | Permalink

  બસ વીંધાવું ઝાકળ જેવું
  સૂર્ય કિરણનાં વિવર્ણ બાણે
  ને રેલાવું
  ઇન્દ્નધનુની કોરે કોરે
  રોજ સવારે
  રંગ રંગના ગીત ગુંજતા ટાણે.Very nice manne maja aavi gai.
  Sapana

 6. Posted મે 15, 2009 at 3:37 એ એમ (am) | Permalink

  મારું ઉડ્ડ્યન હું જ બનાવું છું.સુન્દર વાત.

  શરૂઆતની પહેલી પંક્તિ..વધારે ગમી.

  જાતની અંદર રહેવાની વાત..સ્પર્શી ગઇ.

 7. sudhir patel
  Posted મે 18, 2009 at 11:37 પી એમ(pm) | Permalink

  કટાવ છંદના ટૂકડામાં લખાયેલું સુંદર લય ઉત્પન્ન કરતું કાવ્ય!

  સુધીર પટેલ.

 8. Posted મે 19, 2009 at 5:54 એ એમ (am) | Permalink

  મારું ઊડવું,
  સરવું, ઠરવું
  ને ચાતરવું
  ચિત્ત હવામાં;

  પંચમજી સુંદર અનુપ્રાસ, ખરે ખર સુંદર

 9. readsetu
  Posted મે 19, 2009 at 9:17 એ એમ (am) | Permalink

  ખૂબ ગમ્યું આ કાવ્ય..

  લતા હિરાણી

 10. Posted મે 26, 2009 at 1:33 પી એમ(pm) | Permalink

  તમારી શૈલી એટલે એક્દમ અનોખી! ખૂબ સરસ ભષામા સંકલિત કરેલ કવિતા! ગમી ગયુ. મઝા આવી ગઈ!

 11. Posted મે 27, 2009 at 3:38 પી એમ(pm) | Permalink

  ખૂબ સુંદર રચના છે.
  મને તમારી રચનાઓ ખૂબ ગમે છે.

 12. Ramesh Patel
  Posted મે 28, 2009 at 3:44 એ એમ (am) | Permalink

  બસ વીંધાવું ઝાકળ જેવું
  સૂર્ય કિરણનાં વિવર્ણ બાણે
  ને રેલાવું
  ઇન્દ્નધનુની કોરે કોરે
  રોજ સવારે
  રંગ રંગના ગીત ગુંજતા ટાણે

  Mind blowing expression having
  beauty of thoughts.
  Very nice.
  Ramesh Patel(Aakashdeep)


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: