જીવન મ્હારું

પંચમ શુક્લ

કે મેં જોયું શેષ બચેલું જીવન મ્હારું,
અંત વગરનું પાર પડેલું જીવન મ્હારું.

અટકું, છટકું શ્વાસ કવનનાં શ્વાસે રાખી,
આડેધડના અર્થ ખરેલું જીવન મ્હારું.

પથ્થર કરતાં નીર છમકલાં, કારણ કૈં નૈ,
વમળોના સંઘાત સજેલું જીવન મ્હારું.

ઉત્કટ છું હું મોત મળે જો શબ્દો જેવું,
ના કોઈ વરદાન વરેલું જીવન મ્હારું.

જે જોયું એ હોય મહારું જીવન તો તો,
આખુંયે આક્ષેપ ઠરેલું જીવન મ્હારું.

૧૯૯૩

6 Comments

 1. pragnaju
  Posted એપ્રિલ 13, 2009 at 1:08 એ એમ (am) | Permalink

  જીવન એ જેવો તેવો સંગ્રામ નથી,
  બહુ પ્રકારનું યુદ્ધ તેમાં સતત ગતિએ ચાલ્યા જ કરે છે!…
  પણ જ્યારે
  ખબર પડે છે કે
  ઉત્કટ છું હું મોત મળે જો શબ્દો જેવું,
  ના કોઈ વરદાન વરેલું જીવન મ્હારું.
  જે જોયું એ હોય મહારું જીવન તો તો,
  આખુંયે આક્ષેપ ઠરેલું જીવન મ્હારું.
  ત્યા રે
  કર્તુ ભાવ ઘટે
  અને અંતઃકરણ ગુંજી ઊઠે
  મ્હારે સુની આયુષ્યની શેરીઓ , હરિ ! આવો ને ;
  મ્હારે સૂની સૌ જીવનની વાટ ;હવે તો હરિ !આવો ને.
  મ્હારા કાજળ કેરી કુંજમાં , હરિ ! આવો ને ;
  મ્હારા આતમસરોવરઘાટ ,
  હવે તો હરિ !આવો ને.મ્હારું.

 2. Posted એપ્રિલ 20, 2009 at 2:54 પી એમ(pm) | Permalink

  કે મેં જોયું શેષ બચેલું જીવન મ્હારું,
  અંત વગરનું પાર પડેલું જીવન મ્હારું nice Gazal I will pass your message to Bedar just an hour befrore we were togather…

  કેટલાંયે માનવો આવી ગયા
  ખુબ થોડાં જિન્દગી જીવી ગયા.

 3. Posted એપ્રિલ 21, 2009 at 3:25 એ એમ (am) | Permalink

  Nice ghazal.
  અટકું, છટકું શ્વાસ કવનનાં શ્વાસે રાખી,
  saras!
  Sapana

 4. Posted એપ્રિલ 24, 2009 at 4:51 એ એમ (am) | Permalink

  saras gazal…!!

  Jivan mharu naa…… jivan aapnu !!

 5. Himanshu
  Posted મે 18, 2009 at 7:58 પી એમ(pm) | Permalink

  Pancham

  કે મેં જોયું શેષ બચેલું જીવન મ્હારું,
  અંત વગરનું પાર પડેલું જીવન મ્હારું

  I like the meter and some of the thoughts. Consider changing the first line to (starting with કે – seemed a little odd to me. This seems like one of your early works. Post some new ghazals.

  મેં જોયું છે, શેષ બચેલું જીવન મ્હારું,
  અંત વગરનું પાર પડેલું જીવન મ્હારું

  Best wishes …

 6. Posted મે 19, 2009 at 6:18 એ એમ (am) | Permalink

  ઉત્કટ છું હું મોત મળે જો શબ્દો જેવું,
  ના કોઈ વરદાન વરેલું જીવન મ્હારું.

  – વાહ કવિ! અમરપટો જ માંગી લીધો ને કંઈ!!!

  શબ્દો તો અ-ક્ષર છે!!!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: