ન ઉન્મેષ કશો

♥ પંચમ શુક્લ

ન ઉન્મેષ કશો, નવોન્મેષ કશો,
નથી હર્ષ કશો, નથી ક્લેશ કશો.

બધું યંત્રવત્-જ થતું પામી ગયો,
હવે ફર્ક રહ્યો નથી લેશ કશો.

ચડી ટ્યૂબ મહીં જતો ટોળું બની,
નથી વેશ કશો, નથી દેશ કશો.

ભૂલ્યો શબ્દ પ્રથમ, પછી વાણી ભૂલ્યો,
રહ્યો મૌન તણો જ સંદેશ કશો.

નથી હલચલ કે ના રોમાંચ કશો,
અડે સ્પર્શ જરા કે આશ્લેષ કશો.

ફેબ્રુઆરી ૨૦૦૯

છંદ-વિધાનઃ લગા ગાલ લગા, લગા ગાલ લગા

ટ્યૂબ: લંડનની અંડર-ગ્રાઉન્ડ મેટ્રો ટ્રેઈન

Advertisements

7 Comments

 1. pragnaju
  Posted ફેબ્રુવારી 24, 2009 at 4:30 પી એમ(pm) | Permalink

  ન ઉન્મેષ કશો, નવોન્મેષ કશો,
  નથી હર્ષ કશો, નથી ક્લેશ કશો
  નથી હલચલ કે ના રોમાંચ કશો,
  અડે સ્પર્શ જરા કે આશ્લેષ કશો
  વાહ્
  યાદ આવ્યા
  ન મંત્રો ન તીર્થં ન વેદા ન યજ્ઞઃ
  અહં ભોજનં નૈવ ભોજયં ચ ભોકતા
  ચીદાનંદ રૂપં શિવોહં શિવોહં
  આ ત્રિમંત્રોનો મૂળ અર્થ જો સમજીએ તો એમાં કોઈ વ્યક્તિને કે સંપ્રદાયને કે કોઈ પંથને લાગુ પડતું નથી. આત્મજ્ઞાનીથી લઈને ઠેઠ કેવળજ્ઞાની અને નિર્વાણ પામીને મોક્ષ ગતિને પામ્યા છે એવાં ઉચ્ચ જાગૃત આત્માઓને જ નમસ્કાર લખ્યાં છે અને જે નમસ્કાર કરવાથી સંસારના વિઘ્નો દૂર થાય, અડચણોમાં શાંતિ રહે અને મોક્ષના ધ્યેય પ્રતિ લક્ષ બંધાય.
  કૃષ્ણ ભગવાન આખી જીંદગીમાં બોલ્યા નથી કે હું વૈષ્ણવ છું કે મારો વૈષ્ણવ ધર્મ છે. મહાવીર ભગવાન આખી જીંદગી બોલ્યા નથી કે હું જૈન છું કે મારો જૈન ધર્મ છે. ભગવાન રામચંદ્રજી ક્યારેય બોલ્યા નથી કે મારો સનાતન ધર્મ છે. બધાએ આત્માને ઓળથીને મોક્ષે જવાની જ વાત કરી છે. જેમ કે ગીતામાં કૃષ્ણ ભગવાને, આગમમાં તીર્થંકરોએ અને યોગવશિષ્ટમાં રામચંદ્રજીને વશિષ્ટ મુનિએ આત્મા ઓળખવાની જ વાત કરી છે. જીવ એટલે અજ્ઞાન દશા. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી એ જ જીવમાંથી શિવ પ્રાપ્ત થાય છે. શિવ એટલે કોઈ વ્યક્તિની વાત નથી

 2. Posted ફેબ્રુવારી 28, 2009 at 5:04 એ એમ (am) | Permalink

  પંચમભાઈ,

  ગઝલનાં તમામ અશઆર ખૂબ જ સુંદર !!

  ન ઉન્મેષ કશો, નવ્ + ઉન્મેષ (waah) કશો,

  ગઝલની ઉચ્ચતમ આધ્યાત્મિક સ્થિતિને ‘ટ્યુબ’ શબ્દ ખલેલ પહોંચાડે છે તેવું નથી લાગતું ?!!

 3. Posted માર્ચ 5, 2009 at 2:52 એ એમ (am) | Permalink

  પંચમભાઈ,
  સમગ્ર ગઝલ ગમી. વાત તો જાણીતી છે પણ આપની રજૂઆતમાં તાજગી છે.મળતા રહો.

 4. Posted માર્ચ 5, 2009 at 2:21 પી એમ(pm) | Permalink

  નથી હલચલ કે ના રોમઁચ કશો

  અદે સ્પર્શ જરા કે આશ્લેષ કશો

  પંચમભાઇ

  બધા શેરમાંથી આ શેર મનની વધુ નજીક પહોંચ્યો સરસ

 5. Posted માર્ચ 12, 2009 at 12:08 પી એમ(pm) | Permalink

  પંચમભાઈ સાથે વાત થઈ તે મુજબ તેઓ રોજ જ ટ્યુબ-ટ્રેનમાં અવરજવર કરે
  અને તેને અનુલક્ષીને જો શેર લઈએ તો આજે આ ગઝ્લને માણવાની
  ઘણી જ મજા આવી ……….. !!

 6. Posted એપ્રિલ 5, 2009 at 5:08 પી એમ(pm) | Permalink

  ભૂલ્યો શબ્દ પ્રથમ, પછી વાણી ભૂલ્યો,
  રહ્યો મૌન તણો જ સંદેશ કશો.

  સનાતન અનુભૂતિની સુંદર અભિવ્યક્તિ.

 7. sudhir patel
  Posted મે 18, 2009 at 11:32 પી એમ(pm) | Permalink

  Very nicely said in Gazal.
  Sudhir Patel.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: