ભૂલી જવાનું ભરણું….

♥  પંચમ શુક્લ

લખન-રેખથી હરણું બાંધ,
ગામના મોઢે ગળણું બાંધ.

વંટોળ ચઢ્યો ઉખડે છે ઝાડ,
કાંડે લીલું તરણું બાંધ.

આખુ-પાખુ કાં આરોગ?
ઝીણું દળે’વું દળણું બાંધ.

બધું છોડવું નથી સહેલ,
ગાંઠે એનું શરણું બાંધ.

યાદ રાખવાનો છે ભાર?
ભૂલી જવાનું ભરણું બાંધ.

ઑગસ્ટ ૨૦૦૮

Advertisements

15 Comments

 1. pragnaju
  Posted જાન્યુઆરી 23, 2009 at 3:23 પી એમ(pm) | Permalink

  બધું છોડવું નથી સહેલ,
  ગાંઠે એનું શરણું બાંધ.
  સાધનાક્ષેત્રે સંતના શરણે જીવન ધન્ય બને છે.જે જે સ્વપ્નો પ્રભુપંથે સેવ્યાં તે તે સ્વપ્નો સાકાર બનીને પૂર્ણ થાય, એથી આનંદ-આનંદ અનુભવવાય.તનમનથી સાચું શરણ લેનારને પ્રભુ કૃતકૃત્ય કરી દે છે…
  અને શિરમોર પંક્તી
  યાદ રાખવાનો છે ભાર?
  ભૂલી જવાનું ભરણું બાંધ.
  સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કોઇ હોય તો તે આત્મસંપ્રેક્ષણા નામનો ધર્મ છે. આજે મોટા મોટા માણસો પણ આ ધર્મથી ઘણીવાર વંચિત હોય તેવું સ્પષ્ટ જણાય છે. આપણે પારકી પંચાત કરવામાં અને પારકા દોષોના દર્શન કરવામાં પાવરધા છીએ. સ્વદોષ દર્શન જયાં સુધી નહીં થાય ત્યાં સુધી પરગુણ દર્શન નહીં જ થાય.પરગુણ દર્શન કરવામાં હૈયાની ઉદારતા અને વિશાળતા હોવી જરૂરી છે. અન્યની ભૂલોને ભૂલી જવાની સાધના અઘરી છે. અનાદિકાળથી આપણે બહારની દુનિયાને જ જોઇ છે. ભીતરની દુનિયાને જોવા માટે બહારથી અંદર જવું પડે છે. બહારથી સાવ ખોવાઇ જવું પડે છે. જગતથી ખોવાઇ જાઓ એટલે જાત અને જગત્પતિના દર્શન થશે.

 2. Posted જાન્યુઆરી 25, 2009 at 11:47 એ એમ (am) | Permalink

  બધું છોડવું નથી સહેલ,
  ગાંઠે એનું શરણું બાંધ.

  યાદ રાખવાનો છે ભાર?
  ભૂલી જવાનું ભરણું બાંધ.

  બહુજ સરસ ભાવ

  ભુલવામાં વિતશે જીદંગી
  યાદ રાખવાની મથામણો
  યાદ રાખશું શું ભુલી ગયા
  ને શોધશુ એના કારણો

 3. Posted ફેબ્રુવારી 2, 2009 at 6:26 એ એમ (am) | Permalink

  બધું છોડવું નથી સહેલ,
  ગાંઠે એનું શરણું બાંધ.

  યાદ રાખવાનો છે ભાર?
  ભૂલી જવાનું ભરણું બાંધ.

  – સુંદર ગઝલ…. આ બે શેર સ્પર્શી ગયા…. ઊંચા ગજાની વાત સાવ ટૂંકી બહેરમાં… વાહ, દોસ્ત!

 4. Posted ફેબ્રુવારી 4, 2009 at 3:46 એ એમ (am) | Permalink

  બહુ સરસ વાત અને રજૂઆત.

 5. Posted ફેબ્રુવારી 4, 2009 at 3:49 એ એમ (am) | Permalink

  બહુ વખતે?

 6. Posted ફેબ્રુવારી 19, 2009 at 4:42 એ એમ (am) | Permalink

  Irshad Irshad

 7. santhosh
  Posted ફેબ્રુવારી 20, 2009 at 5:41 એ એમ (am) | Permalink

  hi..it is nice to go through your blog…keep writing the good one..
  by the way, when i was searching for the user friendly and easy Indian Language typing tool (including Gujarati)..found..”quillpad” http://www.quillpad.in

  are u using the same…?

  Expressing one’s inner feelings in his/her own mother tongue is such a wonderful experience….

  popularize and protect the Native Language…

  Maa Tuje Salaam…

 8. ધર્મેન
  Posted ફેબ્રુવારી 22, 2009 at 11:09 એ એમ (am) | Permalink

  એક વિનંતી: ગુજરાતીઓનુ સૌથી મોટું ઇ-મેઇલ ગ્રુપ
  fun_4_amdavadi-Gujarati
  [http://groups.yahoo.com /group/Fun_4

  _Amdavadi_Gujarati ] છે, [members 26000] ,એમા આપ જયારે

  -જયારે બ્લોગ અપડેટ કરો ત્યારે જાણ કરતા

  રહેશો તો મારા જેવા અસંખ્ય ચાહકો અહીં દોડતા આવીને રસના ઘૂંટડા ભરી શકશે! [

  અત્યારે પણ ઘણા બ્લોગ અપડેટની જાણકારી ત્યાંથી જ મળે છે.]
  થેંક યૂ!
  અહીં આવવામા મદદ મળી ફન એન ગ્યાન ગુજરાતી ટુલબારની:
  http://funngyan.com/toolbar

  અભિપ્રાય લેખન- ફાયરફોક્સમા લિપિકાર એડ-ઓન એક્સટેન્શન ની મદદ થી

  http://www.lipikaar.com/download/firefox

 9. Posted ફેબ્રુવારી 24, 2009 at 9:39 પી એમ(pm) | Permalink

  બધું છોડવું નથી સહેલ,
  ગાંઠે એનું શરણું બાંધ.

  યાદ રાખવાનો છે ભાર?
  ભૂલી જવાનું ભરણું બાંધ.

  સુંદર ગઝલ.. છેલ્લા બે શેરો વધુ ગમ્યાં.

 10. Posted ફેબ્રુવારી 28, 2009 at 4:53 એ એમ (am) | Permalink

  તમામ અશઆર ખૂબ જ સુંદર !!

  તળપદી ને લોકબોલીમાં પોતીકાપણું હોઈ માત્ર હૃદયસ્પર્શી નહિં પણ હૃદય સોંસરવું ઉતરી જાય છે. લખનરેખથી હરણું બાંધ વાળી વાત વધુ ગમી ગઈ !!

 11. Posted જૂન 8, 2009 at 1:49 એ એમ (am) | Permalink

  khubaj sunder gazal

 12. Posted જૂન 10, 2009 at 3:27 પી એમ(pm) | Permalink

  Excellent!

 13. Posted જુલાઇ 6, 2009 at 12:02 પી એમ(pm) | Permalink

  બધું છોડવું નથી સહેલ,
  ગાંઠે એનું શરણું બાંધ.

  યાદ રાખવાનો છે ભાર?
  ભૂલી જવાનું ભરણું બાંધ.

  Very well worded in a very few but the best words! Waaah!

 14. Dhara
  Posted ઓગસ્ટ 1, 2009 at 12:48 પી એમ(pm) | Permalink

  Hello Pancham,

  Ketlu Saras …..

  Bhooli Javaanu Bharanu Baandh !

  – Dhara

 15. Posted ફેબ્રુવારી 14, 2010 at 4:13 પી એમ(pm) | Permalink

  બધું છોડવું નથી સહેલ,
  ગાંઠે એનું શરણું બાંધ.

  યાદ અપાવે છે પાતંજલયોગનું ઈશ્વર-પ્રણિધાન


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: