એ છબી તો

♥ પંચમ શુક્લ

એ છબી તો આંખ આડે આવતાંમાં થીર છે,
સ્વપ્ન જ્યાં વહેતાં છલોછલ એ જ કાંઠે નીર છે.

શ્વાસની સિગરેટ આ મોતી ઝરે છે યાદના,
ને નયન લાલાશ લીલા નેહની જાગીર છે.

ઝંખનાથી સિક્ત રેખા બંધ મુઠ્ઠીમાં અને,
સાવ ખુલ્લી આ હથેળી હાથની તાસીર છે.

હું ધનુષ છું મૌનનું તો એ પણછ છે શબ્દની,
ને નીરવ ટંકાર કરતાં આ ગઝલના તીર છે.

શંખલાં, રેતી, અતીતના છીપ પરવાળા તળે,
મન-સમંદર ઝેરતાં કૈં લાધતું આ હીર છે.
 
૧૮-૧૧-૧૯૯૨
 
છંદ-વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા 

11 Comments

 1. Posted સપ્ટેમ્બર 2, 2008 at 4:44 એ એમ (am) | Permalink

  ઝંખનાથી સિક્ત રેખા બંધ મુઠ્ઠીમાં અને,
  સાવ ખુલ્લી આ હથેળી હાથની તાસીર છે.

  હું ધનુષ છું મૌનનું તો એ પણછ છે શબ્દની,
  ને નીરવ ટંકાર કરતાં આ ગઝલના તીર છે.

  lajawaab sher !!

  sundar gazal !!

 2. Posted સપ્ટેમ્બર 2, 2008 at 11:59 એ એમ (am) | Permalink

  khub majaani gazal … !!

  સ્વપ્ન જ્યાં વહેતાં છલોછલ એ જ કાંઠે નીર છે.
  aa misro bau gamyo ..

  ઝંખનાથી સિક્ત રેખા બંધ મુઠ્ઠીમાં અને,
  સાવ ખુલ્લી આ હથેળી હાથની તાસીર છે.

  ane aa sher …

 3. Posted સપ્ટેમ્બર 2, 2008 at 11:15 પી એમ(pm) | Permalink

  હું ધનુષ છું મૌનનું તો એ પણછ છે શબ્દની,
  ને નીરવ ટંકાર કરતાં આ ગઝલના તીર છે.

  ખુબ સરસ … અભિનંદન પંચમભાઇ…

 4. pragnaju
  Posted સપ્ટેમ્બર 7, 2008 at 1:28 પી એમ(pm) | Permalink

  હું ધનુષ છું મૌનનું તો એ પણછ છે શબ્દની,
  ને નીરવ ટંકાર કરતાં આ ગઝલના તીર છે.
  શંખલાં, રેતી, અતીતના છીપ પરવાળા તળે,
  મન-સમંદર ઝેરતાં કૈં લાધતું આ હીર છે.
  સરસ
  નારાજની યાદ આવી
  નારાજગીનો એટલે વિસ્તાર થઈ ગયો
  સાચી છબી ના ઉમ્રભર મારી જડી મને.

 5. Posted સપ્ટેમ્બર 9, 2008 at 12:23 પી એમ(pm) | Permalink

  ઝંખનાથી સિક્ત રેખા બંધ મુઠ્ઠીમાં અને,
  સાવ ખુલ્લી આ હથેળી હાથની તાસીર છે.

  – સુંદર મજાની વાત… વાંચતા જ ગમી ગઈ…

 6. Posted સપ્ટેમ્બર 12, 2008 at 10:09 એ એમ (am) | Permalink

  ઘણીજ સરસ ગઝલ
  ઝંખનાથી સિક્ત રેખા બંધ મુઠ્ઠીમાં અને,
  સાવ ખુલ્લી આ હથેળી હાથની તાસીર છે.
  અને
  હું ધનુષ છું મૌનનું તો એ પણછ છે શબ્દની,
  ને નીરવ ટંકાર કરતાં આ ગઝલના તીર છે.
  વધુ ગમ્યા
  દોષ દઇ નથી શકતો મુજ કમભાગ્યને
  કે હાથમાં ભાગ્યની રેખા લઇને ફરું છું હું

 7. Posted સપ્ટેમ્બર 29, 2008 at 3:21 પી એમ(pm) | Permalink

  ઝંખનાથી સિક્ત રેખા બંધ મુઠ્ઠીમાં અને,
  સાવ ખુલ્લી આ હથેળી હાથની તાસીર છે.

  હું ધનુષ છું મૌનનું તો એ પણછ છે શબ્દની,
  ને નીરવ ટંકાર કરતાં આ ગઝલના તીર છે.

  મજાના શેર… સુંદર ગઝલ!

 8. Posted ઓક્ટોબર 7, 2008 at 6:10 પી એમ(pm) | Permalink

  હું ધનુષ છું મૌનનું તો એ પણછ છે શબ્દની,
  ને નીરવ ટંકાર કરતાં આ ગઝલના તીર છે.

  શંખલાં, રેતી, અતીતના છીપ પરવાળા તળે,
  મન-સમંદર ઝેરતાં કૈં લાધતું આ હીર છે.

  ખુબ સુંદર .. શબ્દોનો પ્રાસ અને ભાવાર્થ સ્પર્શી ગયો.

 9. Tejas Shah
  Posted મે 23, 2009 at 4:44 એ એમ (am) | Permalink

  હું ધનુષ છું મૌનનું તો એ પણછ છે શબ્દની,
  ને નીરવ ટંકાર કરતાં આ ગઝલના તીર છે.

  આ પંક્તિ ઘણી ભાવી!

 10. vishveshavashia
  Posted મે 23, 2009 at 7:22 એ એમ (am) | Permalink

  Afreen! darek sher maa kain anokhun and kehvaani reet pan ankhokhi!

 11. Posted ફેબ્રુવારી 14, 2010 at 4:19 પી એમ(pm) | Permalink

  ઝંખનાથી સિક્ત રેખા બંધ મુઠ્ઠીમાં અને,
  સાવ ખુલ્લી આ હથેળી હાથની તાસીર છે.

  વાહ!

  હું ધનુષ છું મૌનનું તો એ પણછ છે શબ્દની,
  ને નીરવ ટંકાર કરતાં આ ગઝલના તીર છે.

  આ વિચાર કદાચ કાશ્મિર અદ્વૈતનું (તંત્રનું) તત્ત્વ છે.

  કોઈ આગમનો અભ્યાસી પ્રકાશ પાડશે?

  —-

  તમને કદાચ ખબર જ હશે કે ભારતીય ભાષાઓના મૂળમાં બ્રાહ્મણો અને બૌદ્ધાચાર્યોની બહુ સરસ (અને ઉગ્ર) ચર્ચા રહેલી છે કે મૌનનો કોઈ અર્થ છે કે નહીં.
  શબ્દને બ્રહ્મ ગણનારા બ્રાહ્મણોને મતે નહોતો અને શૂન્યને સર્વસ્વ ગણનારા બૌદ્ધોને મતે હતો.

  મારા મતે તંત્ર હમેશા આ બન્ને મતોને સમાવતી વાત કર્યા કરે છે આથી ઉપરની ચર્ચાનું પણ તેમની પાસે સમાધાન હોવું જોઇએ તેવું મારું માનવું છે.

  -અને આથી આ કોમેન્ટ!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: