દોહદ ગઝલનો પામવાના

♥ પંચમ શુક્લ

વાજિંત્રને બસ વાવવાના,
ફળ સૂર સરીખા ચાખવાના.

સર્પાતિતીવ્રો દ્વેષ-દ્વંદ્વો,
ખાંડવ-વને જઈ દાગવાના.

કાળી નજરના તોરણેથી,
શ્રધ્ધા- સુમન લટકાવવાના.

દલ-શંખપુષ્પી રણઝણે મન,
બૌધીપરણને ફાકવાના.

થઈ સગતળીની ચાખડી કે,
ફાંફા પડે છે ચાલવાના.

ગર્ભાલયે ગુંજન કરે એ,
દોહદ ગઝલનો પામવાના.

૨૧-૧-૧૯૯૩

છંદ-વિધાનઃ ગાગા લગાગા ગાલગાગા

 

 

Advertisements

9 Comments

 1. pragnaju
  Posted ઓગસ્ટ 1, 2008 at 7:46 પી એમ(pm) | Permalink

  વાજિંત્રને બસ વાવવાના,
  ફળ સૂર સરીખા ચાખવાના.
  સૂરની સાધના સાથે-
  સર્પાતિતીવ્રો દ્વેષ-દ્વંદ્વો,
  ખાડંવવને જઈ દાગવાના
  સર્પાતિતીવ્રો દ્વેષ-દ્વંદ્વો આત્મિક વિકાસની દૃષ્ટિએ એ બાધક છે-તેને દાગ્યા વગર તો ડગલું પણ કેમ ભરાય ?
  કાળી નજરના તોરણેથી,
  શ્રધ્ધા- સુમન લટકાવવાના.
  …લભતે લાભ:
  દલ-શંખપુષ્પી રણઝણે મન,
  બૌધીપરણને ફાકવાના.
  અહીં વિચારે ચઢી જવાયું..મન, બુધ્ધી, ચિત અને અહંકાર બધાનો આધાર શાંત મન. સામાન્ય માણસને પણ ખ્યાલ છે કે શંખપુષ્પી બુધ્ધી વર્ધક છે.પણ સંતો કહે છે ધ્યાનની ઉચ્ચ સ્થિતીમાં શંખપુષ્પીનાં પુષ્પનું દર્શન થાય છે ત્યારે માયિક જગતની પાર દિવ્ય દૃશ્ટિથી આધ્યાત્મિક જગતનાં પ્રથમ સોપાને આવે છે.આવા ભજન જેવા કાવ્યો-ગઝલો સહજતાથી લખાઈ જાય છે.
  થઈ સગતળીની ચાખડી કે,
  ફાંફા પડે છે ચાલવાના.
  ગર્ભાલયે ગુંજન કરે એ,
  દોહદ ગઝલનો પામવાના.
  એ ગર્ભાલયે તે સહસ્ત્રાર સુધી પહોંચે છે. આ પ્રક્રિયા દરમ્યાન તે આપણી આધ્યાત્મિક પ્રગતીના અડચણરુપ ચક્રોમાં રહેલા દોષો દૂર કરે છે અને આપણને વૈશ્વિકચેતના સાથે જોડે છે.
  એ આંતર ગુંજનનું દોહદ…પરમનું દોહદ..એ સર્વશક્તીમાનની ગઝલ
  મુ રાજેન્દભાઈનો અભિપ્રાય લેવા વિનંતી

 2. Posted ઓગસ્ટ 4, 2008 at 5:51 એ એમ (am) | Permalink

  adbhut vaat !!

  pragna auntye pan saras vatne ujagar kari chhe.

 3. Posted ઓગસ્ટ 4, 2008 at 2:07 પી એમ(pm) | Permalink

  બાપ રે ! આટલું અર્થગહન કઈ રીતે લખી શકો છો, દોસ્ત! ઈર્ષ્યા આવે છે મને. શબ્દના અર્થ જોવા માટે જોડણીકોશ ખોલવો પડે છે…

  એક શબ્દ-પ્રયોગ વિશે થોડી શંકા જન્મે છે: પુષ્પ તોરણેથી લટકાવાય કે તોરણ પર લટકાવાય?

 4. Vinati
  Posted ઓગસ્ટ 8, 2008 at 6:43 એ એમ (am) | Permalink

  Thanks for your comment on my blog. You have a nice blog.

 5. Posted ઓગસ્ટ 9, 2008 at 4:41 પી એમ(pm) | Permalink

  ગર્ભાલયે ગુંજન કરે એ,
  દોહદ ગઝલનો પામવાના.

  we have longway to reach this destination!

 6. Pravin Shah
  Posted ઓગસ્ટ 13, 2008 at 5:21 પી એમ(pm) | Permalink

  થઈ સગતળીની ચાખડી કે,
  ફાંફા પડે છે ચાલવાના.

  saachee vaat kari

 7. Posted ઓક્ટોબર 28, 2008 at 2:27 પી એમ(pm) | Permalink

  I am impressed and thinking that why some very creative and qualitetive work of gujarati fiction are not here?
  any way MAJA avi>

 8. Posted જૂન 8, 2009 at 1:51 એ એમ (am) | Permalink

  khubaj sunder gazal

 9. Nipul vara
  Posted જૂન 25, 2009 at 8:39 એ એમ (am) | Permalink

  hi, It’s feelind gr8 to read you. I remember our school days when you used to write this kind of your creations even in short recess time. pl. try to e-mail me your all poems, gazals, esp. haiku, muktak and duha. Pls.. I feel very proud to be ur friend. thanks for giving me this pleasure.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: