સંવનન એક ઉખાણું (ગઝલ-સૉનેટ)


♥ પંચમ શુક્લ

લઈ હાથમાં હાથ ચાલ્યાં મજાનું,
અને વિશ્વ આખુંય ડગમાં સમાણું.
 
શ્વસ્યાં એક સાથે લપાઈને કેવું?
કર્યું શ્વાસ-ઉચ્છ્વાસનું એક ભાણું!

ગવાતું હતું રોજ એકેક ગાણું,
ચડ્યું હાથ ક્યાંથી અકારું ઉખાણું?

 
જનમ હર જનમ લગ જતું એક બંધન-
વળે ગાંઠ પહેલી તે પહેલાં કપાણું,

પછી યાદમાંથી ય વીસરી જવાયું,
સમયનું પલટતું રહ્યું રોજ પાનું.

વિધિએ રચ્યું ક્રૂર કેવું કટાણું?
ઉભયનાં જ સંતાનનું લગ્ન-ટાણું!

અંત-૧

અને ઝાળ ભભકી ઊઠી વાયુ લહેરે,
હતું પ્રજ્વલિત રાખ ભીતર અડાણું.

અંત-૨

વહ્યું હર્ષ-અશ્રુ રૂપે દર્દ જૂનું,
જૂનું શુષ્ક વ્રણ આપમેળે રૂઝાણં.

શક્ય છે બેય અંત; લો કરો મન પસંદ!
??-0૮-૨૦૦૫
છંદ-વિધાન: લગાગા લગાગા લગાગા લગાગા
————————————————————————————-
નોંધ- સમય ફાળવી આ રચનાને ચીવટથી જોઇ આપવા બદલ શ્રી જુગલકીશોર વ્યાસનો આભાર.
————————————————————————————-
Advertisements

10 Comments

 1. pragnaju
  Posted July 22, 2008 at 7:28 pm | Permalink

  તમે ૨૨-૦૮-૨૦૦૫ને દિને આ વાર્તા-સોનેટ-ગઝલ લખેલી અને ૨૫મી એ સોનલ પર/ન્યુયોર્ક મોકલેલી…અહીં ૦૮-૨૫-૨૦૦૫ લખાય.ત્યારે
  વહ્યું હર્ષ-અશ્રુ રૂપે દર્દ જૂનું,
  જૂનું શુષ્ક વ્રણ આપમેળે રૂઝાણં.
  ને બદલે
  વહ્યું હર્ષ-અશ્રુ રૂપે દર્દ જૂનું,
  ગયું હોલવાઈ ધધખતું અડાણું
  હતું.૨ વર્ષ-૧૧ મહીનામાં હોલવાઈ ધધખતું અડાણું પછીની ભસ્મથી “જૂનું શુષ્ક વ્રણ આપમેળે રૂઝાણં.”થઈ ગયું હશે!અનહલક અનહલક કહેતાં તે ભસ્મ લગાવી હશે-તેથી ફીનીક્ષ પંખીની જેમ પ્રગટ થઈ
  અમને તો આ ત્રીજો અંત પસંદ છે
  વહ્યું હર્ષ-અશ્રુ રૂપે દર્દ જૂનું,
  ગયું હોલવાઈ ધધખતું અડાણું

 2. Posted July 23, 2008 at 8:56 am | Permalink

  બન્ને શક્યતાઓ યોગ્ય છે

 3. Posted July 25, 2008 at 1:27 pm | Permalink

  સુંદર રચના. ફરી વાંચવી ગમી.

 4. Posted July 28, 2008 at 10:16 pm | Permalink

  જનમ હર જનમ લગ જતું એક બંધન-
  વળે ગાંઠ પહેલી તે પહેલાં કપાણું,

  khub saras ..

 5. Posted July 30, 2008 at 5:12 pm | Permalink

  તમે બેમાંથી એક અંત પસંદ કરવા કહ્યું છે એ મારા માટે તો એક ઉખાણું જ છે. ઉખાણાનો જવાબ એ છે કે મને બંને અંત ગમ્યા. સુંદર ગઝલ.

 6. Posted August 12, 2008 at 4:53 pm | Permalink

  સુંદર રચના પંચમભાઈ.

 7. Posted August 19, 2008 at 4:29 pm | Permalink

  પંચમભાઈ,
  શ્વસ્યાં એક સાથે લપાઈને કેવું?
  કર્યું શ્વાસ-ઉચ્છ્વાસનું એક ભાણું!
  સામીપ્યની અભિવ્યક્તિ માટે આનાથી વધુ સુંદર શબ્દો ક્યાંથી જડે ? ખુબ જ સુંદર રચના. તમારી અન્ય રચનાઓ પણ વાંચી. મજા આવી. તળપદા શબ્દોના વિશિષ્ટ પ્રયોગોથી તમારી રચનાઓ અલગ ભાત પાડે છે અને મનભાવન બને છે. મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર. keep it up !

 8. urja
  Posted December 29, 2008 at 3:42 am | Permalink

  પછી યાદમાંથી ય વીસરી જવાયું,
  સમયનું પલટતું રહ્યું રોજ પાનું.
  Is it possible??? Dil na sambandho to man na koi agnayat khune hamesha sachvayela ja rahe che !!jane chip ma gopaine bethelu moti..ane navpallavit thata rahe che prateyk vansant na aagman thi..isn’t it???

 9. Posted મે 18, 2009 at 11:13 pm | Permalink

  ઘણા વખત પહેલાં માણી હતી… આજે ફરી માણવી ગમી.

 10. gujaratikavitaanegazal
  Posted June 8, 2009 at 1:43 am | Permalink

  શ્વસ્યાં એક સાથે લપાઈને કેવું?
  કર્યું શ્વાસ-ઉચ્છ્વાસનું એક ભાણું!

  khubaj suner rachana


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: