ગઝલઃ વિવેક કાણે

છંદ વિધાનઃ
ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા
લલગા ગાલલગા ગાલલગા  ગાગાગા

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે,
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે.

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે,
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે.

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે.

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’,
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે.

તા ૨/૩/૨૦૦૮, રવિવારની બપોરે, કવિમિત્ર વિવેક કાણે (‘સહજ’)  સાથે અનાયાસ ઘટિત યાદગાર કાવ્યગોષ્ઠિનો એક અંશ.  શ્રી વિવેક કાણેના કંઠે પૂરિયા બદ્ધ તરન્નુમમાં આ ગઝલ માણવાની મઝા ચિર-સ્મરણીય બની રહેશે. સ્મૃતિછવિ (ડાબેથીઃ શ્રી વિવેક કાણે, પંચમ શુક્લ)

Advertisements

22 Comments

 1. Posted માર્ચ 4, 2008 at 8:36 એ એમ (am) | Permalink

  “થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
  એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે.”

  જેવી,
  તદ્.ન ‘સહજ’ અને સ્પષ્ટ અભિવ્યક્તિ,
  અને છતાં કાવ્યત્વને જરા પણ ખલેલ
  નથી પહોંચતી….. !!

  ‘ઈશ્કે-હકીકી’ અને/કે ‘ઈશ્કે-આશિકી’…??!!!

  “અનાયાસ ઘટિત યાદગાર કાવ્યગોષ્ઠિ” ના
  ભાગીદાર બન્યાનો અમને ખૂબ આનંદ પણ
  તરન્નુમ માટે કાનનો ‘તલસાટ પણ અંતિમ તબક્કે’ !!

 2. Posted માર્ચ 4, 2008 at 4:20 પી એમ(pm) | Permalink

  થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
  એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે.

  સરસ… ‘આહિસ્તા આહિસ્તા’ રદીફ સાથે ઘણી યાદગાર ગઝલ રચાયેલી છે. એની પણ યાદ આવી ગઈ.

 3. pragnaju
  Posted માર્ચ 4, 2008 at 8:45 પી એમ(pm) | Permalink

  સરસ છંદ બધ્ધ ગઝલ
  તેમાં
  મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે,
  જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે.
  ઈશ્કે હક્ક તરફની ગતી-વાહ.
  યાદ આવી
  હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો,
  હું ધીરે ધીરે મારાથી પણ છૂટી ગયો. અને
  જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
  મૃત્યુની “આજ” આવતી દીસે ધીરે ધીરે!
  બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
  અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!

 4. Posted માર્ચ 5, 2008 at 7:58 એ એમ (am) | Permalink

  “નામ લેશે નહીં મારું કે તમારું ને સહજ
  એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે”

  આહિસ્તા-આહિસ્તા રંગ જમાવતી ગઝલ…

  શ્રી વિવેક કાણેના કંઠે ગવાયેલી આ ગઝલની લિન્ક આપશો જેથી અમે પણ માણી શકીએ…

 5. Posted માર્ચ 10, 2008 at 6:32 એ એમ (am) | Permalink

  ગુજરાતી ભાષામાં જૂજ વપરાતા છંદમાં લખાયેલી સાદ્યંત સુંદર ગઝલ… ચારે ય શેર મજાના થયા છે.

  પણ મથાળે જે છંદ-વિધાન આપ્યું છે એ સમજાયું નહીં… આ ગઝલનો છંદ આ જ છે: ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા. એમાં છેલ્લા આવર્તનમાં ગાલલગાની જગ્યાએ ગાગાગા પણ લઈ શકાય.

  મારી દૃષ્ટિએ બીજી કડીમાં આ જ વસ્તુ સ્પષ્ટ કરવા જતાં ટાઈપીંગની ભૂલના કારણે શરૂઆતમાં ગાલગાની જગ્યાએ લલગા લખાઈ ગયું લાગે છે…

 6. Vivek Kane 'Sahaj'
  Posted માર્ચ 11, 2008 at 8:32 એ એમ (am) | Permalink

  Dear Dr,

  Pancham has not made any mistake. This chand is a very special chand, where a misraa may begin with ‘LaLaGaa’ in lieu of ‘GaaLaGaa’. This has been widely practiced by greats like Galib and Firaq.

  Just to give you a quick example, see this legendary gazal by Galib :-

  aah ko chaahiye ik umr asar hone tak
  kaun jiitaa hai terii zulf ke sar hone tak

  in the maktaa of this gazal, Galib says :-

  Gam-e-hastii kaa ‘Asad’ kis se ho juz marg ilaaj
  shammaa har rang me.n jalatii hai sahar hone tak

  You will see that the first misraa of the maktaa begins with ‘LaLaGaa’ and not ‘GaaLaGaa’.

  I will certainly post more examples by great urdu poets and will try for some Gujarati examples too.

  Incidentally though, it will be interesting for you to note that I have never used ‘LaLaGaa’ in place of ‘GaaLaGaa’ myself so far.

  Trust this clarifies the matter.

  Thanks…Vivek Kane ‘Sahaj’

 7. Posted માર્ચ 11, 2008 at 9:13 એ એમ (am) | Permalink

  sundar gazal,sir!
  GAZALIYAT udine aankhe vadge chhe.
  abhinandan !

  Dr.Mahesh Rawal

 8. Posted માર્ચ 11, 2008 at 2:10 પી એમ(pm) | Permalink

  મારી હજી સમજફેર થતી હોય તો ક્ષમા પ્રાર્થું છું, પણ જે ઉદાહરણ કાણેસાહેબે આપ્યું છે એ એટલું સુસંગત લાગતું નથી. હું આ મિસરાના આ ભાગને આ રીતે જોઈશ:

  ગમ-એ-હસ્તી = ગા-લ-ગા ગા

  વધુ સ્પષ્ટ ઉદાહરણોની આશા રાખું છું…

  (પહેલા આવર્તનમાં ગાલગાની જગ્યાએ લલગા લઈ શકાય એનો કોઈ સાહિત્યીક સંદર્ભ પણ મળે તો મારા જેવાને ફાયદો થશે.)

 9. Vivek Kane 'Sahaj'
  Posted માર્ચ 12, 2008 at 9:31 એ એમ (am) | Permalink

  My dear Dr Vivek,

  I will request you to recite the misraas in both versions one after the other. You may realize that your version (Gam-E-Hasti :GaaLaGaa), would sounds a bit unpleasant to a trained ear. The real version i.e. LaLaGaa sounds aesthetically far more pleasant.

  This chand can actually take 4 different forms.

  GaaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa
  GaaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa GaaGaaGaa
  LaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa
  LaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa GaaGaaGaa

  Here is a famous sher by Galib, which combines all the above practices into one sher. (mark LaLaGaa in the beginning of the 2nd misraa).

  Ishq par jor nahiN hai ye vo aatish Galib
  Ki lagaaye na lage aur buzaaye na bane

  In Gujarati, I could find only one example of such variation and that was by Ghayalsaab.(mark LaLaGaa in the beginning of the 1st misraa).

  Ami varshavati e aaNkhadi jug jug jivo
  ke nathi trushna kashii trupt chie tar chaie.

  Will try to get more examples soon.

  I did not follow what you meant by ‘Sahityak sandarbh’ !

  Vivek Kane ‘Sahaj’

 10. Vivek Kane 'Sahaj'
  Posted માર્ચ 12, 2008 at 4:23 પી એમ(pm) | Permalink

  More examples :-

  muNh To boNchaar ka dekhaa hai baraste tumne
  usi andaaz se thi ashk fishaani uski
  (See 2nd misraa) -Meer

  na baNdhe tashnagi-e-jauk ke majmu galib
  garche dil khol ke dariyaa ko bhi saahil baaNdha
  (see 1st misraa) -Galib

  Odhani uski hawaaeN haiN ki taaroN bhari raat
  kisi ghunghat hi ko sarkaao ki kuch raat kate
  (see 2nd misraa) -Firaq

  chaal ne shodie aa ghaas ni ganji maaN soy
  na jadi to na jadi ne jadi che to jadi che
  (See 2nd misraa) – Hemant Dhorda

 11. Vivek Kane 'Sahaj'
  Posted માર્ચ 14, 2008 at 5:42 એ એમ (am) | Permalink

  One more example :- (see the first misraa)

  kisi ranjish ko hawaa do ki maiN jindaa huN abhii
  muzko ehsaas dilaa do ki maiN jindaa huN abhii

  I am not sure but I think this is by Firaq Gorakhpuri.

  I must appreciate the genuinity of the doubt raised by Dr Vivek Tailor. Gujarati gazal has nothing to fear, as long as there are people to raise such genuine doubts and indulge in a heathy debate.

  I would now like to close this debate on this positive note, unless of course, Dr Vivek has something more to say.

  Thanks…Vivek Kane ‘Sahaj’

 12. Posted માર્ચ 16, 2008 at 1:13 એ એમ (am) | Permalink

  થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
  એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે.

  બહોત ખુબ…..અભિનઁદન….

 13. Posted માર્ચ 17, 2008 at 12:13 પી એમ(pm) | Permalink

  અહીં દર્શાવેલા મોટાભાગના ઉદાહરણોને લ-લ-ગા તરીકે અને એ જ પ્રમાણે ગા-લ-ગા તરીકે પણ લઈ શકાય એમ છે, છતાં શ્રી વિવેક કાણે ‘સહજ’નો મુદ્દો તાત્ત્વિકરીતે સાચો છે. ઉપરોક્ત છંદમાં પ્રથમ આવર્તનને ગા-લ-ગા અને લ-લ-ગા એમ બંને પ્રકારે ચોક્કસ વાપરી શકાય…

  આ પ્રકારની શુદ્ધ સાહિત્યીક ચર્ચાઓ વારંવાર થતી રહે તો મારા જેવા નવશીખિયાઓને ઘણું જાણવા મળે…

  આભાર વિવેકભાઈ કાણે… આભાર પંચમભાઈ…

 14. Posted માર્ચ 18, 2008 at 4:42 એ એમ (am) | Permalink

  Vivekbhai Kane,
  also wishing u
  Happy Birthday….!!

 15. Vivek Kane 'Sahaj'
  Posted માર્ચ 18, 2008 at 1:30 પી એમ(pm) | Permalink

  Many thanks Pinky. Do you write too ?

 16. Posted માર્ચ 18, 2008 at 4:39 પી એમ(pm) | Permalink

  I dare not to say ‘yes’
  but ……. try to express my feelings
  as my blog’s tagline says,

 17. Vivek Kane 'Sahaj'
  Posted માર્ચ 19, 2008 at 4:55 એ એમ (am) | Permalink

  I like your humility Pinky. I am sure, one day you will make a rightful place for yourself.
  All the best and take care.

 18. Posted માર્ચ 19, 2008 at 9:29 એ એમ (am) | Permalink

  thank u soooo much, vivekbhai,
  one need not except blessings !!

  and nice snap of both of u
  thanks for sharing
  panchambhai…

 19. raeesh maniar
  Posted માર્ચ 20, 2008 at 4:17 એ એમ (am) | Permalink

  I agree with shree. sahaj. This is a valid option.
  here is an example.
  je diwalo kadiye chhat sudhi pahonchi na shake,
  na karo moh raeesh ene padaavi naakho.

 20. Makarand Musale
  Posted માર્ચ 24, 2008 at 9:20 એ એમ (am) | Permalink

  I do agree to SAHAJ. The given chhand Vidhaan is very commonnly found in Urdu Ghazals.

  Let us take ‘Khaleel”s Ghazal as an example. He used all the said different forms of the chhand in this urdu ghazal.

  Bhiik se pehle bhikaari jo katoraa maange
  (GaaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa GaaGaaGaa)
  Uskaa Haq hai ki katore meiN vo Dariyaa maange
  (LaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa GaaGaaGaa)

  Bhool se bhii kabhi bachpan ko agar yaad karooN
  (GaaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa
  Nanhe haaThoN se abhii bhii vo khilaunaa maange
  (LaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa GaaGaaGaa)

  Jo bhi virse meiN milaa bhaai ne sab baaNt liyaa
  (LaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa)
  Ik meraa naam hai usmeiN bhi vo hissa maange
  (LaLaGaa GaaLaLaGaa GaaLaLaGaa GaaGaaGaa)

 21. Posted એપ્રિલ 17, 2008 at 6:35 પી એમ(pm) | Permalink

  As always excellent stuff.Thank you for this initiative of keeping Gujarati kavita’s alive and online..

 22. Vimal Changela
  Posted માર્ચ 5, 2009 at 12:04 પી એમ(pm) | Permalink

  wah wah wah …………. maja aavi gai

  Dhire…..Dhire.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: