આપ બહેરા તો જગત મૂંગા ભયા

 પંચમ શુક્લ

સત્યવક્તા મિત્રને પોકળ ગણે,
          એને હજૂરિયાની જરૂરત હોય છે.

હસ્ત કોમળ તન્વીના ઐયાશને,
          નિશદિન ચરણચંપીની આરત હોય છે.

શાંત રસભર મધપુડો છંછેડતાં-
         અંગાંગનું બળવું ગનીમત હોય છે.

મૌનને ચૂંથ્યા પછી વાચાળ બનતાં-
         શબ્દની ધીંગી શરારત હોય છે.

‘આપ બહેરા તો જગત મૂંગા ભયા’,
        અમથી જ ના આવી કહાવત હોય છે!

૨૦૦૭

7 Comments

 1. Posted ફેબ્રુવારી 1, 2008 at 10:11 એ એમ (am) | Permalink

  nice .well done and sav sachi vat.

 2. Posted ફેબ્રુવારી 2, 2008 at 4:35 એ એમ (am) | Permalink

  મૌનને ચૂંથ્યા પછી વાચાળ બનતાં-
  શબ્દની ધીંગી શરારત હોય છે.

  – સરસ !

 3. Posted ફેબ્રુવારી 9, 2008 at 8:13 એ એમ (am) | Permalink

  જિંદગીની કડવી વખ જેવી વાતોને
  શબ્દો સાથે શરારત કરતાં
  મીઠી, મધુરી અને આથી જ કદાચ
  ઝટ ગળે ઊતરે તેવી બનાવી દીધી …. !!

 4. Posted ફેબ્રુવારી 21, 2008 at 6:00 પી એમ(pm) | Permalink

  સુંદર વાત,
  પંચમભાઈ આપ, આપનાં નવા પોસ્ટ મને મોકલ્તા રહેજો.
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 5. Posted ફેબ્રુવારી 23, 2008 at 8:09 એ એમ (am) | Permalink

  શાંત રસભર મધપુડો છંછેડતાં-
  અંગાંગનું બળવું ગનીમત હોય છે.

  મૌનને ચૂંથ્યા પછી વાચાળ બનતાં-
  શબ્દની ધીંગી શરારત હોય છે.

  આ બે શેંર વધારે ગમ્યા.

 6. Posted માર્ચ 10, 2008 at 5:26 એ એમ (am) | Permalink

  સુંદર ગઝલ… નવા જ કલ્પનો…

 7. Posted ઓગસ્ટ 8, 2008 at 12:39 પી એમ(pm) | Permalink

  Bahuj saras.!!!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: