મહાદેવ હર હર છે ભાઈ

 ♥ પંચમ શુક્લ

ખીચડીના ડુંગરની ફરતે કઢીયુંના સાગર છે ભાઈ,
ઘીની ઘેન ઘટા ઓગળતી મહાદેવ હર હર છે ભાઈ.

પતરાળાના પૂરની વચ્ચે લીલાછમ જંગલની ખુશબૂ,
પડિયે પડિયે પ્રગટેલો જીવ ખેરાતી ખાખર છે ભાઈ.

ખસખસ ખીલ્યાં લખચોરસી લાડુની લાખેણી પંગત,
જડબામાં ઓરાતું ઝળહળ સબ ભૂકો ભરભર છે ભાઈ.

પલાઠીયુંના આટાપાટા ભરમાંડી નિસરણી ભાઈ,
જઠરાગ્નિની ઝાળ અડે ઈ સહસ્ત્રાર ટાવર છે ભાઈ.

અપાનાય ને ઉદાનાય ને સમનાય એ નામકરણ છે,
એક અંજલિ એક અપૂષણ સદાશિવ શંકર છે ભાઈ.

25 Comments

 1. Posted જાન્યુઆરી 15, 2008 at 8:18 એ એમ (am) | Permalink

  Just like you, bhai… unique and enjoyable….

  keep it up….

 2. Posted જાન્યુઆરી 15, 2008 at 1:14 પી એમ(pm) | Permalink

  સુંદર રચના, પંચમભાઈ… પણ સમજવામાં દમ નીકળી ગયો એ પણ એટલું જ સાચું…

 3. Posted જાન્યુઆરી 15, 2008 at 1:21 પી એમ(pm) | Permalink

  જોડે જોડે રસાસ્વાદ પણ કરાવો તો મઝા આવે..

 4. Posted જાન્યુઆરી 15, 2008 at 5:26 પી એમ(pm) | Permalink

  અટપટા શબ્દોની માયાજાળ રચાઈ છે પણ થોડી થોડી સમજણ પડી છે પંચમભાઈ.
  શબ્દોમાં મને કદાચ તમને કહેતાં નહીં ફાવે પણ ચપટી અપોષણમાં ભોળા નીલકંઠ મહાદેવ રીઝાય છે.

 5. Posted જાન્યુઆરી 15, 2008 at 9:40 પી એમ(pm) | Permalink

  વાહ પંચમભાઈ!
  નાતનો વરો(જમણવાર)યાદ કરાવી દીધો તમે તો !
  અમારે સુરેન્દ્રનગર,વઢવાણમાં વાર-પરબે હજુ ય આયોજન થાય છે આજે ય પણ.
  ડૉ.મહેશ રાવલ

 6. Posted જાન્યુઆરી 16, 2008 at 6:40 એ એમ (am) | Permalink

  sundar ane alag rachanaa
  mazaa paDi

 7. Posted જાન્યુઆરી 16, 2008 at 7:05 એ એમ (am) | Permalink

  બહુ જ સરસ રચના, પંચમભાઈ. સુરત-રાંદેરમાં પંગતમાં બેસીને પતરાળી-દડિયામાં ખાઈને માણેલી મજા યાદ આવી ગઈ..
  તાપીને કિનારે આવેલા કુળરાજ મહાદેવના દર્શન તો કેમ ભૂલાય? જય

 8. Posted જાન્યુઆરી 16, 2008 at 6:50 પી એમ(pm) | Permalink

  જઠરાગ્નિ …. પ્રદિપ્ત થઈ સહસ્ત્રારચક્ર સુધી કેમ પહોંચી ગયો ?
  અદ્.ભૂત અનોખું સંયોજન ….. બ્રહ્મને પામવાની ક્ષુધા પણ આમ જ સંતોષાય તો કેવું ?!!

  અંતિમ પંક્તિમાં ‘અપૂષણ’ નો અર્થ સમજાવશો ?!!
  અને રસાસ્વાદવાળી વાત પણ આવકાર્ય છે પણ
  પછી juxtaposition ??!!!

 9. Vipool Kalyani
  Posted જાન્યુઆરી 17, 2008 at 5:34 એ એમ (am) | Permalink

  Great Panchambhai. I have enjoyed very much.I must share this with others.

  Many thanks.

 10. Vivek Kane 'Sahaj'
  Posted જાન્યુઆરી 17, 2008 at 6:51 એ એમ (am) | Permalink

  Waah !
  Aane kahevaay shuddh baaman ni Gazal. VaaNchva maate no best time : etle jamtaa pahelaa ek kalaak.
  Pancham, huN Feb’08 maaN UK aavuN chuN (on my way back from the US). Program pako thay etle jaNaavuN chuN.

 11. Harnish Jani
  Posted જાન્યુઆરી 18, 2008 at 2:16 એ એમ (am) | Permalink

  Very good “Poem”(Gazal) I understand the words–Plz explain the Deep meaning of it.
  Keep it up.

 12. Posted જાન્યુઆરી 18, 2008 at 2:37 એ એમ (am) | Permalink

  શ્રી પંચમભાઇ,
  જય જલારામ.
  ભાઇ ખીચડી-કઢી તો મઝાની.પણ અપાનાય, ઉદાનાયનો સમન્વય થાય તો તો ભોલેનાથનું સ્મરણ કરવું પડે.કેમ ખરુને ?
  પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)

 13. Posted જાન્યુઆરી 18, 2008 at 3:11 એ એમ (am) | Permalink

  =====================
  સમજ ના પડે તોયે મઝા પડે
  થોડું સમજાય,વધારે મઝા પડે
  બધું સમજાયને તો ભયો ભયો
  ધરખમ શબદ ઝંઝાવાત થયો.

  હરહર હાજર,ગણેશજ ગેરહાજર
  લાડુની ખેરાત આ ખરી નવાઈ
  શિવશંકરની લાડુ સાથે સગાઈ
  ગણેશ,ખોટું લગાડી કરો લડાઈ.

  અપચો નહિ જ થવાની ગેરંટી
  વારંવાર વાંચવાની છે વિનંતી.
  ======================

 14. Posted જાન્યુઆરી 18, 2008 at 4:13 એ એમ (am) | Permalink

  અરે વાહ,મન-ભાવન માનસ-ભોજન ! કરવાની મઝા આવી ગઇ…..
  સરસ…

 15. readsetu
  Posted જાન્યુઆરી 18, 2008 at 6:53 એ એમ (am) | Permalink

  are vah bhaai….

  Lata Hirani
  readsetu

 16. Posted જાન્યુઆરી 18, 2008 at 9:48 એ એમ (am) | Permalink

  પલાઠીયુંના આટાપાટા ભરમાંડી નિસરણી ભાઈ,
  જઠરાગ્નિની ઝાળ અડે ઈ સહસ્ત્રાર ટાવર છે ભાઈ.

  અપાનાય ને ઉદાનાય ને સમનાય એ નામકરણ છે,
  એક અંજલિ એક અપૂષણ સદાશિવ શંકર છે ભાઈ.

  ખુબજ સરસ રચના છે ભાઈ

  ભાઈ ભાઈ

  અપાનાય સ્વાહા,
  ઉદાનાય સ્વાહા,
  સમાનાય સ્વાહા.

 17. Posted જાન્યુઆરી 21, 2008 at 8:00 પી એમ(pm) | Permalink

  ગરબડ ગોટોને પરભુ મોટો
  કોળિયો મોટો ને ગાલમાં ગોટો.

  વાંચવાની મઝા આવી ગઈ.

 18. Posted જાન્યુઆરી 27, 2008 at 3:55 પી એમ(pm) | Permalink

  priy panchambhai,

  are bhai, aapna blog par to Zalawadi sugandh ane kadhi-rotla, chhana jeva aapna mul na pratiko no sundar upyog karelo chhe.

  mati ni sugandh aapna lekhan mathi prasare chhe.

  pankaj trivedi

 19. Posted ફેબ્રુવારી 1, 2008 at 2:20 એ એમ (am) | Permalink

  સુંદર ગઝલ..ત્રણ–ચાર વાર વાંચ્યા પછી બરાબર સમજાઈ.

 20. Tejas Shah
  Posted ફેબ્રુવારી 29, 2008 at 5:48 એ એમ (am) | Permalink

  વાહ સર વાહ !
  મારે આજે રાત્રે આખુ ગુજરાતી ભાણુ જમવુ જ રહ્યુ !
  – તેજસ

 21. jayeshupadhyaya
  Posted એપ્રિલ 15, 2008 at 9:38 એ એમ (am) | Permalink

  વાહ વાહ ભુદેવજી તમારી ગઝલ લાડ ઝરાવી ગઇ

 22. Posted જૂન 18, 2008 at 9:03 પી એમ(pm) | Permalink

  અરે વાહ પંચમભાઈ… મને લાગે છે તમે મસ્ત ગુજરાતી જમણ આરોગીને જ આ ગઝલ લખી લાગે છે… અથવા તો જબરદસ્ત ભૂખ લાગી હશે ત્યારે ! 🙂

  અને મને તો સાચે જ આ ભજનમાં ભોજનથી આગળ કાંઈ બહુ વધારે ખબર નથી પડી હોં… ! 😀

 23. vishveshavashia
  Posted મે 23, 2009 at 7:07 એ એમ (am) | Permalink

  Wah Wah! Je koi e Naagar ke Bhraman loko ni naat jamta joi hashe ene taadrash thashe!

 24. Posted ઓક્ટોબર 15, 2009 at 11:01 એ એમ (am) | Permalink

  બ્રાહ્મણ ની આ તો મોટા માં મોટી ખૂબી અને ખાસિયત છે. જમવાની હોડમાં અને તેમાં પણ લાડુ નું જમણ એટલે તેમાં તેમની સાથે કોઈના ઊતરી શકે!

 25. Posted મે 6, 2010 at 1:13 પી એમ(pm) | Permalink

  જાણે આંખ્યે દેખ્યો અહેવાલ. મજાનું.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: