સમજાય છે

 ♥ પંચમ શુક્લ

પાનખરમાં વૃક્ષની બાંધણી સમજાય છે,
તારકોની ચંદ્ર વિણ માંડણી સમજાય છે.

જળ, સકળ સ્થળ, આભના ગર્ભમાં છે શૂન્યતા,
સ્થૂળ નશ્વર પિંડને વાંઝણી સમજાય છે.

પાંપણો થંભી ગઇ, દૃશ્ય પણ અટકી ગયું,
એક અપલક નેત્રને આંજણી સમજાય છે.

સાવ ઝીણી વાત લ્યો તુર્ત પ્રસ્ફુટ થાય છે,
તોલતાં તલભાર આ ટાંચણી સમજાય છે.

પોઠ ઠલવાઇ ગઇ આખરી અનુપ્રાસની,
કો અજાચી મૌનની માંગણી સમજાય છે.

8 Comments

 1. Posted ઓગસ્ટ 17, 2007 at 2:21 એ એમ (am) | Permalink

  paapano thambhi gayi….
  drushya pan ataki gayu !
  wah kavi wah !

 2. Posted ઓગસ્ટ 17, 2007 at 5:48 એ એમ (am) | Permalink

  પોઠ ઠલવાઇ ગઇ આખરી અનુપ્રાસની,
  કો અજાચી મૌનની માંગણી સમજાય છે.

  શબ્દોના મહાસાગરમાં જાણે મૌનના મોતી મળ્યાનો આનંદ અનુભવાય છે.

 3. Pinki
  Posted ઓગસ્ટ 17, 2007 at 7:41 એ એમ (am) | Permalink

  Thanks for visiting my Blog………

  વિવેકભાઈએ કહ્યું એમ , મને પણ આ categoriesનાં titles જોઇને તમારી ઇર્ષ્યા આવી ગઇ. સાચે જ, આ લોક ધખારો એમનેમ થોડો વધે છે , કંઈ? અરે હા, આ bloggingનું ગુજરાતીમાં ભાષાંતર શું કરીશું ? મારા બ્લોગ પર પણ આ વાત મૂકી છે, આવું જ કો’ક સરસ નામ શોધી કાઢોને ……….

 4. Posted ઓગસ્ટ 17, 2007 at 4:21 પી એમ(pm) | Permalink

  જળ, સકળ સ્થળ, આભના ગર્ભમાં છે શૂન્યતા,
  સ્થૂળ નશ્વર પિંડને વાંઝણી સમજાય છે.

  પાંપણો થંભી ગઇ, દૃશ્ય પણ અટકી ગયું,
  એક અપલક નેત્રને આંજણી સમજાય છે.

  તમારી ગઝલની હવે આ છાવણી સમજાય છે! 🙂

  પંચમભાઇ, આ ગુજરાતી પેડની લિંકને તમે ‘કંથાધારણ’માં ભેરવી દેશો તો બધાને કાયમ હાથવગું જ રહેશે !

  અને બીજું કે તમે દરેક પોસ્ટને અંગ્રેજીમાં સ્લગ-નેઇમ આપશો તો ઉપર પોસ્ટની લિંકમાં જંક-કેરેકટર્સ નઇં આવે. Post slug-name is on the right-side panel in edit mode.

 5. Posted ઓગસ્ટ 17, 2007 at 11:04 પી એમ(pm) | Permalink

  very nice..!

 6. TEJAS SHAH
  Posted ઓગસ્ટ 18, 2007 at 6:19 એ એમ (am) | Permalink

  બહોત ખુબ!

 7. Posted ઓગસ્ટ 21, 2007 at 10:54 એ એમ (am) | Permalink

  સુંદર રચના…

  પંચમભાઈ, અહીં આપણે ત્યાં બહુ વપરાયેલા રમલ છંદના આવર્તન- ગાલગાગા ગાલગા નું બે આવર્તનવાળું બહુ નહીં વપરાયેલું સ્વરૂપ આપે વાપર્યું છે. છંદ જ્યારે બે જોડકાનો બને ત્યારે કાવ્યપંક્તિ સામાન્યરીતે એક પંક્તિના બે અડધિયા જેવી લાગે એવી રીતે પ્રયોજાતી હોય છે. આ ગઝલમં પ્રસ્ફુટ શબ્દ છંદના બે અડધિયાંની વચ્ચે આવતો હોવાથી તૂટતો લાગે છે…

 8. Posted ઓગસ્ટ 23, 2007 at 8:52 એ એમ (am) | Permalink

  આ કાવ્ય ખૂબ સરસ છે એ સમજાય છે.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: