પ્રગટે ધગશ એની તરફ

 ♥ પંચમ શુક્લ

મીટ મંડાઇ ગઈ બસ એકટશ એની તરફ,
આ તરફ સંપૂર્ણ શ્રધ્ધા, કશ્મકશ એની તરફ.

આગમાં બળતો પવન તો ક્યાંક જઇ ઠરતો રહે,
ધૂમ ઊઠે આ તરફ, કાજળની મશ એની તરફ.

પર્વતો નીતર્યાં કરે કૈં નીર ખળખળ ખીણમાં,
કુંભ ભરચક આ તરફ છલકે કળશ એની તરફ.

ના અવશ કૈં યે અહીં કે ના વિવશ કૈં યે ત્યહીં,
વશ થઈને ચોતરફ વેરાય ક્ર્શ (crush) એની તરફ.

ટસ-કે-મસ ના આ તરફ, ના કૈં જ રશ (rush) એની તરફ,
માત્ર ધીરજ આ તરફ, પ્રગટે ધગશ એની તરફ.

Advertisements

4 Comments

 1. Posted ઓગસ્ટ 10, 2007 at 7:24 પી એમ(pm) | Permalink

  મીટ મંડાઇ ગઈ બસ એકટશ એની તરફ,
  આ તરફ સંપૂર્ણ શ્રધ્ધા, કશ્મકશ એની તરફ.

  સુંદર ભાઇ જરા દેખ કે ચલો,નજર બચાકે!

 2. Harnish Jani
  Posted ઓગસ્ટ 11, 2007 at 2:48 એ એમ (am) | Permalink

  I enjoy the “Bhav” and “Shabdo”ni ramat”–I have know knowledge about Chhand—
  This is very good Gazal-I loved it.

 3. Posted ઓગસ્ટ 17, 2007 at 4:13 પી એમ(pm) | Permalink

  સુંદર ‘કશ્મકશ’… સુંદર ગઝલ!

 4. vishveshavashia
  Posted મે 23, 2009 at 6:56 એ એમ (am) | Permalink

  “આગમાં બળતો પવન તો ક્યાંક જઇ ઠરતો રહે,
  ધૂમ ઊઠે આ તરફ, કાજળની મશ એની તરફ”

  Afreen, Panchambhai!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: