ધ્રુવભાઇ કહે…

♥  પપ્પાની જીભે ધ્રુવભાઇ બેઠાં બોલે

એક પગે ઊભું કે બેઉ પગે ઊભું
કે ચાલું કે દોડું, હું ધ્રુવ છું.

હું ચાંદાને પકડું કે સૂરજને પકડું
કે પકડું હું ઉડતું પતંગિયું, હું ધ્રુવ છું.

રંગોને ફોલીને રણકારા પહેરાવી
આભે ઊછાળું રંગ લ્હેરિયું.
વાદળથી ટપકંતા કાળા જાંબુડાનું
બાંધું છું કાંડે નજરિયું.

માવડીની કાખે હું બેય હાથ છોડીને
ગીત એક એવું આલાપું,
ઘોડિયુંય હલબલે ને ખોરડુંય ખલભલે
સૂર એવો ઉગમણો ઉથાપું.

ડેલીએથી દાદા ને ખાટેથી દાદી ને
ગાડીએથી કાકા જો ઊતર્યાં.
નાનાનાં નેણ  ઉપર નાનીનાં વેણ ઉપર
મીઠાં માસીના કહેણ નીતર્યાં.

તેડીને સહુ કોઇ
ચક્કર ઘૂમાવે ને
ફૂદરડી ફેરવે ને
હરખાઉં હેતે, હું ધ્રુવ છું.

એક પગે ઊભું કે બેઉ પગે ઊભું
કે ચાલું કે દોડું, હું ધ્રુવ છું.

2 Comments

  1. Posted ઓગસ્ટ 15, 2007 at 6:11 પી એમ(pm) | Permalink

    મજા આવી માણવાની.ધ્રુવ ખૂબ સુન્દર છે. કવિતા જેવો જ.ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પ્રેમ..વહાલ.પલાડલા ધ્રુવ ને.ધ્રુવ ના કલરવ માં મમ્મીને પેલો કલરવ યાદ પણ નહી આવે અને ફિક્કો લાગશે.ધ્રુવ્ના કલરવથી આપનું ઘર , અને એદરેક ક્ષન ગૂંજી રહે

  2. Posted ઓગસ્ટ 17, 2007 at 2:50 એ એમ (am) | Permalink

    mane aa lokgeet gaavaanu
    man thai aave છ્e ho !


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: