મન-તરંગ

 ♥ પંચમ શુક્લ

સહસા ગયું એક સસલું વાડ ઠેકી…

અડકું હજી જ્યાં વીજ સમું તીવ્ર વેગી
છટકી ગયું એ લસરકે હાથમાંથી;
બસ ખેરવી કાબ્રચિતરા માત્ર રૂંછા,

વિણતો રહું-
જયમ હોય ના મેઘધનુના સાત પીંછાં.

3 Comments

 1. Posted ઓગસ્ટ 2, 2007 at 6:21 પી એમ(pm) | Permalink

  જીવનમાં સતત બનતી અનેક ઉત્સાહવર્ધક ઘટનાઓમાંની એક –

  અચાનક એક પુષ્પનું ખીલવું…
  ઝાકળનું ઝિલાવુ….
  તરસનું તીવ્ર બનવુ…
  અને…

  બસ એમજ…
  બસ એમજ…
  અને બસ એમજ…

  એક સસલું
  એક સિંહ
  અને…..

  ધ્રુવભાઇ ને
  અનહદ વરસે છે જેની કૃપા
  આભથી, સતત…
  ઝરમર અને મુશળધાર
  અનરાધાર અપરંપાર…

  ઝીલજે હોં ભાઇ…

  જેવો સૂરજ ખીલે
  ને જેવુ પંખી કરે ગાન,
  સાત સૂર, સાત રંગ,
  આકાશ…
  પ્રકાશ…
  દૂર કે નજદીક ?

  પદરવ, આછો..
  ને આછોતરો અણસાર..
  પવન હવે પાથરણું પાથર…

  ભૈરવ કે લલિત ?
  ભટિયાર કે ગૌડ સારંગ
  કે પછી વસંત કે મલ્હાર ?

  ઝીલજે હોં ભાઇ…

  સારેગમપધની…
  સૂર, સહિયારો, સથવારો…
  રંગ, રઢિયાળો, રુપાળો
  ગગન, ગમતીલું, ચમકીલું..
  મન, મઝાનુ, મસ્ત..
  પરમ, પફુલ્લિત, પંચમ..
  ધરતી ધરતી ધીરજ,
  અને નીતરતો નેહ…..

  ઝીલજે, હો ભાઇ !

  ધૈવત
  2.8.2007

 2. Posted ઓગસ્ટ 6, 2007 at 6:35 એ એમ (am) | Permalink

  સુંદર રચના…

 3. Posted ડિસેમ્બર 25, 2009 at 2:37 પી એમ(pm) | Permalink

  sarasa rachana,panchambhai.plz visit my blog http://www.agravatvimal.wordpress.com and give your opinion about my poems


One Trackback/Pingback

 1. […] “સહસા ગયું એક સસલું વાડ ઠેકી…” https://spancham.wordpress.com/2007/06/27/hello-world/ […]

Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: