Category Archives: કવિતા

ગળું ફુલાવી ને તારઃસ્વરે

♥ પંચમ શુક્લ છંદોલય (લલિત *) ગળું ફુલાવી ને તાર:સ્વરે કલરવે, કવે પંખીઓ મધુર; ચરમ ઊડ્ડયન માંહિ એ રીતે ચરકી ઊઠતાં – પિચ્છ જ્યમ ખરે! પહોંચતી રહે દૃષ્યતંતુની ઢીલ જ્યાં લગી, ત્યાં લગી સતત નિહાળ્યા કરું અમીટ દૃષ્ટિથી વિહગને જતાં ઓગળી ક્ષિતિજ. હું ય ઈચ્છું કે પંખી થઈ શકું, પંખી એક એવું કે જે કરે […]

યુનિકૉડ ઉદ્યોગ

♥ પંચમ શુક્લ અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ ! બિલાડીના ટોપ સમાં અહીં તહીં લ્યો ઊગી રહ્યાં છે ખાદ્ય-અખાદ્ય બ્લોગ. અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ ! છપ્પનિયાના હડસેલાઓ ખાઈ ખમીને, ઘઉંની સાથે ધૂળનાં ઢેફાં ભરડી ભરડી- બે હાથે આરોગે શબ્દોઃ કવિ, લેખક, સહુ લોગ. અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ ! સેલ્ફ-પઝેસ્ડ સંચાર […]