Category Archives: અંગત

અંગત

ગળું ફુલાવી ને તારઃસ્વરે

♥ પંચમ શુક્લ છંદોલય (લલિત *) ગળું ફુલાવી ને તાર:સ્વરે કલરવે, કવે પંખીઓ મધુર; ચરમ ઊડ્ડયન માંહિ એ રીતે ચરકી ઊઠતાં – પિચ્છ જ્યમ ખરે! પહોંચતી રહે દૃષ્યતંતુની ઢીલ જ્યાં લગી, ત્યાં લગી સતત નિહાળ્યા કરું અમીટ દૃષ્ટિથી વિહગને જતાં ઓગળી ક્ષિતિજ. હું ય ઈચ્છું કે પંખી થઈ શકું, પંખી એક એવું કે જે કરે […]

શૃંખલા ઉદ્વિકાસની

♥ પંચમ શુક્લ એના કવનની બાની સહેજ પણ નથી અરૂઢ, મારે તો સ્વપ્નનીય હોય કાંચળી અરૂઢ! એને ખબર છે આભ ક્યાં છે ને જમીન ક્યાં, ચીંધું છું આંગળી હું ખુદને ક્ષિતિજની અરૂઢ! ‘એકેક ક્ષણ છે જિંદગી’ એ એવું કહી શકે, છું શૃંખલા હું આખા ઉદ્વિકાસની અરૂઢ! આકાશ આખેઆખું એ તો માથે લઈ ફરે, વડવાઈ છું હું […]

પ્રકૃતિ રોશનીની

♥ પંચમ શુક્લ અક્રિય વાયુ ભરેલી શીશીમાં પૂંજ થઈ, તપે છે રોજ ઠરે છે એ સૂર્ય ખિન્ન થઈ. કદી એ ત્રાડ ગગન ભેદીને ન ગૂંજી શકી, બદામી કેશવાળી કેસરીય ના જ થઈ. થઈને ચાંદરણું જ્યાં ઝિલાય મૂઠી મહીં, ઝમે એ આંગળીઓની તરડથી પેય થઈ. ગુરુત્વબળ અને સાપેક્ષતાની ગૂંચવણમાં, નિહારિકાઓ વિષે એ ઘૂમે ત્રિશંકુ થઈ. નયનથી […]

મિડલ-ઈસ્ટ ક્રાઈસિસ

♥ પંચમ શુક્લ ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે, આ કોયડો છે એટલો કાતિલ કે એનો ના સહેલો ઉકેલ છે!  રેતીમાં મૃગજળ ને મૃગજળમાં ઊભી છે આભ અડે એવી ખજૂરી; પડછાયા ચાવે છે ઊંટના અઢાર જેવી વાયરાને વળગેલી ઘૂરી, એકીટશે જોઈ રહી નિર્જળ આંખોમાં મરૂભૂમિનું શોણ રેલમછેલ છે! ઢાંકણીમાં પાણી કે પાણીમાં […]

ખેચરી

♥ પંચમ શુક્લ લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું, મંથર ગતિએ આભને વિમાન ખેંચતું. સ્થિર થઈ ગઈ છે નજર બસની રાહમાં, સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું. છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ, આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું. ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક, ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું. ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર, મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું […]

યાદ કર તું પંચમ

♥ પંચમ શુક્લ દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે, આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે. રંગ- ગંધ- છોળ- ભ્રમરના અતીત રાગની- (ના)તાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે. એકને છો  હાર્થવટો એકને અસીમ ગગન, બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે. યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ, ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે. જા! […]

બોબડાને શબ્દ ફૂટે

 ♥ પંચમ શુક્લ એક ‘ઈ’થી આંખ ચોળી, એક ‘ઉ’માં કાન બોળી મુખ મહીં મે’લી ‘શ’કોરું આંધળો બહેરું કૂટે ને બોબડાને શબ્દ ફૂટે! ને પ્રથમ જે શબ્દ ફૂટ્યો- નાદ એનો માત્ર ઊંઝા, જોડણી આકાશ ઊંઝા. ગાત્ર પરખે માત્ર ઊંઝા, પાત્ર છલકે માત્ર ઊંઝા, સૂર્ય, ચંદ્ર, તન્માત્ર ઊંઝા, ક્ષણ,પ્રહર,અહોરાત્ર ઊંઝા, ધર્મ, રક્ષણ, ક્ષાત્ર ઊંઝા, અત્ર તત્ર સર્વત્ર ઊંઝા! […]

ભેદ જાણી શું કરશો?

♥ પંચમ શુક્લ એકનો કે જોટાનો ભેદ જાણી શું કરશો? પાણીમાં પ્રપોટાનો ભેદ જાણી શું કરશો? સૂર્ય સાથે સૂરજમુખીની જેમ ફરતા રો’, વાંસના આ કોટાનો ભેદ જાણી શું કરશો? એક બિલાડી જીવતી ને એજ પાછી મૂએલી, શ્રોડિંગરના* ગોટાનો ભેદ જાણી શું કરશો? ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે? કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશો? એ […]

એકેક બુંદ અને..

♥ પંચમ શુક્લ એકેક બુંદ… અને જેમ એ ભરાઈ ગયું, તબક્કા વાર આખું આયખું જીવાઈ ગયું! અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી, બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું! સવાર-સાંજ ઉદાસીની રંગભૂમિ ઉપર, કશાય પાત્ર વિના ખેલ શું રચાઈ ગયું! રચીને શ્વાસ ને ઉચ્છ્વાસના આ જાળાઓ, કરોળિયાનું  સકળ વિશ્વ ક્યાં સમાઈ ગયું? ઉઠાવે રાત્રિ […]

વિપ્રલંભિની

♥ પંચમ શુક્લ મંદ મઘમઘતો પવન તારા-જ સ્મરણો લાવશે ! ફૂલ પાંખડીઓય ખરનારા જ સ્મરણો લાવશે ! તટ તરંગો લ્હેરશે ને ફીણ ફગફગ વેરશે, રેત પરનું નામ ભુંસનારા જ સ્મરણો લાવશે! સાંજ અજવાળી- ગુલાબી, કેસરી, પીળી કરી, યાદ સાતે રંગની ખારા જ સ્મરણો લાવશે! પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા, ને ક્ષિતિજની રેખ અંધારા જ સ્મરણો લાવશે! […]