Category Archives: પ્રકીર્ણ

પ્રકીર્ણ

બોબડાને શબ્દ ફૂટે

 ♥ પંચમ શુક્લ એક ‘ઈ’થી આંખ ચોળી, એક ‘ઉ’માં કાન બોળી મુખ મહીં મે’લી ‘શ’કોરું આંધળો બહેરું કૂટે ને બોબડાને શબ્દ ફૂટે! ને પ્રથમ જે શબ્દ ફૂટ્યો- નાદ એનો માત્ર ઊંઝા, જોડણી આકાશ ઊંઝા. ગાત્ર પરખે માત્ર ઊંઝા, પાત્ર છલકે માત્ર ઊંઝા, સૂર્ય, ચંદ્ર, તન્માત્ર ઊંઝા, ક્ષણ,પ્રહર,અહોરાત્ર ઊંઝા, ધર્મ, રક્ષણ, ક્ષાત્ર ઊંઝા, અત્ર તત્ર સર્વત્ર ઊંઝા! […]

કાવ્યસંગીત: સુભાષભાઈ દેસાઈ સાથે એક બપોર

ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સાથ સહકારમાં યોજે છે: “કાવ્યસંગીત” અતિથિ સ્વરકાર અને સંગીતકાર સુભાષભાઈ દેસાઈ સાથે એક બપોર સુભાષ દેસાઈ (૦૮ ઑક્ટોબર, ૧૯૪૬) શનિવાર,  ૧ ઑક્ટોબર ૨૦૧૧, ઠીક બપોરે ૨.૦૦ થી ૪.૩૦ કલાક વિલ્સડન ગ્રીન લાઈબ્રેરી (Willesden Green Library) 95 High Road, Willesden, London NW10 2SF Tel: 020 8937 3400 સૌ સુહૃદોને આમંત્રણ […]

કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા ! અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. ***  ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે) હેરો લાઈબ્રેરી સર્વિસીસના સક્રિય સાથ સહકારમાં યોજે છે: “ઓરાં આવો તો વાત કરીએ  ” પ્રથમ પંક્તિના કવિ, નિબંધકાર અને આધુનિક ગુજરાતી ગીતના પ્રવર્તક કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ અનિલ જોશી (28 જુલાઈ, 1940) શનિવાર, 27 ઑગસ્ટ […]

કવિ કૃષ્ણ દવે સાથે મજલિસ (લંડન, 17 જુલાઈ 2010, બપોરે 2.30)

*** મજલિસનો અહેવાલ વાંચવા જુઓ શ્રીમતી ચેતનાબેન શાહનો બ્લૉગ:  સમન્વય *** વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું, કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ? ગુજરાતી સાહિત્ય અકાદમી (લંડન) બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સક્રિય સાથ સહકારમાં યોજે છે “પાંગરેલી એક કૂંપળની કથા“ ગુજરાતી સાહિત્યના ધ્યાનાર્હ કવિ કૃષ્ણ દવે […]

Protected: છંદોબદ્ધપઠન (વર્કશોપ-૧)

There is no excerpt because this is a protected post.