♥ પંચમ શુક્લ કીડીને વ્હાલથી જ્યહીં કીડલી કહી શકાય, ચિકચિક કર્યા કરે એને ચકલી કહી શકાય; હૈયાવરાળને જ્યહીં કીટલી કહી શકાય, નિંદા કહી શકાય ને કૂથલી કહી શકાય; ને સ્પર્શનુંય કેટલું નાજુક બયાન હોય, ‘અડબોથ વ્હાલની’ને જ્યાં ટપલી કહી શકાય; તાજા જવારા શી જતી શેરીમાં દોડતી, કોઈનીય દીકરીને જ્યાં બકલી કહી શકાય; એ સ્થળ, સમય ને વ્યક્તિઓ ઓઝલ થયાં છતાં, ઝરતી રહે જે- કુંકુમી પગલી કહી શકાય! ૨૦/૬/૨૦૧૧ છંદોલય: […]
Category Archives: ગઝલ
કુંડલિનીને કારણે
♥ પંચમ શુક્લ રોજ ફરું છું ગોળ ગોળ ને ચકરાઉં છું સર્પાકારે, શ્વાસે શ્વાસે કોક નિસરણી રોજ ચડું છું સર્પાકારે. સૂર્ય-કિરણના અવિકલ પથ પર દોડી દોડી મુશકદોડમાં, રાત કરંડિયે કળતર વીંટી અમળાઉં છું સર્પાકારે. રાડો, ગાળો, બૂમરાણ ને કાગારોળે કચવાતો રહી, કાન વગરના કર્કશ ચાઠા થઈ ઊપસું છું સર્પાકારે. રોડવતો રહું ધંધાપાણી કે ઘૂમરડું ઘરની ઘાણી, કડવા […]
AAA Rating
♥ પંચમ શુક્લ ટપકાંનો રંગ ટપકાંથી જુદો થઈ ગયો, ઇતિહાસ આખો રુક્કાથી જુદો થઈ ગયો. ચહેરો એ ધોળી શાહીનો ભૂખરો થતો રહ્યો, ડોલર પણ અમેરિકાથી જુદો થઈ ગયો. કોલટારના કૂલા ઉપર બાવળિયો વાવીને, સૂબો પ્રસંશા-ટીકાથી જુદો થઈ ગયો. પી પી ને તેલ ઓકતો એરંડિયાનું ઓજ, ચિરાગ અંધ આકાથી જુદો થઈ ગયો. દાઢીમાં હાથ ઘાલતાં જ દાંત પણ તૂટ્યા, તુક્કો આ […]
ડાબલા હટાવી
♥ પંચમ શુક્લ રીત કે રસમ ન ટકે માત્ર રોકટોકથી, ને રિવાજ પણ ન તૂટે ખાલી તોડફોડથી. થાય છે બધા જ વ્યથિત ક્ષુદ્ર રોગદોગથી, મુક્ત પણ થઈ ન શકે વ્યર્થ રોણજોણથી. સંત્રી, મંત્રી, સાધુ, ફકીર સૌ તુલા ઉપર ચડે, પર સદાવ્રતોય કયાં છે સ્થૂળ મોલતોલથી? સામ, દામ, દંડ કશું કારગર ન નીવડે, કામ-કાજ કાઢી જ સૌ લે છે […]
(અર્ઘ્ય)
♥ પંચમ શુક્લ એક હથેળી ઉપર દીવડો, બીજી પર મીણબત્તી લઈને, શહેરનું અંધાર પ્રગટ્યું શક્તિ કઈ નિહથ્થી લઈને? પુષ્પગુચ્છો, સ્મૃતિપત્રોથી છલોછલ થાનકે- દિગ્મૂઢ બાળા શી હવા સ્થિર હાથમાં બોપટ્ટી લઈને! લાલ આંખો, રક્ત ચિહ્નો ઠારવા પંપાળવાને, આભ પણ ઝરમર ઝરે છે બરફની ફૂલપત્તી લઈને. કોક દી આચ્છાદશે કૂંપળ સમયની એમ માની, […]
શૃંખલા ઉદ્વિકાસની
♥ પંચમ શુક્લ એના કવનની બાની સહેજ પણ નથી અરૂઢ, મારે તો સ્વપ્નનીય હોય કાંચળી અરૂઢ! એને ખબર છે આભ ક્યાં છે ને જમીન ક્યાં, ચીંધું છું આંગળી હું ખુદને ક્ષિતિજની અરૂઢ! ‘એકેક ક્ષણ છે જિંદગી’ એ એવું કહી શકે, છું શૃંખલા હું આખા ઉદ્વિકાસની અરૂઢ! આકાશ આખેઆખું એ તો માથે લઈ ફરે, વડવાઈ છું હું […]
પ્રકૃતિ રોશનીની
♥ પંચમ શુક્લ અક્રિય વાયુ ભરેલી શીશીમાં પૂંજ થઈ, તપે છે રોજ ઠરે છે એ સૂર્ય ખિન્ન થઈ. કદી એ ત્રાડ ગગન ભેદીને ન ગૂંજી શકી, બદામી કેશવાળી કેસરીય ના જ થઈ. થઈને ચાંદરણું જ્યાં ઝિલાય મૂઠી મહીં, ઝમે એ આંગળીઓની તરડથી પેય થઈ. ગુરુત્વબળ અને સાપેક્ષતાની ગૂંચવણમાં, નિહારિકાઓ વિષે એ ઘૂમે ત્રિશંકુ થઈ. નયનથી […]
ખેચરી
♥ પંચમ શુક્લ લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું, મંથર ગતિએ આભને વિમાન ખેંચતું. સ્થિર થઈ ગઈ છે નજર બસની રાહમાં, સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું. છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ, આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું. ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક, ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું. ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર, મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું […]
યાદ કર તું પંચમ
♥ પંચમ શુક્લ દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે, આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે. રંગ- ગંધ- છોળ- ભ્રમરના અતીત રાગની- (ના)તાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે. એકને છો હાર્થવટો એકને અસીમ ગગન, બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે. યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ, ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે. જા! […]
ભેદ જાણી શું કરશો?
♥ પંચમ શુક્લ એકનો કે જોટાનો ભેદ જાણી શું કરશો? પાણીમાં પ્રપોટાનો ભેદ જાણી શું કરશો? સૂર્ય સાથે સૂરજમુખીની જેમ ફરતા રો’, વાંસના આ કોટાનો ભેદ જાણી શું કરશો? એક બિલાડી જીવતી ને એજ પાછી મૂએલી, શ્રોડિંગરના* ગોટાનો ભેદ જાણી શું કરશો? ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે? કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશો? એ […]
