♥ ભાવાનુવાદ: પંચમ શુક્લ ઓ રુદિયા મારા, આજની રાતે વીસરી જઈએ એને, જેવું વીસર્યાં સીતારામ! તું ને હું બસ, હું ને તું બસ – ના કોઈ બીજું નામ. વીસરી જાજે હૂંફ તું એની હું ભૂલી જાઉં તેજ, થઈ જા ટાઢું જ્યારે, ત્યારે સાદ કરી દેજે જ; હું ય ત્યારે મારા મનસૂબાઓ ઓલવી ઠરું ઠામ. જલદી કર […]
Category Archives: અંગત
ટૂંકો પડે છે આજ ઢોલિયો!
♥ પંચમ શુક્લ લૂઆની જેમ મને લાંબો કરે છે મારા ભીતરની ખેંચ અને ટૂંકો પડે છે આજ ઢોલિયો! પહોર પછી પહોર જેમ લંબાતા જાય એમ લંબાતો જાય મારી આંખને ખૂણે ઉગેલ પિયો…. સિંદૂરિયો વાર અને વહેલી સવાર વળી અન્નપૂર્ણા સંચરી છે કામ પર, સગડી પર ઊકળતું રાખીને દૂધ અને રાખી ભરોસો પૂરો રામ પર; ડાબે ને જમણેથી નાણે […]
કુંકુમી પગલી
♥ પંચમ શુક્લ કીડીને વ્હાલથી જ્યહીં કીડલી કહી શકાય, ચિકચિક કર્યા કરે એને ચકલી કહી શકાય; હૈયાવરાળને જ્યહીં કીટલી કહી શકાય, નિંદા કહી શકાય ને કૂથલી કહી શકાય; ને સ્પર્શનુંય કેટલું નાજુક બયાન હોય, ‘અડબોથ વ્હાલની’ને જ્યાં ટપલી કહી શકાય; તાજા જવારા શી જતી શેરીમાં દોડતી, કોઈનીય દીકરીને જ્યાં બકલી કહી શકાય; એ સ્થળ, સમય ને વ્યક્તિઓ ઓઝલ થયાં છતાં, ઝરતી રહે જે- કુંકુમી પગલી કહી શકાય! ૨૦/૬/૨૦૧૧ છંદોલય: […]
મેટ્રોગર્લનું મૌગ્ધ્ય
♥ પંચમ શુક્લ સૂડાને સોનેરી સાંકળે રાખી ……………………………… કરાવે ગેલ મકાઉને; એવા ઘેલસા’ગરા દેશીને ………………………….. સખી ના હાર પે’રાવું રે! એના પુષ્પકની પૂંઠે, અડવી ટૉબી-ટૉલ ઉલાળું રે! મજેથી જિંદગી આખી; જીન્સ-ને-ટોપ-ને-બોબ્ડે’રુંમાં ઝૂલતી- ……………………………… રૂડાં ગોરમા પૂજું રે! સખી, આ મોળાકતમાં મીઠું વલખી; …… પિસ્તા, કાજુ, દ્રાખની હારે ચેરી ચાખું રે! સખી, કો દિ મન પડે તો… […]
અગ્ગિખંધ (બારૂદ)
♥ પંચમ શુક્લ જેને કલરવનો પિંડ, જેને રોશનીની છાયા, જેના મધુરા હો મીંડ, જેની કંચનવરણી કાયા, જેના જ્યોતિ ધ્વનિ જાયા, એવા ફટકડા લઈ હીંડ! 30/10/2010 ફટાકડાની સામાન્ય લાક્ષણિકતાઓ: અવાજ, પ્રકાશ/દાહ, સામાન્ય અનુભવથી સહેજ અલગ પડી વધુ રોચક/લાલિત્યભર્યાં સંસ્કરણ દ્વારા પ્રકટે છે. પ્રાકૃત ‘અગ્ગિખંધ’ કે ફારસી ‘બારૂદ’ સંજ્ઞા તળે સ્ફોટક શૃંખલાના કોઈ ઋજુ રૂપ દ્વારા આપણી આગામી […]
કુંડલિનીને કારણે
♥ પંચમ શુક્લ રોજ ફરું છું ગોળ ગોળ ને ચકરાઉં છું સર્પાકારે, શ્વાસે શ્વાસે કોક નિસરણી રોજ ચડું છું સર્પાકારે. સૂર્ય-કિરણના અવિકલ પથ પર દોડી દોડી મુશકદોડમાં, રાત કરંડિયે કળતર વીંટી અમળાઉં છું સર્પાકારે. રાડો, ગાળો, બૂમરાણ ને કાગારોળે કચવાતો રહી, કાન વગરના કર્કશ ચાઠા થઈ ઊપસું છું સર્પાકારે. રોડવતો રહું ધંધાપાણી કે ઘૂમરડું ઘરની ઘાણી, કડવા […]
AAA Rating
♥ પંચમ શુક્લ ટપકાંનો રંગ ટપકાંથી જુદો થઈ ગયો, ઇતિહાસ આખો રુક્કાથી જુદો થઈ ગયો. ચહેરો એ ધોળી શાહીનો ભૂખરો થતો રહ્યો, ડોલર પણ અમેરિકાથી જુદો થઈ ગયો. કોલટારના કૂલા ઉપર બાવળિયો વાવીને, સૂબો પ્રસંશા-ટીકાથી જુદો થઈ ગયો. પી પી ને તેલ ઓકતો એરંડિયાનું ઓજ, ચિરાગ અંધ આકાથી જુદો થઈ ગયો. દાઢીમાં હાથ ઘાલતાં જ દાંત પણ તૂટ્યા, તુક્કો આ […]
કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!
♥ પંચમ શુક્લ (શિખરિણી) નિહાળીને વૃક્ષો હરિતવરણાં, લાલ કુસુમો; તમારે, મ્હારે ને સહુ જન વિશે જે ઊઘડતાં, વિચારું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ ભૂરાં આકાશો ‘ને અતિ ધવલ કૈં વાદલ દલો; નિહાળી કોડીલા દિવસ, ઘન રાત્રિ પુનિત ને, વિલોકું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ અહો! રૂડા રંગો નભ સકલમાં ઈન્દ્રધનુના; વળી પાછા ભાળું […]
ડાબલા હટાવી
♥ પંચમ શુક્લ રીત કે રસમ ન ટકે માત્ર રોકટોકથી, ને રિવાજ પણ ન તૂટે ખાલી તોડફોડથી. થાય છે બધા જ વ્યથિત ક્ષુદ્ર રોગદોગથી, મુક્ત પણ થઈ ન શકે વ્યર્થ રોણજોણથી. સંત્રી, મંત્રી, સાધુ, ફકીર સૌ તુલા ઉપર ચડે, પર સદાવ્રતોય કયાં છે સ્થૂળ મોલતોલથી? સામ, દામ, દંડ કશું કારગર ન નીવડે, કામ-કાજ કાઢી જ સૌ લે છે […]
(અર્ઘ્ય)
♥ પંચમ શુક્લ એક હથેળી ઉપર દીવડો, બીજી પર મીણબત્તી લઈને, શહેરનું અંધાર પ્રગટ્યું શક્તિ કઈ નિહથ્થી લઈને? પુષ્પગુચ્છો, સ્મૃતિપત્રોથી છલોછલ થાનકે- દિગ્મૂઢ બાળા શી હવા સ્થિર હાથમાં બોપટ્ટી લઈને! લાલ આંખો, રક્ત ચિહ્નો ઠારવા પંપાળવાને, આભ પણ ઝરમર ઝરે છે બરફની ફૂલપત્તી લઈને. કોક દી આચ્છાદશે કૂંપળ સમયની એમ માની, […]
