મનમાં આવે અને આંખને અડે તે આ નેટ-પોથી મહીં ચિતરવું છે- થોડું અંગત અને થોડું વીણેલું.
મોતી છે કે છાણું એ તો થપાયાં પછી જ ખબર પડશે. પાછું રોજે-રોજ થાપવું/છાપવું એવો નિયમ પણ નથી રાખવો.
જોઇ અને આંખો અંજાય અને સુંવાળું લાગે તો મોતી અને ઝાંખું-પાંખું ખરબચડું જણાય તો છાણું:
પ્રથમ રમ્ય લાગે અને સોહે ડોકે,
બીજું ક્ષુદ્ર દીસતું અગન જાત ઝોકે.
આથી વિશેષ અત્યારે કંઇ સૂઝતું નથી અને કહેવું પણ નથી.
૨-૮-૨૦૦૭
————————————————————————————–
વર્ડપ્રેસની આ કોમળપોથીનો મુખ્ય ઉદ્દેશ સમયાંતરે જે કંઇ છૂટું છવાયું લખાય (અને આડું અવળું મૂકાઇ જાય કે ખોવાઇ જાય એ પહેલા) એને સુગ્રથિત કરી લેવાનો છે. આ સ્વાંતઃ (અને શક્યતઃ બહુજન) સુખાય ઉદ્યમ એના પોતાના લય પ્રમાણે લયાન્વિત થયા કરે તો ઘણું.
દોડતાં, ચાલતાં, ખોડંગાતાં, કે અડિંગો જમાવી અટકી જતાં આ પ્રવાસને એની પોતાની ગતિ અને મતિ મુજબ મોકળો મૂક્યો છે.
૧૦-૮-૨૦૦૭
17 Comments
અરે વાહ પંચમભાઈ, તમે તમારા બ્લોગને પુનર્જિવીત કર્યો અને અમને ખબરેય ના પડી!
ચાલો કંઇ વાંધો નહીં… દેર સે આયે, દુરસ્ત આયે!
ખૂબ ખૂબ અભિનંદન… અને આના પર ભલે તમે રોજ-રોજ નવું છાણું નહીં થાપો કે નવું મોતી ના પરોવો, પરંતુ થોડા થોડા દિવસે તો જરૂર અપડેટ કરતા રહેજો અને છેક જ ડેડ ના થવા દેતા હોં.
અને સાચ્ચે જ, આ તાજા છાણાં ને ઠંડો ધૂણો ને મૂળ ગૂફામાં ને કરગઠિયા ને ખણખણ ચીપિયો એવી તમારા શબ્દોની આ માયાજાળ જોઈને તો ખૂબ જ મજા આવી ગઈ હોં!!!
panchambhai …. aa to jabru thayu…. najar bahaar j blog aavi gayo ane khabar hamna pade chhe…
chalo saras…
ek vadhu gamti jagyaa bani gai…
છાણાં જીવવાની પ્રાથમિક જરુરિયાતોમાંની એક છે… એનું સ્વરુપ ભલે બદલાય.. આવા સરસ પ્રતિકો શોધવા બદલ અભિનંદન… શુભેચ્છાઓ..
http://www.readsetu.wordpress.com
Dear Panchambhai
How are you? Gone through your poems,Liked it,
“Ketlun parove aa soy liked very much.” (ચંદ્રથી દડી..)
“Parvato nitrya kare mna guru ghate chhhe.” (પ્રગટે ધગશ..)
Have you published any collection? if yes I would like to see.
Please be in touch
urveesh
પંચમ્ ભાઈ, પ્રત્યાયન પરની આપની આ કૃતિઓ એમાં પ્રગટતા વિચારોથી અને સ-રસ શબ્દો દ્વારા થયેલી વિચારોની અભિવ્યક્તિથી અનેરા આનંદનો અનુભવ કરાવે છે.
આભાર અને હાર્દિક શુભેચ્છાઓ સહ,
દિલીપ પટેલ
પહેલી વાર તમારી સાઈટની મુલાકાત લીધી! અદ્ભુત અનુવાદ! (ખણ ખણ ચીપીયો અને કંથાધારણ શબ્દો બહુ જ ગમ્યાં). આપના વીચારો પણ નવી જ પ્રેરણાથી પરોવાયેલાં છે! નીયમીત મુલાકાત પાક્કી..
તમારો આ બ્લોગ આજે જોઈને ધૂણી ધખતી હોવાનો અહેસાસ થયો !
તમે પ્રયોજેલાં પેટા શીર્ષકો પણ તમારી અહાલેકનો જ તીખારો દર્શાવનારાં છે !
અભિનંદન અને ધીંગો આવકારો !
સહસા ગયું એક સસલું વાડ ઠેકી…
બીજું ક્ષુદ્ર દીસતું અગન જાત ઝોકે….પુન:શરુઆત નો આથી વધુ પ્રામાણિક પ્રયત્ન કયો હોઇ શકે?
પંચમ ભાઈ, રાજેન્દ્ર શુક્લ ની એક ગઝલ શોધુ છુ….અહો કઈ ભોમ પર પાઈ મૂક્યા, સળવળ્યા કાળ જુના ડટંતર ..હવા જેમ ફરકે હવે માત્ર હોવુ…અહીં પોષ્ટ કરી શકો અથવા લિંક? I will be grateful , boss! Also request Urmi or Vivekbhai, if they read this comment.
તમારો બ્લોગ વાંચીને આનંદ થયો. કવિતાઓ સરસ ચૂંટી છે.
… few words are capable enough to …. thanks for imprinting your feeling at http://www.akhiltv.com … I have few ideas to be shared with people like you via email… do drop me an eMail.
… success is a landmark, progress is never ending !! – akhil.
શબ્દોની તાજગી અને નવીનતાથી ઓપતો આપનો બ્લોગ જ્યારે પણ મુલાકાત લઈએ ત્યારે આનંદ આપે છે. અને એક વાત … બળકટ,બરછટ કે ખરબચડી વસ્તુ લાંબા સમય સુધી યાદ રહે છે. સુંવાળી વસ્તુઓ કદાચ એક રાત્રિમાં ભૂલાઈ જાય … બહુધા તો ઘાવ જ સર્જનનું નિમીત્ત બને છે. સુંદર … લખતાં રહો.
પંચમભાઈ
હજુ તો લટાર જ મારી પણ મજા આવી, ગજબ રૂપક આપ્યા છે.
આમ તો હું પાણીદાર ઘોડો નથી એટલે પદ્યમાં ખાસ કંઇ ગતાતમ પડતી નથી , ગધેડો છું એટલે ગદ્યમાં વધુ રસ પડે એ સ્વાભાવિક છે, જોતો રહીશ.
આવજો.
પંચમભાઇ, ખૂબ આનંદ થયો.હવે તમારા કાવ્યો માણવાનું વધુ સરળ થઇ ગયું.
very good gazals
Hi,
Really extra ordinary blog !!
Haju sudhi koi na blog par avi language joi nathi ekdum unique lage che boss.
Dear i have not found my blog in “કંથાધારણ”.
http://gujaratishayri.wordpress.com
I hope you include my blog in “કંથાધારણ”.
Regards,
Amit Panchal
Dear Pancham,
Bhai Suresh(mama) and your mother and friends put your words in my ears but,your writting does touch and tickles the mind and heart.
Keep shining
Rajendra trivedi,M.D.
Dhavalrajgeera
http://www.bpaindia.org
http://www.yogaeast.net
mara blog ni mulakat leva badal dhanyavad
shubhechhaa mate pan …
eeeeG re dhuni re dhakhavi beli ame tara nam ni……