♥ પંચમ શુક્લ
દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે,
આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે.
આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે.
રંગ- ગંધ- છોળ- ભ્રમરના અતીત રાગની-
(ના)તાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે.
(ના)તાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે.
એકને છો હાર્થવટો એકને અસીમ ગગન,
બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે.
બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે.
યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ,
ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે.
ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે.
જા! પીળાશ સરસવની પૉસ્ટમાં મગાવી લે,
ડૅફૉડિલની સાથે ટપાલી શા તાલ્લુકાત છે.
ડૅફૉડિલની સાથે ટપાલી શા તાલ્લુકાત છે.
૨૧-૦૧-૨૦૧૦
છંદોવિધાન: ગાલગાલ ગાલલગા ગાલગાલ ગાલગા
઼: લઘુ ગુરુ માપનું પરિવર્તન.
હાર્થ (Hearth): the floor of a fireplace, usually of stone, brick, etc., often extending a short distance into a room.

24 Comments
વાહ! મજા આવી ગઈ.
જા! પીળાશ સરસવની પૉસ્ટમાં મગાવી લે,
ડૅફૉડિલની સાથે ટપાલી શા તાલ્લુકાત છે.
એકને છો હાર્થવટો એકને અસીમ ગગન,
બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે.
યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ,
ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે.
વાહ પંચમભાઈ સુંદર ગઝલ લઇ આવ્યા ..
કાયનાત સ્ત્રીલિંગ હોવાને નાતે “ચીમનીની એજ કાયનાત છે” ના હોવું જોઈએ? કવિતામાં વ્યાકરણ વાંચવા બદલ માફ કરશો.
ધવલભાઈ,
તમે ખૂબ ઝીણી નજરે કવિતા વાંચી એનો આનંદ છે.
‘ચીમનીના બેઉ છેડે એ જ એક કાયકાત છે એમ અભિપ્રેત છે. વ્યાકરણની રીતે અહીં કશું અયોગ્ય હોય એવું મને લાગતું નથી.
આમ છતાં ફરી ચકાસી લઈશ. આજ રીતે વિધાયક પ્રતિભાવો આપતા રહેશો.
મારા જેવા બિનરસિકો કવિતા વાંચવા બેસે ત્યારે તેનું ઓપરેશન કરવાને બદલે પોસ્ટમોર્ટમ કરી બેસે. ‘ના’ પ્રત્યય કોના પરિપ્રેક્ષ્યમાં વપરાયો હતો તે જાણ્યા વગર જ ડહાપણ ઠોકી બેસાડ્યું. માફ કરજો.
Dhavalbhai, it is always a pleasure to receive genuine comments from friends like you. It provides an opportunity to reflect.
પહેલો અને છેલ્લો એમ બે શેર ગમ્યા…
Pancham
Very appropriate to the present freez & of course excellent creation.
Siraj Patel ” Paguthanvi”
Secretary
Gujarati Writers’ Guild-UK
જા! પીળાશ સરસવની પૉસ્ટમાં મગાવી લે,
આખી ગઝલની ધ બેસ્ટ પંક્તિ અને છેલ્લો શેર પણ તેવો જ.અને આ–
હાર્થ (Hearth)the extended floor of a fireplace: v/s
આગવણ:- ચૂલાનો આગલો ભાગ, ચૂલાની બેળ (જ્યાં અંગારા કાઢી ઠારવામાં આવે.
I felt the same way that there is not much difference between the home country and employer country if you can find out the basics.
આ કન્ટ્રિનો સવાલ નથી નિશાબેન ઝુરાપાનો “miss you “નો અનુભવ છે,જ્યાં સંકળાવુ-કપાય નહીં તેવી સાંકળના સાતત્ય જેવું-નો.
કવિ વેપારી કે નોકરિયાત નથી માણસની સંવેદનાને form આપતો
શબ્દને કસનારો કારિગર છે,તેથી જ દરેક કાવ્ય-અનેકાકારે-નોખું રહે છે કોઈપણ સર્જક પાસે કે એના હાથે.
સુન્દર.
નવી અભિવ્યક્તિવાળી નખશિખ સુંદર ગઝલ
વાહ પંચમદા સરસ ગઝલ થઈ છે..બધાં શેર ગમ્યાં ..
યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ,
ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે.
ગઝલમાં નવા પ્રવાહો આવી રહ્યા છે તેની ઉદ્ઘોષક આ ગઝલ ગમી.
દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે,
આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે.
waah panchambhai
શ્રી પંચમભાઈ
ઋતુ વસંત પંચમીની યાદ મનમાં ઘોળે અને બહાર હિમવર્ષા.
વસંતને આંગણે પરબિડિયાથી ભારતથી યુરોપખંડમાં ઝુલાવતા,
આ સર્વ સ્પંદનોને આપે આબાદ રીતે પંચમ સ્ટાઈલથી કેદ કરી,
સૌને ડોલાવી દીધા.મજા આવી…
welcome to….
હિમ લહરમાં….રમેશ પટેલ(આકાશદીપ) છંદ- શિખરિણી
February 7, 2012 by nabhakashdeep
રમેશ પટેલ(આકાશદીપ)
ઘણીવાર હું સીંગાપોર દીકરા જોડે વાત કરતી હોઉં છું ત્યારે પાછળથી કોયલનું કૂજન સંભળાય છે, ત્યારે ભલેને અહીં અમેરિકામાં શ્વેત ચાદર પથરાયેલી હોય, હું મારા ગામના ઉનાળાના દિવસોમાં પહોંચી જાઉં છું,સાચે જ તમારી કવિતામાં અા ભાવ ગમ્યો.
સરસવની પીળાશને પોષ્ટમાં મંગાવવાની વાત ગમી. મઝાની ગઝલ.
ખૂબ સુંદર ગઝલનો મત્લા મજબૂત છે!
સુધીર પટેલ.
સુંદર ગઝલ!
એકને છો હાર્થવટો એકને અસીમ ગગન,
બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે.
ખૂબ સુંદર
યાદ
હયાત યા કાયનાત લે કે ચલો
સારે જહાં કો સાથ લે કે ચલો.
તમારે તમારી જિંદગી, તમારા દિલ અને તમારા વ્યક્તિત્વને આ પ્રદૂષણથી દૂર રાખવું હોય તો જિંદગીને હળવી રાખો, મનને મુક્ત રાખો. આપણા વિચારો પર કેટલાં બધાં પડ જામી ગયાં છે? આપણે જડ જેવા થઈ ગયા છીએ. કોઈ જ બાંધછોડ નહીં, કોઈ જ સમાધાન નથી, હું કરું એ જ સાચું, હું કરું એ જ સત્ય. કોઈની વાત આપણને અસર ન કરે એટલું પ્રદૂષણ થઈ જાય એ પહેલાં સંવેદનાને થોડીક ઢંઢોળવાની જરૂર લાગે છે
દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે,
આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે.
એકને છો હાર્થવટો એકને અસીમ ગગન,
બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે.
વાહ પંચમદા .. સુંદર શબ્દચિત્ર. હાર્થવટો શબ્દ નવો જાણવા મળ્યો.
પંચમભાઈ,
તમે ખરા અર્થમાં કલાકાર છો.
આ ગઝલનુમા નઝમ છે કે એક સિક્કાની બે બાજુએ દોરેલું લૅન્ડસ્કેપ તે જ સમજણ નથી પડતી!
સુંદર!