♥ પંચમ શુક્લ દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે, આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે. રંગ- ગંધ- છોળ- ભ્રમરના અતીત રાગની- (ના)તાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે. એકને છો હાર્થવટો એકને અસીમ ગગન, બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે. યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ, ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે. [...]
