♥ પંચમ શુક્લ એકનો કે જોટાનો ભેદ જાણી શું કરશો? પાણીમાં પ્રપોટાનો ભેદ જાણી શું કરશો? સૂર્ય સાથે સૂરજમુખીની જેમ ફરતા રો’, વાંસના આ કોટાનો ભેદ જાણી શું કરશો? એક બિલાડી જીવતી ને એજ પાછી મૂએલી, શ્રોડિંગરના* ગોટાનો ભેદ જાણી શું કરશો? ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે? કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશો? એ [...]
