માસિક દફતરખાનું: January 2012

બોબડાને શબ્દ ફૂટે

 ♥ પંચમ શુક્લ એક ‘ઈ’થી આંખ ચોળી, એક ‘ઉ’માં કાન બોળી મુખ મહીં મે’લી ‘શ’કોરું આંધળો બહેરું કૂટે ને બોબડાને શબ્દ ફૂટે! ને પ્રથમ જે શબ્દ ફૂટ્યો- નાદ એનો માત્ર ઊંઝા, જોડણી આકાશ ઊંઝા. ગાત્ર પરખે માત્ર ઊંઝા, પાત્ર છલકે માત્ર ઊંઝા, સૂર્ય, ચંદ્ર, તન્માત્ર ઊંઝા, ક્ષણ,પ્રહર,અહોરાત્ર ઊંઝા, ધર્મ, રક્ષણ, ક્ષાત્ર ઊંઝા, અત્ર તત્ર સર્વત્ર ઊંઝા! [...]

ભેદ જાણી શું કરશો?

♥ પંચમ શુક્લ એકનો કે જોટાનો ભેદ જાણી શું કરશો? પાણીમાં પ્રપોટાનો ભેદ જાણી શું કરશો? સૂર્ય સાથે સૂરજમુખીની જેમ ફરતા રો’, વાંસના આ કોટાનો ભેદ જાણી શું કરશો? એક બિલાડી જીવતી ને એજ પાછી મૂએલી, શ્રોડિંગરના* ગોટાનો ભેદ જાણી શું કરશો? ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે? કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશો? એ [...]