માસિક દફતરખાનું: December 2011

એકેક બુંદ અને..

♥ પંચમ શુક્લ એકેક બુંદ… અને જેમ એ ભરાઈ ગયું, તબક્કા વાર આખું આયખું જીવાઈ ગયું! અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી, બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું! સવાર-સાંજ ઉદાસીની રંગભૂમિ ઉપર, કશાય પાત્ર વિના ખેલ શું રચાઈ ગયું! રચીને શ્વાસ ને ઉચ્છ્વાસના આ જાળાઓ, કરોળિયાનું  સકળ વિશ્વ ક્યાં સમાઈ ગયું? ઉઠાવે રાત્રિ […]

વિપ્રલંભિની

♥ પંચમ શુક્લ મંદ મઘમઘતો પવન તારા-જ સ્મરણો લાવશે ! ફૂલ પાંખડીઓય ખરનારા જ સ્મરણો લાવશે ! તટ તરંગો લ્હેરશે ને ફીણ ફગફગ વેરશે, રેત પરનું નામ ભુંસનારા જ સ્મરણો લાવશે! સાંજ અજવાળી- ગુલાબી, કેસરી, પીળી કરી, યાદ સાતે રંગની ખારા જ સ્મરણો લાવશે! પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા, ને ક્ષિતિજની રેખ અંધારા જ સ્મરણો લાવશે! […]