♥ પંચમ શુક્લ ગાંઠ એ શાને હજી ના ખૂલતી, કોને ખબર ? કોક ખૂણે કોકડું ઈચ્છા વળી, કોને ખબર ? એક સિક્કો એમ ઊછળીને પડ્યો છે ભોંય પર, ચીત થઈ ગઈ પટ મહીં બાજી કઈ, કોને ખબર ? બહાર છો થીજી જતું સર્વસ્વ ધોળા બર્ફમાં, કાળા ઓશીકે વહે ઊની નદી, કોને ખબર ? પ્રશ્ન એક જ ફોલીને ફેંક્યો અને [...]
